આ છે સૌથી ઊંચામાં ઊંચા પહાડ પર બનેલ દુનિયાની એકમાત્ર હોટેલ

China-Huang-Sha

આના પહેલા અમે તમને ઘણી બધી એવી હોટેલ્સ વિષે જણાવી ચુક્યા છીએ જે હટકે છે. જોકે આજે જે હોટેલ વિષે અમે જણાવવાના છીએ તે સામાન્ય નથી. આ હોટેલની ખાસિયત એ છે કે આમાં જવા માટે તમારે ૬૦,૦૦૦ સીડીઓ ચડવી પડે. જે સામાન્ય વાત નથી.

જો આપણે પાંચમાં માળે રહેતા હોઈએ અને લીફ્ટ ખરાબ થઇ હોય તો દાદરથી જતા આપણને હાફ ચડવા લાગે. જયારે ૬૦,૦૦૦ સીડીઓનું નામ જ સાંભળતા લોકો હાંફી શકે છે. આ જમીનથી લગભગ ૧૮૩૦ મીટરની ઉચાઇએ છે.

આ હોટેલ ચાઈનામાં આવેલ છે. ચાઈનામાં આમતો ઘણી બધી જગ્યાઓ પ્રખ્યાત છે પરંતુ આનું અટ્રેક્શન પણ ઓછુ નથી. અહી જવા માટે તમારે એકદમ ફીટ રહેવાની જરૂર છે.

અહી જતા દુનિયા કેટલી અનોખી છે તે તમે જાણી શકો છો. ચાઈના ની આ હોટેલનું નામ ‘ઝેડ સ્ક્રીન હોટેલ’ છે. આ એક ફોર સ્ટાર હોટેલ છે. અહી જવા માટે તમારે ૬૦ હજાર સીડીઓ ચડવી પડશે. જો તમે સીડીઓ ન ચડી શકો તો અહી કુલી તમને ખુરશી પર બેસાડીને પણ લઇ જશે.

4913227041_324efbb0ac

આ સિવાય અહી કેબલ કારની પણ સુવિધા છે. હોટેલમાં તમે જયારે ઉપર પહોચશો ત્યારે નીચેના નઝારાઓ ખુબ સુંદર દેખાશે. તમે અહીંથી ‘હંગશન માઉન્ટ રેંજ’ નો નઝારો પણ જોઈ શકો છો. આ હોટેલ ખાસ કરીને પર્યટકો માટે જ ખુલી છે.

આટલી ઊંચાઈ પણ હોવા છતા પણ લોકોને આ લક્ઝરી સુવિધા આપે છે. આ સિવાય આ લવ કપલ્સ માટે પણ પ્રખ્યાત છે. અહી એક રેલીંગ છે જ્યાં કપલ્સ તાળામાં નામ લખી ચાવીને ફેકી મન્નત માંગે છે. માનવામાં આવે છે કે અહી ની રેલીંગ માં મન્નત માંગવાથી તે ચોક્કસ પૂર્ણ થાય છે.

અહી ટુરિસ્ટ સેકડો સંખ્યામાં આવે છે. આટલી ઊંચાઈ પર હોવા છતા અહી હોટેલનું બુકિંગ ઓવરફૂલ રહે છે. આ અનોખી હોટેલમાં સ્પા થી લઇ સ્વીમીંગ પુલ સુધીની તમામ સગવડો છે.

15_12_368182301c4-ll

c14e14-8507-431a-ac67-1eccbadf69e8-hotel

123

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,225 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 1 =