2014 ની ટોપ શોધો – જાણવા જેવું

2014 નું વર્ષ અનેક યાદગાર શોધો માટે યાદ રહેશે. તેમાંથી મોટાભાગની શોધો માનવજીવનને સરળ બનાવશે. આપણા ભવિષ્યની તસવીર બદલવામાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. નવી ટેકનોલોજીથી વિજળી બચશે. પર્યાવરણ સુરક્ષિત રહેશે. રોજીંદીની સમસ્યાઓનો ઉકેલ આવશે, સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવામાં મદદ કરશે.

કેટલીક શોધો એન્ટરટેઈનમેન્ટને મજેદાર બનાવશે. જીવનના અનેક પાસાઓ તેનાથી પ્રભાવિત થશે. પ્રસિદ્ધ મેગેઝીન ટાઈમે વર્ષની 25 સર્વશ્રેષ્ઠ યાદી જાહેર કરી છે. તેમાં ભારતના મંગલયાનને ખાસ મહત્વ અપાયુ છે. મંગલયાનને સ્પેસ સાઈન્સનું એક માઈલસ્ટોન મનાય છે. આ યાદી પૈકી કેટલીક શોધો એવી છે જે દરરોજની સમસ્યાઓનો ઉકેલ લાવશે.

બીએમડબલ્યુની ઈલેક્ટ્રીક કારઆ છે 2014ની સર્વશ્રેષ્ઠ શોધો, જે ઉકેલશે રોજીંદી સમસ્યાઓ

બીએમડબલ્યુની આઈ-3 ઈલેક્ટ્રીક કાર કંઈક અલગ છે. તે 113થી 177 કિમી પ્રતિકલાકની ઝડપે દોડે છે. એકવાર રિચાર્જ કરવા પર ત્રણ કલાક ચાલે છે. એક જ પેડલથી ગાડીની ગતિ વધે છે અને બ્રેક લાગે છે. ગેસની મોટરથી બેટરીને રિચાર્જ કરી શકાય છે.

કિંમત : 25 લાખ રૂપિયા

 

સુપર સ્માર્ટ અવકાશ યાન : મંગલ યાનMangalyaan, India's Mars Orbiter Mission, is prepared for its Nov. 5, 2013 launch into space.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવા મા આવેલા મંગલ યાન ને ભારત મને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મંગલ યાન એક એવું અવકાશયાન છે જે કોઈ દેશ ના પ્રથમ પ્રયત્ન મા જ મંગલ ગ્રહ પર પહોચ્યું હોય. અને એ પણ સૌ થી નીચી કિંમત મા.

કિંમત : 450 કરોડ રૂપિયા

વાયરલેસ ઈલેક્ટ્રીસીટીinventions-witricity

હવે તમારું લેપટોપ નું ચાર્જીંગ વાયર કનેક્ટ કર્યા વિના પણ શકય છે. આ ચાર્જીંગ ૮ ફૂટ એટલે કે ૨.૪ મીટર સુધી થઇ શકશે. આ ટેક્નોલોજી તાતા ની કાર અને ઇન્ટેલ ના કોમ્પ્યુટર પર સફળતાપૂર્વક પ્રયોગ થયો. ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાયર વિના જ ઇલેક્ટ્રોનિક સાધનો ચાલતા થઇ જશે.

એપ્પલ વોચapple-watch-silver

૨૦૧૫ ની શરૂઆત મા સ્માર્ટ ફોન ની બેસ્ટ કંપની એપ્પલ હવે સ્માર્ટ વોચ પણ લોન્ચ કરશે. આ ઘડિયાળ તમને સમય બતાવવા ની સાથે સાથે મેસેજ મોકલવા, દિશા જાણવા, સ્વાસ્થ્ય સંબંધીત ફિટનેસ જાળવવા અને વાયરલેસ ટ્રાન્ઝેક્શન મા પણ મદદરૂપ થશે.

કિંમત : લગભગ ૨૧૦૦૦ રૂપિયા

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,186 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>