આ છે ભારતમાં સૌથી વધુ વેચાતી 5 વસ્તુઓ

top famous brands in india - janvajevu.com

top famous brands in india - janvajevu.com

દરેક ભારતીય પોતાની પસંદ અને ના પસંદને લઇને હંમેશા ક્રેઝી રહ્યા છે. તે પોતાની પસંદગીની વસ્તુ લેવા માટે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાનું જરાય પણ પસંદ નથી કરતા. ભારતીયની આ જ પસંદ-નાપસંદને કારણે ટોપ બ્રાન્ડની પહોંચ વધી રહી છે. ધ બ્રાન્ડ ટ્રસ્ટ અહેવાલ અનુસાર, બારતમાં પાંચ બ્રાન્ડ એવી જે ભારતીયની પ્રથમ પસંદ છે. તેમાં ખાવા-પીવાની બ્રાન્ડથી લઇને રોજબરોજના ઉપયોગમાં લેવાતી વસ્તુઓની બ્રાન્ડ પણ સામેલ છે. અમેતમને આવી જ 5 બ્રાન્ડ વિશે જણાવીએ છીએ જે ભારતીયોની પ્રથમ પસંદગી છે.

top famous brands in india - janvajevu.com

પાર્લે

ભારતમાં પાર્લે બ્રાન્ડને કોઈ ઓળખની જરૂરત નથી. પાર્લેની ઘણી પ્રોડક્ટ છે જેમાં ફ્રૂટી, એપ્પી, બિસ્કિટ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. જણાવીએ કે પાછલા લગભગ 80 વર્ષોથી પાર્લે દેશની સૌથી મોટી બિસ્કિટ નિર્માતા કંપની છે. પાર્લે-જી બિસ્કિટ શહેરમાં જ નહીં પરંતુ ગામમાં પણ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

top famous brands in india - janvajevu.com

સર્ફ

કપડા ધોવાના ડિટર્જન્ટના રૂપમાં સર્ફ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. લગભગ 29.8 ટકા ભારતીય પરિવારોમાં સર્ફ એક્સેલનો ઉપયોગ કરવામાં આવે છે. હિંદુસ્તાન લીવર લિમિટેડના ફેબ્રિકવોશની પ્રખ્યાત બ્રાન્ડ સર્ફ એક્સેલે ઓછા ફીણમાં વધુ ડિટરજન્ટના રૂપમાં પોતાની ઓળખ બનાવી છે.

top famous brands in india - janvajevu.com

લક્સ

મોટાભાગના ઘરોમાં લક્સ સાબુનો ઉપયોગ કરવામાં આવે છે. લક્સની શરૂવાત ઇંગ્લેન્ડમાં 1929માં ગૃહ ઉદ્યોગમાં કપડા ધોવાના સાબુના રૂપમાં કરવામાં આવી હતી. 86 વર્ષની ઐતિહાસીક પ્રવાસમાં માત્ર સાબુની ફોર્મ્યુલા જ ન બદલી પણ લક્સની જાહેરાતની રીતે બ્રાન્ડની સફળતાને એવી જગ્યાએ પહોંચી કે દુનિયાભરમાં લક્સનું નામ થઈ ગયું. હાલમાં લગભગ 63.1 ટકા ભારતીય પરિવારોમાં લક્સ સાબુનો ઉપયોગ થાય છે. તેનું પ્રોડક્શન દુનિયાભરમાં લગભગ 71 સ્થળ પર કરવામાં આવે છે અને તેના 2000 કરતાં પણ વધુ સપ્લાયર છે.

top famous brands in india - janvajevu.com

મેગી

ટુ મિનિટ નૂડલ્સ મતલબ મેગી, ભારતીયોને બહુ પસંદ છે. આજે દરેક ગલી-શેરીઓની દુકાન પર મેગી જરૂર વેચાય છે. એટલું જ નહીં મેગી એવી પ્રોડક્ટ્સમાં સામેલ છે જે સૌથી વધુ વેચાય છે. વર્ષ 1872માં મેગી અસ્તિત્ત્વમાં આવી હતી. ભારતમાં તે 1980માં પહોંચી. ભારતીય બજારમાં મેગી આવતા જ પોતાની બ્રાન્ડ ઇમેજ તૈયાર કરી. આજે મેગીની વાર્ષિક આવક 160-170 કરોડ રૂપિયા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,460 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>