જાણો બોલિવૂડ અને હોલીવૂડ ના સ્ટાર્સ ની ફેવરીટ Bikes vishe

હોલિવુડ અને બોલિવુડ સ્ટાર્સ પણ આપણી અને તમારી જેમ બાઇક્સના દિવાના હોય છે. જો કે, તેમનો આ શોખ પણ ઘણો મોંઘો હોય છે, અને તેમના કલેકશનમાં એક એકથી ચઢિયાતી બાઇક્સ જોવા મળે છે. આવો આજે અમે આપને બતાવીએ છીએ કેટલાક સ્ટાર્સની ફેવરિટ બાઇક્સઃ

સલમાન ખાન

This Hollywood-Bollywood Movie Stars Bikes favorites

બોલિવુડના બેડ બોય સલમાન ખાનની પાસે એક એકથી ચઢિયાતી કારો અને મોટરસાઇકલ્સ છે. તેમના કલેકશનમાં હાયાબુસા જેવી સુપરબાઇક પણ છે, પરંતુ તેમની સૌથી ખાસ બાઇક છે લિમિટેડ કલેકશન સુઝુકી ઇન્ટ્રૂડર એમ1800 આરઝેડ. આ બાઇકની કિંમત હાલ 16 લાખ રૂપિયાની આસપાસ છે.

જોન અબ્રાહમ

This Hollywood-Bollywood Movie Stars Bikes favorites

બોલિવુડના આ સ્ટારને સ્પીડથી વધારે પ્રેમ છે. ધૂમ મુવીમાં તેમના જબરજસ્ત સ્ટંટના કારણે લાખો ભારતીય યુવાનો બાઇકિંગને એક નવા એન્ગલથી જોતા થયા.જોનની પાસે એક 1300 સીસી સિંગલ-સિલિન્ડર સુઝુકી હાયાબુસા છે જેની પર તે કયારેક હાથ અજમાવી લે છે. આ ઉપરાંત, તેમની પાસે એક જોડી યામાહા આર 1 પણ છે. હાયાબુસાની કિંમત લગભગ 16 લાખ રૂપિયા છે.

બ્રાડ પિટ

This Hollywood-Bollywood Movie Stars Bikes favorites

બ્રાડ પિટની પાસે બાઇક્સનું એક મોટું કલેકશન છે. તેઓ વિકેન્ડ્સમાં મોટાભાગે લોસ એન્જિલસના લોસ ફેલિજ વિસ્તારમાં પોતાની કસ્ટમ મેડ ઇકોસ ટાઇટેનિયમ સીરીઝ એક્સએક્સને દોડાવતા જોવા મળે છે. બ્રાડ પિટના આ બાઇક્સની અસલી કિંમતની તો ખબર નહીં, પણ આ મોડલની અન્ય બાઇક્સની કિંમત લગભગ 2 કરોડ રૂપિયાની આસપાસ હોય છે.

સંજય દત્ત

This Hollywood-Bollywood Movie Stars Bikes favorites

સંજય દત્ત હાલ જેલમાં છે, પરંતુ તેમને પણ બાઇક્સનો ઘણો શોખ છે. મુન્નાભાઇની પસંદગીની બાઇક હાર્લી ડેવિડસનની ફેટ બોય છે. તેઓ મોટાભાગે આ બાઇકને લઇને મુંબઇના દરીયાકિનારે પહોંચી જતા. આ બાઇકની કિંમત લગભગ 16 લાખ રૂપિયા છે.

શાહીદ કપૂર

This Hollywood-Bollywood Movie Stars Bikes favorites

શાહીદ કપૂરને પણ હાર્લી ડેવિડસનની ફેટ બોય મોડલ ઘણું જ પસંદ છે. ચોપર સ્ટાઇલ વાળી આ શાનદાર બાઇક ચોકલેટ બોયની પર્સનાલિટીને સૂટ પણ કરે છે. જેમ કે આપને અગાઉથી બતાવવામાં આવ્યું છે તેમ આ બાઇક આપ ખરીદવા માંગો છો તો આપને 16 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.

ડેવિડ બેકહમ

This Hollywood-Bollywood Movie Stars Bikes favorites

ડેવિડ બેકહમની પાસે આમ તો ઘણાં બાઇક્સ છે, પણ તેમના ગેરેજની લેટેસ્ટ બાઇક ક્લાસિક ટ્રાયમ્ફ બોર્નવિલે ટી100 છે. આ બાઇકને તેમણે પોતાની પત્ની વિકટોરિયાના 41માં બર્થ ડે પર લોસ એન્જિલસમાં દોડાવ્યું હતું.

કીનૂ રીવ્સ

This Hollywood-Bollywood Movie Stars Bikes favorites

આ એકટરને આપે હોલિવુડ મૂવી ધ મેટ્રીક્સમાં જોયો જ હશે, પરંતુ આપ કદાચ જ જાણતા હશો કે તે એક મોટરસાઇકલ કંપનીના ઓનર પણ છે. જી હાં, કીનૂ આર્ક મોટરસાઇકલ કંપનીના કો-ઓનર છે અને તેમને પોતાની જ કંપનીની કેઆરજીટી-1 બાઇકને સેન્ટા મોનિકાના રસ્તાઓ પર દોડતી મોટાભાગે જોવા જરૂર મળી શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,695 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 35

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>