બધા જાણે છે કે આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે. છતાં પણ લોકો ઘરમાં, હોટેલ્સમાં કે પબ માં જઈને આનું સેવન કરવાનું છોડતા નથી. ઘણા લોકોને આની ખુબ ખરાબ ટેવ પડેલ હોય છે. મોટાભાગે લોક સ્ટ્રેટ કે ડિપ્રેશન ના કારણે આનું સેવન કરતા હોય છે. તો કોઈ મોજશોખ ના માટે. જયારે આલ્કોહોલ પીવામાં કન્ટ્રોલ ન થાય અને વધારે નશો થાય ત્યારે તેને ઉતારવા માટે તમે અમારી આ ટિપ્સ ને યુઝ કરી શકો છો.
* બ્લેક કોફી પીવાથી તમને હેંગઓવર થી છુટકારો મળી શકે છે.
* લેમન જ્યૂસનું સેવન પણ તમે કરી શકો છો.
* એકમાત્રા માં ખાંડ અને મીઠાને મિક્સ કરી લેવું અને પીવું. આ પાણીથી આલ્કોહોલ ના કારણે થયેલ પાણીની કમી ની પૂરતી થશે.
* એક ગ્લાસ નવશેકા પાણીમાં મધ મેળવીને પીવું. આમાં રહેલ પ્રોકટોઝ બોડી માટે ખુબ જ ફાયદાકારક છે. અને સાથોસાથ હેંગઓવર પણ દૂર કરશે.
* ન્હાવું એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સ્ફૂર્તિદાયક છે. આ હેંગઓવર માટે પણ કામ કરે છે. જયારે હેંગઓવર ચઢે ત્યારે ન્હાતી વેળા એ માથા પર ઠંડુ પાણી રેડવું. આનાથી તમે તાજગી મહેસુસ કરશો અને તમારો નશો પણ છુમંતર થઇ જશે.
* લીંબુ ખાવાથી કે કેરીનું ખાટું અથાણું ખાવાથી પણ આ દૂર થાય છે. ટૂંકમાં કોઈપણ ખાટી વસ્તુઓ ખાવાથી હેંગઓવર દૂર થઇ શકે છે.
* કોઈ દ્રંકણ ને છાશ પીવડાવવામાં આવે તો પણ હેંગઓવર ઉતરી જાય છે.
* આ સમસ્યા માટે ચોકલેટ્સ પણ ઉપયોગી છે. કારણકે આમાં શુગર ની માત્રા વધારે હોય છે. તેથી જયારે પણ હેંગઓવર થાય ત્યારે ચોકલેટ ખાઈ લેવી.
* ટામેટા નું જ્યુસ બનાવીને તેમાં લીંબુ મેળવીને પી લો. આનાથી તમને આ સમસ્યા થી રાહત મળશે.