આ છે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સ્કિ રિસોર્ટ

આ છે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સ્કિ રિસોર્ટ

સતત બીજા વર્ષે ફ્રાન્સનો સૌથી વધુ વ્યાપ ધરાવતો સ્કિ રિસોર્ટ વાલ થોરેન્સ વિશ્વના શ્રેષ્ઠ સ્કિ રિસોર્ટમાં સ્થાન પામ્યું છે.

વર્લ્ડ સ્કિ અવાર્ડનો બીજો સમારોહ ઓસ્ટ્રિયાના એ-રોઝા કિત્ઝબુહેલમાં આ વિકેન્ડમાં યોજાઈ ગયો. આ સાથે વાલ થોરેન્સે ફરી આ ટાઇટલ જીતી લીધું છે. આ માટે દુનિયાભરમાંથી એક્ઝિક્યૂટિવ, ટ્રાવેલ બાયર અને ટુર ઓપરેટિર, મીડિયા તેમજ પ્રવાસીઓ દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ ટ્રાવેલ અવોર્ડ કે જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનો ઓસ્કાર ગણાય છે તેના દ્વારા આ વર્લ્ડ સ્કિ અવોર્ડનું આયોજન કરાયું હતું.

અવોર્ડના અન્ય નામી વિજેતાઓમાં અમેરિકાના પાર્ક સિટી ઉતાહનું સ્ટેઇન એરિક્સેન લોજ ‘બેસ્ટ સ્કિ હોટેલ’ તરીકે, જ્યારે કેનેડાના બિગહોર્નમાં આવેલ બ્રિટિશ કોલમ્બિયા ‘બેસ્ટ સ્કિ શેલે’ અને સ્વીટ્ઝરલેન્ડમાંથી કોન્ટિનેટન્ટલ ડેવોસ ‘બેસ્ટ ન્યૂ સ્કિ હોટેલ’ તરીકે સ્થાન પામ્યા હતા.

૨૨ નવેમ્બરના રોજથી મે ૧૦ સુધી દુનિયાભરના આ સ્કિ રિસોર્ટ ખુલી રહ્યા છે. આ દરમિયાન જ આ વિજેતા નામોની જાહેરાત કરવામાં આવતા રિસોર્ટ અને હોટેલને ઘણો લાભ થવાનો છે.

આ વર્ષે વાલ થોરેન્સમાં યુરોપમાં સૌથી ઉંચા ઝીપવાયર ઉપરાંત સ્કિ લિફ્ટ અને સ્લોપ માટે ૪૦ મિલિયન યુરોનો થર્ચ થવાનો અંદાજ છે. આ સાથે નવા ૮૦૦ બેડના વિલેજ પણ ઉભા કરાશે.

વિશ્વનું કેપિટલ સ્કિ ગણાતું વાલ થોરેન્સ આ વર્ષે બે વર્લ્ડ કપ ઇવેન્ટનું યજમાન પણ બનવા જઈ રહ્યું છે.
આ રિસોર્ટ ૬૦૦ કિલોમીટરથી વધુના વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાંનો ૯૯ ટકા વિસ્તાર ૨૦૦૦ મિટરની ઉંચાઈએ આવેલો છે. ફ્રેન્ચ પર્વતમાળામા આવેલા આ રિસોર્ટમાં ૩ વેલી અને ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડ અને ઇટલીને આવરતા ૧૦૦થી વધુ અલ્પાઇન સમિટ આવેલા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,684 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>