વિશ્વ ની રસપ્રદ નોકરીઓ વિષે જાણો – જાણવા જેવું

બેરોજગારી આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે, જોકે દરેક સમસ્યાનો ઉપાય હોય જ છે. સરકાર નવી નોકરી તૈયાર કરીને આપે તે કરતા ઘણીવાર બેરોજગારોએ પણ અમુક નવા વિકલ્પો પર નજર કરવી જરૂરી છે. આજે અમે તમારી સમક્ષ એવી વિચિત્ર નોકરીઓની યાદી રજૂ કરી રહ્યાં છીએ, જેમાં બેરોજગારો એકવાર જંપલાવે છે અને પછી તેઓ કોઇપણ પ્રકારના વધારાના કામ વગર આરામથી લાખોની કમાણી પણ કરતા હોય છે.

આ નોકરીઓ સામાન્ય પ્રોફેશન જેવી તો નથી હોતી પરંતુ કમાણીની તકો અહીં અઢળક હોય છે.આ વિચિત્ર નોકરીઓમાં સ્પર્મ ડોનેશનથી લઇને સેક્સ ટોયઝના ટ્રાયલ સુધીની નોકરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણા દેશમાં ચૂંટણીમાં પ્રચાર કરવો એ બેરોજગારોને સારી એવી કમાણી કરાવી આપે છે.

સ્પર્મ ડોનેશન

વિકી ડોનર ફિલ્મે સ્પર્મ ડોનેશન જેવી વિચિત્ર નોકરીને અનોખી રીતે જગજાહેર કરી હતી

This is the world's most fantastic jobs, many people in India and earnings

વિકી ડોનર નામની બોલિવુડ ફિલ્મે આ ઉદ્યોગથી ઘણા યુવાનોને માહિતગાર કર્યા અને ઘણા બેરોજગાર યુવાનોએ આનંદની અમુક ક્ષણો સાથે કમાણી કરવાના આ વિચિત્ર કિમીયા દ્વારા કમાણીની શરૂઆત પણ કરી દીધી છે. જોકે, ભારત જેવા દેશમાં નિસંતાન દંપતીની સંખ્યા પણ ઓછી નથી. તેથી આ વિચિત્ર નોકરી કોઇને સંતાન સાથે જીવનભરની ખુશી આપે છે.

શાર્ક ટેંક ક્લિનર

This is the world's most fantastic jobs, many people in India and earnings

આ વિચિત્ર અને જોખમી નોકરી માટે ઘણા ઓછા લોકો જ તૈયાર થતા હોય છે. આ નોકરી ક્યારેય કોઇના માટે ડ્રિમ જોબ ન હોઇ શકે. પરંતુ દરિયાઇ જીવો પ્રત્યે લગાવ રાખનારા અને સાહસિકો મોટા પ્રમાણમાં નાણા મળતા હોવાને કારણે આ નોકરી કરતા જોવા મળે છે.

ચૂંટણી પ્રચાર

This is the world's most fantastic jobs, many people in India and earnings

આજના સમયમાં દેશમાં ચૂંટણી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતરતા હોય છે, આ ઉપરાંત દરેક ઉમેદવારો લાખો રૂપિયા ચૂંટણી પ્રચાર માટે ખર્ચ કરતા હોય છે. તેથી જો તમે કોઇ પક્ષ કે ઉમેદવાર સાથે મળીને તેનો પ્રચાર કરો તો પણ ઓછા સમયગાળામાં વધુ કમાણી સરળતાથી કરી શકો છો. ઘણા એવા બિઝનેસ પણ છે જે ચૂંટણી સમયે ધમધમતા હોય છે અને તેઓ અમુક જ સમયમાં આખા વર્ષ જેટલી કમાણી પણ કરી લેતા હોય છે.

ટ્રાવેલ સુપરવાઇઝર

This is the world's most fantastic jobs, many people in India and earnings

વિશ્વભ્રમણ કરવું એ ક્યારેય સરળ બાબત હોતી નથી. જોકે ટ્રાવેલ સુપરવાઇઝર તરીકે તમે કામની સાથે ફ્રીમાં વિવિધ સ્થળોની મુલાકાત પણ લઇ શકો છો. એક રીતે તમને વેકેશન માણવાના પૈસા મળી રહ્યાં હોય છે, જોકે તેની સામે કામ અન્ય નોકરીઓ કરતા ઘણું ઓછું રહે છે.

એસ્કોર્ટ એટ આર્ટ શો

This is the world's most fantastic jobs, many people in India and earnings

જો તમે આર્ટ લવર છો અને તમે દરેક શોમાં પહોંચી નથી શકતા તો આ નોકરી તમારા માટે છે. ઘણા થિયેટર્સ તમને શો જોવા માટે ખાસ આમંત્રિત કરશે અને તમને પ્રેક્ષક બનવાના પણ રૂપિયા મળી શકે છે. ઘણા થિયેટર્સ આ રીતે લોકોને પૈસા આપતા હોય છે. ફિલ્મોમાં પણ પેઇડ પબ્લિકનો ટ્રેન્ડ ઘણો જોવા મળે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,434 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>