જાણો દારૂ ની વિવિધ બોટલ્સ વિષે

વિશ્વના વિવિધ દેશોમાં દારૂની સાથે તેને ભરવાની બોટલોમાં પણ વિવિધતા જોવા મળે છે. આજે અમે અહીં તમારી સમક્ષ અમુક વિચિત્ર આકારની દારૂની બોટલોની એક શ્રેણી રજૂ કરી રહ્યાં છે. જે વિવિધ દેશોમાં દારૂ બનાવતી કંપની દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ બોટલોમાં કોઇ માણસની ખોપડીના આકારની છે તો અમુકનો આકાર છરી જેવો. આ ઉપરાંત એકે-47 અને ચેસ બોર્ડની ડિઝાઇનવાળી બોટલો પણ તૈયાર કરવામાં આવે છે.

ક્રિસ્ટલ હેડ વોડકા

This is odd bottles of liquor produced in different countries of the world

ગ્લોડફિલ ઇન કોર્પોરેશનની આ વોડકા બ્રાન્ડને કેનેડામાં બનાવવામાં આવે છે. માણસોની ખોપડીના આકારની આ બોટલ કાંચની બનેલી છે જ્યારે તેનું ઢાંકણું લાકડાનું બનેલું છે. આ બોટલને જ્હોન એલેક્ઝેંડરે ડિઝાઇન કરેલી છે.

ખુકરી રમ

This is odd bottles of liquor produced in different countries of the world

1974માં નેપાળના રાજા વિરેન્દ્રસિંહના રાજ્યાભિષેક પ્રસંગે પ્રથમવાર ખુકરી રમ તૈયાર કરવામાં આવી હતી. આ ટ્રિપલ એક્સ રમ બોટલોને હાથ વડે જ તૈયાર કરવામાં આવે છે અને તેની પર રફ ફિનીશીંગ હોય છે.

બોમ્બે સેફિર રિવીલેશન ક્લેક્શન

This is odd bottles of liquor produced in different countries of the world

બકાર્ડીની આ બ્રાન્ડને 1978માં તૈયાર કરવામાં આવી હતી. જેને 2008માં નવા નામ સાથે લોન્ચ કરવામાં આવી હતી. આ બોટલને કરીમ રાશિદે ડિઝાઇન કરી હતી, જેને હાથથી કાપવામાં આવેલા ક્રિસ્ટલથી તૈયાર કરવામાં આવે છે અને તેને હિરા અને નીલમ વડે સજાવવામાં આવે છે.

કલાશિનકોવ વોડકા એકે-47 બોટલ

This is odd bottles of liquor produced in different countries of the world

વર્ષ 1900માં શરૂ કરવામાં આવેલી આ બ્રાન્ડનું નામ કાનામ જનરલ મિખાઇલ કલાશિનકોવનાં નામ પરથી રાખવામાં આવેલો છે અને જેની બોટલને એક-47 જેવો આકાર આપવામાં આવ્યો છે.

જેક ડેનિયલ્સ ચેસ સેટ

This is odd bottles of liquor produced in different countries of the world

લોકપ્રિય બ્રાન્ડ જેક ડેનિયલ્સ બ્રાન્ડના સ્પેશિયલ એડિશનમાં ચેસ સેટના આકારમાં નાની-નાની બોટલો તૈયાર કરવામાં આવી છે, જેને લાકડાના એક સુંદર બોક્સમાં મુકવામાં આવે છે.

મિડીયા વોડકા પ્રોગ્રામેબલ બોટલ

This is odd bottles of liquor produced in different countries of the world

આ બોટલમાં એલઇડી મેસેજની સુવિધા આપવામાં આવી છે, આ બોટલ પર રહેલા એલઇડી સ્ટ્રિપ પર તમે 255 કેરેક્ટરના 6 હોલીડે મેસેજ લખાવડાવી શકો છો.

એબ્સોલ્યુટ વોડકા

This is odd bottles of liquor produced in different countries of the world

વોડકાની ત્રીજા નંબરની સૌથી મોટી કંપની એબ્સોલ્યુટે 2007માં ડિસ્કો નામથી અમુક હટકે બોટલ્સ લોન્ચ કરી હતી. આ વોડકા બોટલો ડિસ્કો લાઇટ્સ જેવી લાગે છે અને તેને દિવાલ પર લટકાવવા પર મિરર ઇફેક્ટ આપે છે.

બોંગ સ્પિરીટ વોડકા

This is odd bottles of liquor produced in different countries of the world

વર્ષ 2005માં આર્ટિસ્ટ જીમી બીચે કંપનીના નામ બોંગને આધારે અલગ જ પ્રકારની વોડકા બોટલ તૈયાર કરી હતી.

મિલાગ્રો રોમાન્સ ટેકિલા

This is odd bottles of liquor produced in different countries of the world

આ બ્રાન્ડની બોટલમાં ત્રણ જુદા-જુદા લેયરમાં પાણી રાખવામાં આવેલું હોય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

6,055 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 + 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>