માઈક્રોસોફ્ટે ખાસ iOS અને એનડ્રોઇડ માટે ટ્રાન્સલેટ એપ બનાવી છે જે ૫૦ ભાષામાં અનુવાદ કરશે. આ એપ iOS અને એનડ્રોઇડની સાથે એપલ વોચ અને સ્માર્ટ વોચ પર પણ કામ કરશે. માઈક્રોસોફ્ટ પહેલાથી જ પોતાની વેબસાઈટ બિંગ, વિન્ડોઝ ફોન અને વિન્ડોઝ ડેસ્કટોપમાં આ સુવિધા આપે છે.
આની ખાસિયતએ છે કે ટ્રાન્સલેટ એપનો ઉપયોગ તમે બોલીને પણ કરી શકો છો. માઈક્રોસોફ્ટની આ ટ્રાન્સલેટ એપ જે ગૂગલને પણ ટક્કર આપશે. જો કે ગૂગલ ટ્રાન્સલેટ એપમાં ફક્ત ૨૭ ભાષા જ ઉપલબ્ધ છે. આ ટ્રાન્સલેટ એપના માધ્યમથી સ્માર્ટ વોચમાં બોલીને પણ અનુવાદ કરી શકાય છે. ઉપરાંત આ એપ અનુવાદના ઉચ્ચારણ પણ કરી આપે છે.