આ નેચરલ બ્લીચથી ઘરે બેઠા મેળવો બ્યુટીફૂલ સ્કીન

209-680x450

આજ કાલ ગોરા બનવાની ચાહત બધામાં વધી રહી છે.  માર્કેટમાં અવેઇલેબલ જાત-જાતના બ્લીચ ક્રીમ તમારી સ્કીનને નુકશાન પહોચાડે છે. તેમાં ઘણા બધા કેમિકલ્સની સિવાય ઘણા નુકશાનકારક તત્વો શામેલ હોય છે.

જો તમારી પાસે થોડો સમય હોય તો આ પ્રાકૃતિક બ્લીચને ઘરે જ તૈયાર કરવું, કારણકે આની કોઈ સાઈડ ઈફેક્ટસ નથી અને ત્વચા માટે સારું છે. તમે આ નેચરલ બ્લીચ નો ઉપયોગ કરશો તો તેનાથી તમારી ત્વચા ચમકદાર અને સુંદર બનશે. જો ચહેરો સાફ અને ચમકદાર હોય તો આપણને અંદરથી ખુબ આત્મવિશ્વાસ આવે છે અને આપણું મન ખુશ રહે છે.

આજે અમે તમને જે કુદરતી બ્લીચ વિષે જણાવવાના છીએ તેનાથી તમને કોઈ એલર્જી નહિ થાય. આ પ્રાકૃતિક બ્લીચ ઘરમાં મળતા પ્રાકૃતિક પદાર્થો જેવા કે દહીં, નારંગી, લીંબૂ, પપૈયા, મધ અને ટામેટા વગેરેથી બનાવી શકાય છે.

દહીં

Potato-Face-Packs-For-Beautiful-Skin

થોડા દહીંને ન્હાતા પહેલા ચહેરા અને ગરદન પર રગડવું. આનાથી મૃત સ્કીન નાશ પામશે અને ગંદગી પણ દુર થશે.

લીંબૂ

bleach_nembu

લીંબૂ અને દહીંના મિશ્રણથી ત્વચામાં કુદરતી નિખાર આવે છે. આ મિશ્રણને ત્વચા પર લગાવો તથા સુકાઈ જતાં ધોઈ લેવું. આ મિશ્રણ તમે દિવસમાં એક વાર લગાવી શકો છો. જેનાથી ત્વચા અંદરથી સાફ થઈ જશે.

નારંગી

tum

નારંગીની છાલને તડકામાં સુકવવીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી નાખવું. હવે આ પાવડરમાં થોડી મલાઈ નાખીને પેસ્ટ બનાવો. આને ચહેરા અને ગરદન પર ૧૦ મિનીટ સુધી લગાવવું.

ટમેટા અને લીંબુનો રસ

bleach_tamatar

ટમેટા ના પલ્પ માં તાજા લીંબુનો રસ નાખીને ચહેરો સાફ કરવો. થોડા દિવસો સુધી આમ કરવાથી તમારી ત્વચા ગોરી થશે. આ એક અલ્મીય મિશ્રણ છે.

હળદર, લીંબુની પેસ્ટ

bot-nghe1

હળદરને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી તે પાવડરમાં લીંબુનો રસ. હવે આ મિશ્રણને તમારી સ્કીન પર લગાવો. ધ્યાનમાં રાખવું કે બહાર મળતા હળદરના પાવડરને ન ખરીદવો, કારણકે આને ચહેરા પર લગાવવાથી લાલ નિશાન પડી જાય છે.

પપૈયુ

papaya-fruit

પપૈયામાં ‘પોષ્ટીન’ નામનું એન્ઝાઇમ તત્વ મળે છે, જે ચહેરાની ત્વચાને ગોરી કરવામાં મદદરૂપ થાય છે. કાચા પપૈયાને મસળીને ચહેરા પર ૧૫ થી ૨૦ સુધી લગાવી રાખો. ત્યારબાદ ચહેરાને વોશ કરી લેવો. આમ કરવાથી તમને તમારો ચહેરો પહેલા કરતા વધારે સારો લાગશે.

મધ

5_7017_27122014

લીંબૂનો રસ, મિલ્ક પાવડર અને મધને ભેગું કરો. બરાબર હલાવ્યાં બાદ તે તમારી ત્વચા પર લગાવીને 20-25 મિનિટ રહેવા દો પછી પાણીથી ધોઈ દેવું. આ મિશ્રણથી ત્વચામાં ચમક આવી જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,743 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 45

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>