આજે જયારે મહિલાની વિરુદ્ધ સમગ્ર દુનિયામાં અપરાધ વધતા જાય છે એવામાં તમને જાણીને આશ્ચર્ય થશે કે એક એવો દેશ, જ્યાં મહિલાઓનું મહત્વ વધારે છે અને પુરુષ તેમના માટે ગુલામ છે. આ દેશમાં મહિલાઓ કરે છે રાજ અને પુરુષો કરે છે ગુલામી. ૨૧મી સદીમાં કોઈ કોઈના ગુલામ નથી થતા. અમે આજે તમને એ દેશ વિષે જણાવવાના છીએ જ્યાં મહિલાઓ પુરુષોને ગુલામી માટે રાખે છે જ્યાં પુરુષોને ફક્ત જાનવર જ સમજવામાં આવે છે.
‘વુમન ઓવર મેન’ મોટો વાળા દેશનું શાસન પણ એક મહિલા જ કરે છે. આ દેશ ‘અધર વર્લ્ડ કિંગડમ’ છે, જે ૧૯૯૬માં યુરોપિયન દેશ ચેક રિપબ્લિક થી બનેલ છે. આ દેશની રાજધાની ‘પેટ્રીસીયા-૧’ છે, જ્યાં આનું રાજ ચાલે છે.
જોકે, આને બીજા રાષ્ટ્રોએ દર્જો નથી આપ્યો. આ દેશ પાસે પોતાની કરન્સી, પાસપોર્ટ, જંડો અને પોલીસ દળ પણ છે. આ દેશના નિર્માણ વખતે બે મિલિયન ડોલર એટલે કે બાર કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.
આ અનોખા દેશમાં બીજા દેશથી આવેલ પુરુષોને રાણીને બેસવા માટે સોફો (ખુરશી) બનવું પડે ત્યાંરે રાણી તેના પર બેસે. ખરેખર, આ એક ગજબનો દેશ છે. અહી જો કોઈ પુરુષ ગુલામ ને દારુનું સેવન કરવું હોય તો તેને તે દારુ મહારાણીના પગમાં નાખવું પડે. ત્યાર બાદજ તે તેની પરમિશન લઇને પી શકે છે. અહી પુરુષોને મારવામાં પણ આવે છે. જેથી કહી શકાય કે અહી પુરુષોની લાઈફ જાનવર કરતા પણ ખરાબ છે.
આ દેશમાં અમુક સુવિધાઓ પણ આપવામાં આવે છે જેમકે, અહી ભોજન સમારંભ હોલ, લાઇબ્રેરી, કોર્ટ, યાતના ઘર, શાળા રૂમ, જિમ અને કેદીઓને રાખવા માટે જેલમાં ભોંયરું છે. આ દેશ ત્રણ હેક્ટર એટલે કે 7.4 એકરમાં બનેલ આ દેશમાં ઘણી બધી ઇમારતો બનેલ છે. અહીની મુખ્ય ઈમારતમાં રાણીનો મહેલ છે. અહીંથી જ આખા દેશનું શાસન ચાલે છે. આ ઉપરાંત આ નાનકડા દેશમાં સ્વીમીંગ પૂલ, રેસ્ટોરન્ટ અને વાંડા નાઇટક્લબ પણ શામેલ છે.
અહીની રાજધાની ‘બ્લેક સીટી પેટ્રીસીયા’ છે. આ દેશમાં નાગરિકત્વ લેવું હોય તો તેના માટે કેટલાક નિયમો બનાવ્યા છે જેનું લોકોએ અવશ્યપણે પાલન કરવું જ પડે. જેમકે મહિલાઓ પાસે ઓછામાં ઓછો એક પુરુષ નોકર હોવો જ જોઈએ, મહિલાઓને ઓછામાં ઓછા પાંચ દિવસ મહારાણીના રૂમમાં રહેવું પડે, અધર વર્લ્ડ ના નિયમોનું પાલન કરતી મહિલા હોવી જોઈએ વગેરે…
આ દેશની સૌથી ખાસ અને આશ્ચર્યજનકની વાત એ છે કે આ દેશની મહારાણી ‘પેટ્રીસીયા-૧’ નો ચહેરો આજ સુધી આ દેશ સિવાય બીજા કોઈ લીકોએ નથી જોયો.
આ દેશમાં સૌથી મોટા પદ પર છે રાની. જેણે કોઈ પણ નિર્યણ લેવાનો અધિકાર છે. આમાં બીજા સ્થાને એ પુરુષો રહે છે જેને રાણી સિલેક્ટ કરે. આ પુરુષો રાણીને ટેક્સ આપે છે. આ પુરુષો મન ફાવે તેમ નથી રહી શકતા. તેમને ફરવા માટે, કામ કરવા, લગ્ન કરવા કે પછી કઈ ખરીદી કરવી હોય તો રાણીની પરમિશન અચૂક લેવું પડે છે.
આ દેશમાં સૌથી નીચલા સ્તરે ગુલામ પુરુષો આવે છે જે બધા અધિકારોથી વંચિત છે. નીચલા સ્તરના પુરુષોને રાણી જેમ નચાવે તેમ નાચવું પડે છે.