અમેરિકામાં હવાઇ રાજ્યમાં 4,000 સ્ટેપની સિડીઓ આવેલી છે, જે વેલી ઓફ હેકૂથી લોકોને 2800 ફૂટ ઉપર પહોંચાડે છે. આ સિડીઓને સ્વર્ગની સિડીઓ કહેવામાં આવે છે. આ સિડીઓને કેહી-એ-કહોઇ નામના ઉંચા સ્થળે લઇ જાય છે. આ સિડીઓ પર ચઢીને ઉપર જવું ગેરકાયદે હોવાછતાં પણ અહીં મોટી સંખ્યામાં આ સિડી પર ચઢવા માટે આવતા હોય છે.
સુરક્ષાકર્મીઓથી બચવા માટે મોટાભાગના લોકો વહેલી સવારે પહોંચી જાય છે અને તે સમયે અહીં અદભુત નજારો જોવા મળતો હોય છે. અહીં આવતા લોકો આ સ્થળને તેઓના આજીવન યાદગાર સ્થળોમાંથી એક ગણે છે. આ સ્થળનું નિર્માણ 1942માં યુએસ મિલેટ્રીએ એન્ટિના લગાડવા માટે કર્યું હતું, જેથી રેડિયો કોમ્યુ. માટે એક નેટવર્ક રચી શકાય. જોકે ત્યારપછી અમેરિકન કોસ્ટગાર્ડે આ એન્ટિનાને પોતાના કબ્જામાં લઇ લીધુ. અત્યારે પણ અહીં 2 લાખ વોટનું એન્ટિના જોઇ શકાય છે. જેને કારણે ઘણી દુર સુધી કોમ્યુનિકેશન કરી શકાય છે. આ સિડીઓ પહેલા લાકડામાંથી બનાવેલી હતી, જેને પછીથી કોંક્રિટની બનાવી દેવામાં આવી હતી. લોકો સરકારને આ સિડીઓ પર ચાલવાનું કાયદેસર કરવાની માગ કરી રહ્યાં છે, જોકે સરકાર પ્રમાણે આ સિડીના મેન્ટેનન્સમાં ઘણો ખર્ચ થશે અને તે ઉપયોગી પણ ન બને.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર