આ દેશના રસ્તામાં છે એકસાથે ૨૩ અલગ-અલગ દેશોની દુકાનો, અચૂક જાણો

51647

માત્ર દેશ જ નહિ આજકાલ તો માર્કેટ પણ મલ્ટીકલ્ચરલ હોય છે. બ્રિટેનના લેસીએસ્ટર સ્થિત ‘નરબોરોહ’ રસ્તાને દુનિયાની સૌથી બહુસાંસ્કૃતિક રોડ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ દુનિયાની પહેલી એવી એકમાત્ર સ્ટ્રીટ છે જ્યાં એકસાથે ૨૩ દેશોની અલગ-અલગ દુકાનો છે.

આ સ્ટ્રીટમાં ભારત, ચાઇના, પાકિસ્તાન, ટાન્ઝાનીયા થી લઇને યુગાન્ડા અને ઝામ્બિયા જેવા દેશોની દુકાનો છે, જે આ શેરીને સંપૂર્ણ રીતે પોતાના રંગે અને પોતાની અલગ અલગ સંસ્કૃતિથી રંગી દે છે.

સંશોધકોએ સત્તાવાર રીતે આને યુકે ની સૌથી વિવિધતા વાળી શેરી જણાવી છે. એક શોધ મુજબ અહી 222 દુકાનો સ્થિત છે, જેમના માલિક પણ અલગ-અલગ દેશોના છે. કેન્યામાં જન્મેલા 55 વર્ષીય તજીન્દર રીહાલ જણાવે છે કે તેમણે પાછલા સોળ વર્ષોથી અહી ખુબજ બદલાવ જોયો છે, જે તેમણે ખુબજ પસંદ છે.

Bridge_Street,_Chester

યુકેમાં સુપર ડાઇવર્સ સ્ટ્રીટ પ્રોજેક્ટ પર કામ કરી રહેલ લન્ડન સ્કુલ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિટીકલ સાયન્સના શિક્ષણવિદ જણાવે છે કે તેઓ આ વાતથી ખુબ આશ્ચર્યચકિત છે કે અલગ અલગ દેશોથી હોવાને કારણે પણ અહીના લોકો એકબીજાની સાથે યોગ્ય વ્યવહાર કરે છે.

તમને જણાવી દઈએ કે અહી ભારત, પાકિસ્તાન, ચાઇના, કેનેડા, બ્રીટન, ઝિમ્બાબ્વે, તાંઝાનિયા, તુર્કી, ઝામ્બિયા, થાઈલેન્ડ, યુગાન્ડા, સોમાલિયા, પોલેન્ડ, અફઘાનિસ્તાન, જમૈકા, શ્રિલંકા, લીથુઆનીયા, ઈરાન, કેન્યા, કુર્દીસ્તાન, માલાવી, કૅમરૂન અને ઇરાક જેવા દેશોની દુકાનો અહી સ્થિત છે.

5053ffcd-8acb-4d81-83e6-3e398bd9e13f

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,093 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>