બોલોવુડના એક્ટરોએ કરેલી જાહેરાતો, જેનો લોકોએ કર્યો વિવાદ

જાહેરાતની દુનિયા પણ ખૂબ જ રોચક છે. કંપનીઓ જાહેરાત દ્વારા પોતાની પ્રોડક્ટ અને બ્રાન્ડની વેલ્યૂ વધારે છે. તેના માટે સેલિબ્રિટીઝને કંપની સાથે જોડવામાં આવે છે. પંરતુ કેટલીક જાહેરાત પોતાની સ્ક્રિપ્ટિંગ અને પ્રેઝન્ટેશનને કારણે વિવાદમાં આવી છે. કારણ કે, લોકોની વચ્ચે જાહેરાતનો ચહેરો કોઈ સેલિબ્રિટી હોય છે તો તેને પણ વિવાદોનો સામનો કરવો પડે છે. તેમાં અભિનેતાઓને તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારનું પણ ટેંશન વધી જાય છે. હાલમાં જ એક આવી ઘટના સામે આવી છે. એક અંગ્રેજી સમાચારપત્રએ દાવો કર્યો હતો કે કિસાન ચેનલની જાહેરાત માટે અમિતાભ બચ્ચને રૂપિયા લીધા છે. એવું પ્રથમ વખત નથી કે કોઈ જાહેરાતને લઇને વિવાદ થયો હોય. જાણવાજેવું તમને જણાવી રહ્યું છે, આવી જ વિવાદિત જાહેરાત વિશે જેણે માત્ર સેલિબ્રિટી જ નહીં પરંતુ સરકારની પઉ ઉંઘ ઉડાડી દીધી હતી.

આવો જાણીએ કઈ જાહેરાતના કારણે વિવાદોના વમળમાં ફસાઈ ગયા ઇન્ડોર્સમેન્ટ કરનાર કલાકાર….

જાહેરાત – કિસાન ચેનલ

After the announcement of the dispute, artists and government finely sleep

વિવાદ- જાહેરાતના બદલે અમિતાભ બચ્ચન પર 6.31 કરોડ રૂપિયા લેવાનો આક્ષેપ
ક્યારે - જુલાઈ, 2015

શું છે મામલો

કેન્દ્ર સરકારે મેમાં જ કિસાન ચેનલ લોન્ચ કરી હતી. આ જાહેરાત માટે બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને લેવામાં આવ્યા હતા. એક અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ અનુસાર બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને કિસાન ચેનલની એડ કરવા માટે ફી લીધી છે. જ્યારે અહેવાલ પ્રકાશિત થયા બાદ અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો કે તેમણે એડ માટે કોઈ ફી લીધી નથી. આ મામલે જાહેરાત કંપની, અમિતાભ બચ્ચન અને સરકાર તરફથી ખુલાસા થઈ રહ્યા છે.

કલ્યાણ જ્વેલર્સ

After the announcement of the dispute, artists and government finely sleep

વિવાદઃ વંશીય ટિપ્પણી અને બાળ મજૂરીને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ
ક્યારેઃ એપ્રિલ, 2015

શું હતો મામલો

અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને કલ્યાણ જ્વેલર્સની સાથે 10 કરોડ રૂપિયા વાર્ષિકનો કરાર કર્યો હતો. તેમના પર આક્ષેપ થયો હતો કે જાહેરાત વંશીય હોવા ઉપરાંત બાળ મજૂરીને પ્રોત્સાહન આપે છે. આ જાહેરાતમાં આભૂષણો પહેરેલ એશ્વર્યા રાયની પાછળ એક દુબળો પાતળો શ્યામ રંગનો બાળક લાલ રંગની છત્રી લઇને ઉભો જોઈ શકાય છે. સામાજિક કાર્યકર્તાઓના એક ગ્રુપે એશ્વર્યાને લખેલ પત્રમાં આ તસવીરને ખૂબજ વાંધાજનક ગણાવી હતી. જાહેરાત પર વિવાદ થયા બાદ કલ્યાણ જ્વેલર્સે પોતાના ફેસબુક પેજ પર માફી માગી હતી.

મેગી

After the announcement of the dispute, artists and government finely sleep

વિવાદઃ મેગીમાં લેડની માત્રા નક્કી માપદંડ કરતાં વધુ મળી આવી
ક્યારેઃ જૂન, 2015

શું હતો મામલો

ફૂડ વિભાગે યૂપીના બારાબંકી જિલ્લામાંથી મેગીના 12 અલગ અલગ સેમ્પલ લીધા હતા. ત્યાર બાદ તેની કેન્દ્ર સરકારની કોલકાતા સ્થિત લેબમાં તપાસ કરવામાં આવી. અહેવાલમાં મેગીના પેકેટમાં લેડની માત્રા 17.2 પાર્ટ્સ પ્રતિ મિલિયન (પીપીએમ) મળી આવી છે, એ નક્કી માપદંડ કરતાં લગભગ સાત ગણી વધારે હતી. ત્યાર બાદ એફડીએએ આ તમામ જાણકારી FSSAIને આપી હતી. ત્યાર બાદ ભારતમાં મેગી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ મેગીની જાહેરાત કરનાર અમિતાભ બચ્ચન, પ્રિટી ઝિંટા અને માધુરી દીક્ષિતની વિરૂદ્ધ કોર્ટને નોટિસ ફટકારી હતી.

થમ્સઅપ

After the announcement of the dispute, artists and government finely sleep

વિવાદઃ બોટલ પર ફ્લેવરની જાણકારી પ્રિન્ટ કરી ન હતી, સેમ્પલ બ્રાન્ડિંગમાં નિષ્ફળ
ક્યારેઃ મે, 2015

શું હતો મામલો

મધ્ય પ્રદેશમાં ગુનાના ખાદ્ય અને ઔષધિ વિભાગે થમ્સઅપના સેમ્પલને લઇને તપાસ માટે ભોપાલની સરાકરી લેબમાં મોકલ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, થમ્સઅપે પોતાની બોટલ પર ફ્લેવરની જાણકારી પ્રિન્ટ કરી ન હતી. ગ્રાહકોને ખબર ન હતી કે તેઓ થમ્સઅપના રૂપમાં શું પી રહ્યા છે. ત્યાર બાદ ખાદ્ય અને ઔષધિ વિભાગે બોલીવુડ કલાકાર સલમાન ખાન, અક્ષય કુમાર અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો મહેશ બાબૂને નોટિસ ફટકારવામાં આવી હતી. આ અભિનેતાઓ પર આક્ષેપ હતો કે તેમણે એવી બ્રાન્ડના એમ્બેસેડર તરીકે પ્રચાર કર્યો, જે પે પદાર્થોના માપદંડ પ્રમાણે ન હતી.

ઇમામી ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ

After the announcement of the dispute, artists and government finely sleep

વિવાદઃ આ જાહેરાતમાં શાહરૂખ પુરષોને ગોરા કરવાની ક્રીમના ફાયદા ગણાવતા જોઈ શકાય છે. ત્યાર બાદ શાહરૂખ પર રંગભેદનો આક્ષેપ લાગ્યો હતો.
ક્યારેઃ 2013

શું હતો મામલો

લગભગ બે વર્ષ પહેલા શાહરૂખ ખાને એક ફેરનેસ ક્રીમની જાહેરાત કરી હતી, જેના પર વિવાદ થયો હતો. શાહરૂખને આ જાહેરાતમાં પુરુષોને રૂપાળા કરવાની ક્રીમના ફાયદા ગણાવતા જોઈ શકાય છે. આ જાહેરાતની વિરૂદ્ધ એક ઓનલાઇન કેમ્પેન ડાર્ક એન્ડ બ્યૂટીફુલ શરૂ થયું હતું. ત્યાર બાદ આમિર ખાન સહિત ઘણા બોલીવુડ સ્ટારે એ નિર્ણય કર્યો કે તેઓ કોઈ એવી પ્રોડક્ટની જાહેરાત નહીં કરકે જેમાં આવી ભ્રામક વાતો ફેલાવવામાં આવતી હોય. જોકે શાહરુખ ખાનને આ વિવાદિત મુદ્દા પર ચુપ રહેવાનું જ યોગ્ય લાગ્યું હતું.

લિવાઈસ

After the announcement of the dispute, artists and government finely sleep

વિવાદઃ રેમ્પ શોમાં પ્રચાર કે માટે અશ્લીલ ચેનચાળાનો આક્ષેપ
ક્યારેઃ 2009

શું હતો મામલો

અક્ષય કુમાર વર્ષ 2009માં ત્યારે વિવાદમાં સપડાઈ ગયા જ્યારે, તેઓ ફેશન વીક દરમિયાન રેમ્પ પર ઉતર્યા હતા. અક્ષય કુમાર આ રેમ્પ શોમાં એક જીન્સના બ્રાન્ડ માટે આવ્યા હતા. આ દરમિયાન અક્ષયે પોતાની પત્ની ટ્વિન્કલ ખન્નાને પેન્ટનું બટન ખોલવાનું કહ્યું અને તેમણે એમ કર્યું પણ હતું. ઘણા લોકોએ અક્ષય અને ટ્વિન્કલની આ વર્તનને અશ્લીલ ગણાવ્યું. કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ તો અક્ષયની વિરૂદ્ધ અશ્લીલતા ફેલાવવાનો કેસ પણ કર્યો. જોકેત વિવાદ વકરવા છતાં અક્ષયે તેના પર માફી માગવાની ના પાડી દીધી હતી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,852 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>