આ છે સાચા પ્રેમની વ્યાખ્યા…

maxresdefault

વ્‍યકિત જ્યાં પણ સાચો પ્રેમ અનુભવશે ત્‍યા આપોઆપ જ તણાતો રહેશે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે.પ્રેમ એટલે કંઇ પણ અપેક્ષા વગર નું સમર્પણ.‘ભૂલ તારી નહીં પરંતુ ‘ભૂલ’ મારી છે એમ સમજવું એ જ સાચો પ્રેમ’. પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનુ તો ચાલ્‍યા જ કરે. વ્‍યકિત બધું જ ગુમાવીને અમીર બની જાય, એ જ સાચો પ્રેમ. ગમે તેવુ દુઃખ હોય પણ એ વ્‍યકિત આપણી પાસે આપણી સાથે હોય અને બધુ દુઃખ વિસરાઇ જાય એ જ સાચો પ્રેમ. પરસ્‍પરના વિશ્વાસને કોઇ ડગાવી ન શકે એજ સાચો પ્રેમ. પ્રેમ તો બધાનો સરખો જ હોય છે. પણ પરિસ્‍થિતિ અને સંજોગો અલગ અલગ હોય છે.

અમુક લોકો મૌન રહે છે. એનો અર્થ એવો નથી કે એને કંઇ કહેવુ નથી. કહેવુ તો હોય છે. પણ એના મૌનને સમજનાર કોઇ હોતુ નથી. સાચો પ્રેમ મૌનને પણ સમજી શકે છે.સાચો પ્રેમ એટલે અરિસો ને પડછાયોઃ અરિસો જુઠુ બોલતો નથી ને પડછાયો સાથ છોડતો નથી.

પ્રેમ કોઇ વ્‍યકિતના શરીરને નહી પરંતુ આત્‍માને થાય છે. પ્રેમ વ્‍યકિતની ખુબીને નહી પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્‍યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્‍કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્‍કેલ છે. સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ. જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્‍વીકારનાર કોઇ એક જ હોય છે.

manotopic (15)

પત્ની અને માતા વચ્ચે દરેક માણસ થોડો ઘણો તો પિસાતો જ હોય છે. મોટા ભાગના પુરુષોએ બંને તરફથી ટોણા સાંભળવા પડતા હોય છે. પત્નીએ ક્યારેક તો માવડિયો કહ્યો જ હોય છે અને મોટાભાગની માતા ક્યારેક તો એવું કહેતી જ હોય છે. બૈરી આવી પછી તું એનો થઈ ગયો છે. પુરુષને બંને પ્રત્યે લાગણી હોય છે. મજાની વાત એ હોય છે કે પત્ની અને માતા બંનેને પતિ અને દીકરા પ્રત્યે પ્રેમ હોય છે પણ બંનેની દાનત એવી જ હોય છે કે એ વ્યક્તિ માત્ર ને માત્ર મારા પ્રત્યે જ લાગણી રાખે.પ્રેમને બાંધી ન રાખો. તમે કોઈ ફૂલ લઈ આવ્યા હોય, એ ફૂલ તમારું જ હોય છતાં તમે એવી અપેક્ષા ન રાખી શકો કે એ ફૂલની સુગંધ માત્ર તમને જ આવે. ફૂલની સુગંધ કાબૂમાં રાખવા જશો તો કદાચ એની સુગંધ તમને પણ નહીં આવે.

જીંદગી એ લાગણી પર આધારિત છે વ્યક્તિ જન્મે છે તે પહેલા જ ઘર ની બધી જ વ્યક્તિઓ ને તેના પ્રત્યે લાગણી થવા લાગે છે.લાગણી ની વ્યાખીયા આપીયે તો એક એવો સંબંધ કે જેમા સ્વાર્થ વગર નો પ્રેમ હોય। …… વ્યક્તિ પ્રત્યે એક પ્રકાર નું પોતાના પણું લાગતું હોય અને સામે વળી વ્યક્તિ ના દુ:ખ ને પોતાનું દુઃખ સમજીને તેને આશ્વાસન ના બે બોલ કહેવા એટલે લાગણી .

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,095 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>