પેશાબમાં બળતરામાં થવી એ સામાન્ય વાત છે. આ બીમારી મહિલા અને પુરુષ બંનેને થાય તેવી છે. આં સમસ્યાના ઘણા કારણો હોય છે જેમકે મૂત્ર પથ સંક્રમણ, કિડની સ્ટોન્સ કે ડિહાઇડ્રેશન. પેશાબમાં બળતરાને કારણે ઘણા લોકો પાસે જરૂરી ટીપ્સ નથી હોતી તેથી તેમને ડોક્ટર પાસે જવું પડે છે. અમે તમને આના ધરેલું નુસખા જણાવવાના છીએ.
* સૌથી પહેલા તો ખુબ પાણી પીવું, જેથી શરીરમાં પાણીની કમી ન રહે અને તમારો પેશાબ પણ સાફ રહે. આખા દિવસમાં ૩ થી ૪ ગ્લાસ પાણી પીવું. જો પેશાબ કર્યા બાદ તમને વધારે સમય સુધી બળતરા રહે તો તમને મૂત્ર પથ સંક્રમણ છે.
* કપડાને ભીનું કરીને નાભી પર થોડા સમય રાખવાથી પેશાબ અને પેશાબની જગ્યાએ થતી બળતરા તરત દુર થશે.
* જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે.
* પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે.
* પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા થવી, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.
* એલચીના ચુર્ણને આમળાના ચુર્ણ સાથે કે આમળાના રસમાં લેવાથી પેશાબની બળતરા દૂર થાય છે.
* દાડમનું શરબત નિત્ય બે વાર પીવું. આનાથી પેશાબની બળતરા બંધ થશે.
* પાતળી છાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
* નાળિયેરનું પાણી ડિહાઇડ્રેશન અને પેશાબની બળતરા દુર કરે છે. તમે નાળિયેરના પાણીમાં ગોળ અને ધાણાના પાઉડરને મેળવીને પી શકો છો.
* વરિયાળીનું શરબત બનાવી તેમાં ચપટી સૂરોખાર (એક જાતનો ક્ષાર) નાખી પીવાથી પેશાબની બળતરા જેવી તકલીફો દૂર થાય છે.
* વરીયાળીનું શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
* એક કેળું ખાઈને આંબળાના રસમાં ખાંડ નાખીને પીવાથી લાભ થાય છે. એકલા કેળા ખાવાથી પણ ફાયદો થાય છે.
* એક ભાગ દૂધ અને એક ભાગ ઠંડા પાણીને મેળવી લેવું, આની માત્રા 300 એમએલ હોવી જોઈએ. આમાં
* એક ચમચી ચૂરણ નાખીને નાખી પી લેવું. આને દિવસમાં ત્રણે સમયે લેવું.
* એક પાણીના ગ્લાસમાં એક ચમચી ધાણાનો પાવડર મેળવીને આખી રાત સુધી પલાળવા દેવો. સવારે તેને ચારણી દ્વારા ચાળીને તેમાં ગોળ કે ખાંડ નાખીને પીવાથી આ સમસ્યા દુર થાય છે.