ત્વચા બનાવશે સુંદર અને વજન પણ નહિ વધે આ તેલ થી

ઓલિવ ઓઈલનુ નામ તમે અનેક વખત સાંભળ્યુ હશે તો આજે તેના ઉપયોગ વિશે પણ જાણી લઈએ. જો તમને એવુ લાગતુ હોય કે તમારા શરીરમાંથી કોમળતા અને નાજુકતા ગાયબ થઈ ગઈ છે તો તમારે ઓલિવ ઓઈલનો ઉપયોગ તો કરવો જ રહ્યો. ઓલિવ ઓઈલનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો શરીરમાં ચરબીનું પ્રમાણ તો ઘટાડી જ શકાય છે અને સાથે સાથે જો તેનો ઉપયોગ ત્વચામાં કરવામાં આવે તો સ્કીન અને વાળ પણ સારા કરી શકાય છે. તો આવો જાણીએ ઓલીવ ઓઈલના ફાયદા વિશે

olive oil

  • ઓલીવ ઓઈલમાં ખૂબ ઓછી કેલરી હોય છે અને તે ભુખને લાંબા સંય સુધી નિયંત્રણમાં રાખી શકતી હોવાથી ડાયટીંગ કરવામાં મદદ મળે છે. તે સ્વીટ ખાવાની ઈચ્છાને ઘટાડે છે
  • જમાવામાં નિયમીત ઓલીવ ઓઈલનો ઉપયોગ કરવાથી ડાયાબીટીઝનું રીસ્ક ઓછું રહે છે
  • ઓલીવ ઓઈલની મસાજ કરવાથી ડેટ સ્કીનમાં સુધારો થાય છે, તેને કોણી અને છુંટણ પર લગાવવાથી પણ સ્કીનમાં સુધારો થાય છે. આ ઓઈલને ક્રીમની જેમ પણ સ્કીન પર લગાવી શકાય છે
  • ઓલીવ ઓઈલ સ્ટ્રેચ માર્ક દૂર કરે છે, આ તેલ ઢીલી પડેલી સ્કીનને ટાઈટનીંગમાં મદદરૂપ થાય છે
  • ઓલીવ ઓઈલના આઈબ્રુફેનની જેમ પીડાને દૂર કરે છે. તે દર્દ, સોજો અને બળતરાને ઓછી કરે છે. તેથી વાગ્યા ઉપર પણ તેને લગાવી શકાય છે
  • વાળમાં અડધો કપ ગરમ ઓલિવ ઓઇલને તમારા સ્કાલ્પ પર લગાવી મસાજ કરો. ત્યાર પછી ભેજ યથાવત રાખવા માથા પર ગરમ પાણીમાં બોળેલો ટુવાલ બાંધી દો. લગભગ 45 મિનટ બાદ વાળને શેમ્પૂથી ધોઇ લેવાથી વાળને સારું કન્ડીશનર કરી શકાય છે
  • 4 ચમચી મીઠાને 3 ચમચી ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરો. આની પેસ્ટને તમારા હાથ અને આંગળીની મદદથી સંપૂર્ણ ચહેરા પર લગાવો અને બે મિનિટ બાદ ચહેરો ગરમ પાણી અને સાબુના મિશ્રણથી ધોઇ લો. આ પેસ્ટનો દરરોજ એક અઠવાડિયા માટે પ્રયોગ કરો અને પછી ધીમે-ધીમે તેનો રેશિયો અઠવાડિયામાં બે-ત્રણ વારનો કરો. તો તેનાથી ખીલ સરળતાથી મટાડી શકાય છે
  • જો તમારી પાસે શિવિંગ ક્રીમ ખલાસ થઇ ગઇ છે સો સાબુના ફીણનો ઉપોયગ કરવાને બદલે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો. તેને લગાવવાથી ત્વચા ભેજયુક્ત થાય છે અને રેઝરની બ્લેડ સરળતાથી ત્વચા પર ફરી શકે છે. બની શકે કે ઓલિવ ઓઇલથી શેવ કર્યા બાદ તમે શેવિંગ ક્રીમનો ઉપયોગ કરવાનું બંધ કરી દો.
  • જો ભૂલથી તમારા ઘરમાં પેઇન્ટ લગાવતી વખતે વાળમાં તે ચોંટી ગઇ હોય તો તેને ઓલિવ ઓઇલથી દૂર કરી શકાય છે. તેના માટે કોટન બોલને ઓલિવ ઓઇલમાં ડુબાડો અને તમારા વાળને ઘસો, બસ પેઇન્ટ નીકળી જશે. આ રીત આંખો પર લાગેલી મસ્કરાને દૂર કરવા પણ વાપરી શકાય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,836 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>