વિદેશોમાં રહેલા ઘણા એવા એથ્લેટ્સ અંગે તમે સાંભળ્યું હશે કે જેઓને ‘રબર મેન’ તરીકે ઓળખવામાં આવે છે, જોકે તમે ક્યારેય ભારતીય રબર મેન વિશે સાંભળ્યું છે ખરા? જો ન સાંભળ્યું હોય તો જોઇ લો આ વ્યક્તિ રામમહેર પૂનિયાને. જીંદના પેગા ગામમાં રહેતા રામમહેરને પણ સૌકોઇ ‘રબર મેન’ તરીકે જ ઓળખે છે. તે પોતાના અદભુત ટેલેન્ટથી બંને ખભાઓને પણ છાતીએ ચોંટાડી દે છે અને આ જ રીતે તે ખભાને પીઠ સાથે પણ ચોંટાડી શકે છે.
બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, પ્રિટી ઝિન્ટા પણ છે રામમહેરની ફેન
35 વર્ષિય રામમહેર જણાવે છે કે તેણે સૌપ્રથમ 41 સિડીઓ તોડીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. ત્યારબાદ તેણે પ્રિટી ઝિન્ટાના શોમાં 60 સિડીઓ તોડીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. તેણે લિમકા બુક ઓફ રેકોર્ડ્ઝમાં પણ પોતાનું સ્થાન નોંધાવેલું છે.
રામમહેર પાંચમાં ધોરણમાં હતો ત્યારે તેના શિક્ષકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની માહિતી તેને આપી હતી અને આ ગિનીઝ બુકમાં નામ નોંધાવવાની ધૂને તેને આ ટેલેન્ટ વિકસાવવામાં ઘણો પ્રોત્સાહિત કર્યો હતો. રામમહેર વ્યવસાયે ખેડૂત છે, જોકે પોતાના ટેલેન્ટને તેઓ ઇટાલી અને ભારતના ઘણા શહેરોમાં દેખાડી ચૂક્યા છે. તેઓ ખેતીની સાથે 4 કલાક રોજ અભ્યાસ કરે છે.
ગિનીઝબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મળેલા મેડલ સાથે રામમહેર
લિમકા બુક ઓફ રેકોર્ડ્ઝના સર્ટિફિકેટ સાથે રામમહેર
સૌજન્ય
દિવ્ય ભાસ્કર