આ છે સંસારના અજીબોગરીબ આઇલેન્ડ

Bida-Island-004

આઇલેન્ડનું નામ આવતા જ આપણા મનમાં વિચાર આવે છે કે હરિયાળીથી ભરેલ નેચરલ નઝારા, જેની ચારે બાજુ પાણી હોય અને સુંદર દ્રશ્ય હોય જેણે આપણે સ્વપ્ન માં કે ફિલ્મોમાં નિહારતા હોઈએ છીએ. આઇલેન્ડ રીલેક્સ કરવા અને વેકેશન એન્જોય કરવા માટે બનાવવામાં આવે છે. બધા આઇલેન્ડને સુંદર એવો જમીનનો ટુકડો માનવામાં આવે છે.

અહી લોકોને ભીડ વાળી જગ્યાથી છુટકારો મળે છે. જોકે નેચર બ્યુટીથી દુર દુનિયામાં એવા ઘણા બધા આઇલેન્ડ છે જે રહસ્યમય અને ડરાવના છે.

ડોલ આઇલેન્ડ, મેક્સિકો

25-610x360

ડોલ આઇલેન્ડ મેક્સિકો માં ડોલ આઇલેન્ડ નામથી ફેમસ આઇલેન્ડને “La Isla de la Munecas” ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ આઇલેન્ડના ઓનર ડોન જુલિયન હતા. ડોલ હેગિંગના વિષે કહેવામાં આવે છે કે એક બાળકીના મોતને તેઓ ઈચ્છતા હોવા છતાં પણ નહોતા બચાવી શક્યા. જેથી તેઓને અફસોસ હતો. તેથી તેમને ડોલની યાદ માટે ત્યાં હેંગ શરુ કરી દીધો. અહી મોટી સંખ્યામાં ડોલ્સ છે. કહાની અનુસાર અહીના જાદુ-ટોટકાની કહાની ડરથી ભરેલ છે.

આ ટાપુ ટુરિસ્ટોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ ટાપુ પર અનેક ડરામણી ઢીંગલીઓ ઝાડ પર લટકાયેલી છે. 1990માં જોચિમિકો કેનાલની સફાઇના સમયે આ ટાપુ લોકોની નજરમાં આવ્યો. બાદમાં તે આખા વિશ્વમાં ચર્ચાસ્પદ બન્યો હતો.

સ્નેક આઇલેન્ડ, બ્રાઝીલ

snake-island-1

આ આઇલેન્ડનું સાચું નામ ‘ઇલ્કા ડી કીમાંડા ગ્રાન્ડ’ છે. આ આઇલેન્ડ પૃથ્વીની અત્યંત ખતરનાક જગ્યા છે. બ્રાઝિલનું શહેર સાઓ પાઉલો રાજ્યના સાન્ટોસ કિનારેથી લગભગ 90 માઇલના અંતરે આ આઇલેન્ડ એટલાન્ટિક મહાસાગર માં સ્થિત છે. ખડકો વાળા આ ટાપુમાં આજસુધી માનવ વસ્તી નથી વસાવવામાં આવી.

આ સ્નેકલેન્ડમાં પ્રતિ ચોરસ મીટર દીઠ ક્ષેત્રફળમાં 1 થી 5 ગોલ્ડન લાંસહેડ મળે છે. અહી દુનિયામાં સૌથી ઝેરીલા સાપની પ્રજાતિઓ છે. બ્રાઝીલના નેવીએ લોકોને આ જગ્યા પર જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે.

શ્રાપિત આઇલેન્ડ, ઇટાલી

gaiola-island-12

ઇટાલી ના  isola la gaiola island ને શ્રાપિત માનવામાં આવે છે. આ આઇલેન્ડમાં જે પણ ઓનર બને તેની સાથે અજીબ અજીબ ઘટનાઓ ઘટવા લાગે છે. 1920 માં એક સ્વિસ માલિક હેઇન્સ બ્રાઉનનું અચાનક મૃત્યુ થયું અને તેની લાશ કારપેટમાંથી મળેલ. આ ઉપરાંત આને ખરીધ્યા બાદ આના અન્ય માલિકોનું મૃત્યુ થયું તો કોઈનું નુકશાન થયું.

કરચલા નો આઇલેન્ડ, ઓશન

red-crab-migration-2[2]

135 ચોરસ કિમીમાં સ્થિત આ આઇલેન્ડની માહિતી 1643 માં મળી. આ ટાપુમાં 14 પ્રજાતિઓના લાલ કરચલા જોવા મળે છે, જેની સંખ્યા 120 મિલિયન ની નજીક છે.

રેબિટ આઇલેન્ડ, જાપાન

4-

જાપાન ના Okunoshima island ને Rabbit island કહેવાય છે. અહી હજારોની માત્રામાં સસલાઓ છે. આ આઇલેન્ડને જાપાને દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન ઉપયોગ થતો કેમિકલ હથિયારોને બનાવવાની જગ્યા માટે બનાવ્યો હતો. આ ટાપુમાં 1929 અને 1945 વચ્ચે જાપાનીઝ દળો દ્વારા અહી ખાનગીમાં 6 હજાર ટન ઝેરી ગેસ બનાવ્યો હતો. આ ગેસની કસોટી કરવા માટે અહી સસલાઓને લાવવામાં આવ્યા હતા.

મિયાકેઝીમા ઇશૂ આઇલેન્ડ – જાપાન

ae3ad5c3ee1c91c6e12f94487a538d8d

જાપાન સ્થિત મિયાકેઝીમા ઇશૂ આઇલેન્ડમાં વારંવાર ન્યુક્લીઅર અકસ્માતો અને અર્થક્વેકની ધટનાઓ ખુબ થાય છે. આને ઇઝું સેવન (Izu 7) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહી ઓયામા જ્વાળામુખી ફાટતો રહે છે. જેના કારણે લોકો અહી સ્વચ્છ હવાનો શ્વાસ નથી લઇ શકતા. જાપાનિઝ ના આઇલેન્ડમાં જીવતા રહેવા માટે બધા લોકોને ગેસ માસ્ક પહેરવા પડે છે. અહીનું વાતાવરણ ઊંચા સ્તરના ઝેરીલા ગેસોથી ભરી પડેલ છે. આ દ્વીપમાં એક નહિ, અનેક મુસીબતો પણ છે.

Comments

comments


11,407 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 2 =