શું તમે બર્ગર ખાવાના શોખી છો? જો તમે દુનિયાથી કઈક અલગ ખાવાનો શોખ રાખતા હોઉં તો તમારી માટે એક ખુશખબરી છે. શું તમે ક્યારેય રોયલ બર્ગર ખાધું છે? આ બર્ગરને ખરીદવું એ બધાની વાત નથી. આ કોઈ ૨૫-૫૦ રૂપિયાનું સામાન્ય બર્ગર નથી.
ઇંગ્લેન્ડમાં એક એવું રેસ્ટોરન્ટ છે જે પોતાના ગ્રાહકોને રોયલ બર્ગર ખાવાનો ચાન્સ આપે છે. આ બર્ગરને દુનિયાનું સૌથી મોંધુ બર્ગર માનવામાં આવે છે, જેની કિમત 1100 પાઉન્ડ (લગભગ 1 લાખ 85 હજાર રૂપિયા) છે.
આ એક્સપેન્સીવ બર્ગર બનાવનાર રેસ્ટોરન્ટનું નામ ‘હોન્કી ટોન્ક’ છે, જે વેસ્ટ લન્ડનમાં સ્થિત છે. આ બર્ગરને ‘ક્રિસ લાર્જ’ નામના શેફે બનાવ્યું છે. આમાં હેમબર્ગરનું બીફ, ન્યુઝિલેન્ડનું વેનિસન, કેનેડાનું લેબસ્તર, ઇરાનીયન કેસર અને વિશ્વના અન્ય દેશોમાંથી આમાં ઉપયોગી થતી દુર્લભ સામગ્રી નાખવામાં આવી છે.
આ બર્ગરમાં ઉપરના પડ તરીકે સોનાનું કવર લગાવવામાં હતી. આને બનાવવામાં શેફ ક્રિસ લાર્જ ને ત્રણ મહિના લાગ્યા હતા. આ રેસ્ટોરન્ટ બ્રિટેનના ચેલ્સી શહેરમાં સ્થિત છે. આને ટોપિંગ કરવા માટે લોબસ્ટરની ઉપર મેપલ સીરપ, બેલુગા માછલીના ઈંડા અને બતકના ઈંડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.