આ છે વિશ્વનું સૌથી મોંધુ ભોજન

14-white-truffles-105-million.w529.h352

આજ સુધી તમે ખાવામાં અંદાજીત કેટલો ખર્ચો કર્યો હશે? લગભગ હજાર, પાંચ હજાર કે ફાઇવ સ્ટાર હોટેલમાં જાવ તો વધારેમાં વધારે 15 હજાર. પણ શું તમે દુનિયામાં બનતા એવા ભોજન વિષે સાંભળ્યું છે જેણે ખાવા માટે તમારે તમારી મિલકતો વહેચવી પડે!

આજે અમે તમને દુનિયાના એવા ફૂડ વિશે જણાવવા છીએ જેની કિંમત લાખો અને કરોડોમાં છે.

સૌથી મોંધો કબાબ

PAY-The-worlds-most-expensive-kebab

યુકેમાં વિશ્વનો સૌથી મોંધો કબાબ બને છે. જેની કિંમત 750 પાઉન્ડ રાખવામાં આવી છે. આ કબાબને પ્રખ્યાત શેફ એન્ડી બેટ્સ તૈયાર કરેલ છે. આ કબાબ વિષે દાવો કરવામાં આવે છે કે આમાં વિશ્વના સૌથી સારા મસાલાઓ નાખવામાં આવે છે. આ મોંધા કબાબની સાથે ડીલીશીયસ સલાડ પણ સર્વ કરવામાં આવે છે. ઉપરાંત આમાં બધા પ્રકારની જૈવીક સામગ્રીઓ નાખવામાં આવી છે.

મેટસુટેક મશરૂમ

mushroom

જાપાનમાં ઉગાડવામાં આવતો મેટસુટેલ મશરૂમ દુનિયાનો સૌથી મોંધી મશરૂમ છે. આને જાપાનીઝ લોકો દીર્ઘાયુનું (લાંબુ આયુષ્ય) હોવાનું પ્રતિક માને છે. આ મશરૂમની કિમત 1000 $ છે. આનું મોંધુ હોવાનું કારણ એ છે કે આ જંગલી સ્થાનો પર થાય છે. આ મશરૂમ સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય છે. જાપાનીઝ લોકો આ મોંધા મશરૂમને બીજા લોકોને ગીફ્ટ પણ કરે છે.

રોયલ પિઝ્ઝા

10-of-the-most-expensive-foods-in-the-world-5

પિઝ્ઝા નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય ખરુંને? આને ખાવાનું બધા લોકો પસંદ કરે છે. ચીકનની પછી આપણી દુનિયામાં પિઝ્ઝા સૌથી લોકપ્રિય ફૂડ છે. 12 ઇંચના આ પિઝ્ઝામાં કોગનેકમાં ભીંજવેલ લોબસ્ટર, શેમ્પેઈન માં ડુબાડેલ કેવિયર (માછલીના ઈંડા), ટામેટાનો સોસ, સ્ટોકીશ સેલમન અને ડુક્કરના માંસ વગેરેથી બનાવવામાં આવે છે. માત્ર આટલું જ નહિ આમાં 24 કેરેટ સોનાના ફ્લેક્સ નાખવામાં આવે છે. આ ડોમેનિકો ક્રોલ્લા એક સ્ટોકિશ શેફની ડીશ છે. આ પિઝ્ઝા ને ‘પિઝ્ઝા રોયલે 007’ ના નામે ઓળખવામાં આવે છે.

રેમન નૂડલ્સ

1348045094437_1348045094437_r

આની કિંમત લગભગ  110 $ છે. આને ટોક્યો ના ફૂઝીમાકી ગેકીયો રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવે છે. આમાં ઓછામાં ઓછા ૨૦ જાતના મસાલાઓ અને અન્જ્ય વસ્તુઓ ઉમેરવામાં આવે છે.

ઇટાલિયન વ્હાઇટ આલ્બા ટ્રફલ

14-white-truffles-105-million.w529.h352

એક મશરૂમ માટે કરોડો રૂપિયા ખર્ચવા એ ખરેખર ગજબની વાત છે. પરંતુ આ પ્રજાતિના ટ્રફલ મશરૂમ ખુબ જ દુર્લભ છે. આ મશરૂમ બધી જગ્યાએ ઉપલબ્ધ નથી થતા તેથી આ ખુબ મોંધા છે. હોંગકોંગ ના એક રિટેલ ઇન્વેસ્ટરે આને 1.5 કિલો આલ્બા ટ્રફલ 1.60 લાખ ડોલર એટલેકે 1.06 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

લુવાક કોફી

kopi-luwak-what-makes-the-coffee-the-most-expensive-in-the-world

આ કોફીને લુવાક નામના બિલાડી જેવા દેખાતા જાનવરના મળથી બનાવવામાં આવે છે. આના એક કપ કોફીની પ્રાઈઝ  30 $ છે.

Comments

comments


11,426 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 4