આ પાવર વોલેટ કરશે તમારો સ્માર્ટફોન ચાર્જ, એક ક્લિકે જાણી લો તેની ખાસિયતો

ચાર્જર તરીકે કામ આપતાં વોલેટ બજારમાં આવી જતાં સૌથી મહત્ત્વના સમયમાં તમારે સ્માર્ટફોનની બેટરી ઊતરી જશે તેવી ચિંતા કરવાની હવે જરૃર નથી. પાવર વોલેટ દેખાવમાં તો સામાન્ય લેધર વોલેટ જેવું જ છે પરંતુ તેમાં એક બેટરી અને માઇક્રો યુએસબી પોર્ટ પણ આવેલાં છે જેની મદદથી ટેબ્લેટ, સ્માર્ટફોન અને ઈ-રીડર જેવાં સાધનો ચાર્જ કરી શકાશે.

power-wallet-phone-charger_zps703f6cbd_5આ વોલેટમાં સામાન્ય વોલેટની જેમ ચલણી નોટો અને કાર્ડ રાખવાનાં ખાનાં પણ આપેલાં છે, તે ઉપરાંત સિક્કા માટે પણ અલગ ખાનું અપાયું છે. આ વોલેટ ખુલ્લું કરાય ત્યારે તેની લંબાઈ ૪ ઇંચ, પહોળાઈ ૩.૫ ઇંચ અને જાડાઈ એક ઇંચ જેટલી રહે છે. વોલેટમાં ૩,૦૦૦ એમએએચની બેટરી ઇનબિલ્ટ છે જે સ્માર્ટફોન ચાર્જ કરવા માટે જરૃરી અડધા જેટલી ઊર્જા ધરાવે છે, જોકે સ્માર્ટફોનના પ્રકારના આધારે આ વોલેટ ફોન ચાર્જ કરવામાં સમય લે છે. દાખલા તરીકે આઇફોન સિક્સને ડેડથી ૧૦૦ ટકા ચાર્જ કરવા માટે અઢી કલાક લાગે છે, તેની બેટરી અત્યંત પાતળી છે અને માઇક્રો યુએસબીની મદદથી તેને રિચાર્જ કરી શકાય છે. બેટરીની બાજુમાં આવેલી ફ્લેશલાઇટ સંકેત આપે છે કે વોલેટ તમારો ફોન ચાર્જ કરી રહ્યું છે.

ઉત્પાદક કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૩,૦૦૦ એમએએચની બેટરી વોલેટમાં જ સમાવી લેવાઇ છે અને તે વધુ જગ્યા રોકતી નથી, તે વારંવાર તમારો ફોન ચાર્જ કરી આપે છે અને તમારે નવી બેટરી ખરીદવાની જરૃર પડતી નથી. મહિલાઓ માટે પણ કંપની દ્વારા મોટું પર્સ તૈયાર કરાયું છે. વિવિધ રંગોમાં ઉપલબ્ધ મહિલાઓ માટેનાં પર્સમાં પણ સ્લીમ બેટરી અને યુએસબી પોર્ટ સમાવી લેવાયાં છે, તેની કિંમત ૧૪૨ ડોલર છે.

પાવર વોલેટની લાક્ષણિકતાઓ
-ઇટાલી સેફિયાનો લેધરમાંથી તૈયાર.
-ચલણી નોટો, સિક્કા અને કાર્ડ મૂકવાની સુવિધા.
-ચાર્જિગ માટે 3,000 એમએએચની બેટરી અને યુએસબી પોર્ટ-કેબલ.
-દોઢ કલાકમાં ફોન ચાર્જ કરવામાં સક્ષમ.
-પુરુષોના વોલેટ ૧૧૯ ડોલર.
-મહિલાઓનાં પર્સ ૧૪૨ ડોલર.

Comments

comments


3,852 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 4