આ છે મુસ્લિમ દેશની સૌથી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ રોયલ ક્વીન ‘રાનીયા’

rania

મુસ્લિમ દેશ જોર્ડન ની ક્વીન ‘રાનીયા અલ અબ્દુલ્લાહ’ ને દુનિયાની પ્રખ્યાત રોયલ પર્સનાલિટી ઘરાવતી સુંદર રાણી માનવામાં આવે છે. ઘણા મુસ્લિમ દેશો છે જેમાં આજેપણ રાજશાહી ની પ્રથા ચાલે છે. જોર્ડન દેશ પણ આમાંથી જ એક છે.

જોર્ડન ના રાજા ‘અબ્દુલ્લાહ’ દ્રિતીય (II)’ ની પત્ની રાનીયા છે. જોવામાં નાજુક એવી ૨૭ વર્ષની લાગતી ક્વીન રાનીયા ની ઉંમર જાણીને તમે ચોંકી જશો. રાનીયા ની ઉંમર ૨૭ વર્ષ નહિ પણ ૪૬ વર્ષ છે.

સોશિયલ મીડિયા સહીત દુનિયામાં લોકો રાનીયા ની ખુબસૂરતી ના દીવાના છે. રાનીયા ખુબ જ સ્ટાઈલીશ છે. તેનું ડ્રેસિંગ સેંસ ખરેખર આકર્ષિત છે. ક્વીન દેખાવમાં જેવી સુંદર છે તેવી જ દિલથી પણ સારી છે. આ માનવ અધિકાર, શિક્ષા, સ્વાસ્થ્ય અને મહિલા અધિકાર સાથે જોડાયેલ મામલામાં હંમેશા એક્ટીવ રહે છે. તે મહિલાઓ માટે સમાજસેવા ની જેમ જ કામ કરે છે.

224112015

કદાચ આજ કારણે સોશિયલ મીડિયામાં આના ઘણા બધા ફોલોવર્સ છે. રાનીયા વિષે એક વાત ચોંકાવનાર છે, જેમકે આ ક્વીન ના ફેસબુક પેજ પર તેના ચાહકો ૧ કરોડ કરતા પણ વધુ છે, જોકે સમગ્ર જોર્ડન ની વસ્તી આટલી નથી. આનો અર્થ એ કે જોર્ડન સિવાય દેશ-દુનિયામાંથી ઘણા લોકો આના ચાહકો છે. ઉપરાંત ઇન્સ્ટાગ્રામ માં પણ આના કરોડો ફેંસ છે.

પોતાની ખુબસૂરતી માટે તે મોર્નિંગમાં રોજ યોગા કરે છે અને લીલા શાકભાજીનું વધારે સેવન કરે છે. સૌથી સારી વાત તો એ છે કે બોલીવુડ ના ખિલાડી કુમાર ‘અક્ષય કુમાર’ પણ રાનીયા ના જબરા ફેન છે. જયારે ઈરાક-કુવૈત વચ્ચે યુદ્ધ થયું ત્યારે ત્યાં સ્થિત ૧ લાખ ૭૦ હજાર ભારતીયોને નીકાળવામાં જોર્ડન અને તેની રાણી રાનીયા નું ખુબ મોટું યોગદાન રહ્યું. અક્ષય કુમાર ની ફિલ્મ ‘એરલીફ્ટ’ માં આ ધટના બતાવી છે.

716255789bfbb3c05ae9ac2d3919c33d

આવું સારું કામ કરવા બદલ અક્ષય કુમારે ટ્વીટર પર તેમના પ્રતિ આદર દર્શાવી થેંક્યું પણ કહ્યું હતું. લગ્ન પહેલા પણ રાનીયા નો જન્મ એક અમીર પરિવારમાં થયો હતો. લગ્ન પહેલા તેની પાસે ૨૨૮ કરોડની સંપત્તિ હતી. જોકે, હાલ તેની પાસે કેટલી સંપત્તિ છે તેનો ખુલાસો નથી કરવામાં આવ્યો. ફોર્બ્સ ૨૦૧૬ માં દુનિયાની ૧૦૦ પાવરફુલ મહિલાના લીસ્ટમાં રાનીયા ને શામેલ કરવામાં આવી હતી.

રાનીયા કિકબોક્સિંગ અને કરાટે ની સપોર્ટપર્સન છે. જયારે તે ફ્રી હોય છે ત્યારે પોતાની ફેમિલી માટે સમય આપવો તેણીને વધારે ગમે છે. ક્વીન ના પિતા કુવૈતમાં ડોક્ટર છે. રાનીયા ના ચાર સંતાનો છે. મોટો છોકરો ૨૦ વર્ષનો છે જેનું નામ રાજકુમાર પ્રિન્સ હુસૌન, રાજકુમારી ઈમાન, રાજકુમારી સલમા અને રાજકુમાર હાશિમ તેના બાળકો છે.

તેણીએ લગ્ન પહેલા ફક્ત ત્રણ વાર જ રાજા સાથે મુલાકાત કરી અને બાદમાં શાહી લગ્ન કર્યા હતા. રાણી બનતા પહેલા અમ્માન માં તેણીએ એપ્પલ કોમ્પ્યુટર સાથે કામ કર્યું હતું. મેરેજ બાદ વર્ષ ૧૯૯૯ માં રાજગાદી સાથે કિંગ અને ક્વીન નો દર્જો તેમને મળ્યો.

1472630716_21

rania2_0

0c62dd55e27a13d6eb3274fe7b5c20ce

107559

2D4D889300000578-3268387-image-a-19_1444576711146

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,710 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>