આ છે ભારતનુ ખૂબસૂરત હિલ સ્ટેશન, ધરતીનું સ્વર્ગ કહેવાય છે.

This beautiful hill station in India, called earthly paradise.

જો તમે કુદરતી સૌંદર્યની મજા માણવા ઈચ્છાતા હોય તો આ હિલ સ્ટેશનથી સારી જગ્યા કોઈ હોય જ ના શકે. આમ પણ ભારતના લોકોમાં હિલ સ્ટેશનનો ક્રેઝ વધારે જોવા મળે છે. મોસમ કોઈપણ હોય પણ તમે અહી જવાનું ન ભૂલતા. જો તમારો હિલ સ્ટેશન જવાનો મૂડ હોય તો તમે કેરળના મુન્નારમાં જઈ શકો છે, જે ધરતીનું સ્વર્ગ ગણાય છે.

This beautiful hill station in India, called earthly paradise.

મુન્નારએ કેરળનું સુંદર હિલ સ્ટેશન છે, જ્યાં દુર દુર સુધી ચાના બગીચા, ખીણો, સારો મોસમ, ઊંચા નીચા પહાડો, અભયારણ્ય અને કુદરતી સુંદરતા જોવા મળે છે. ઉપરાંત અહી તમને શાંતિ અને હળવાશ પણ જોવા મળે. મુન્નારની આ ખૂબસૂરતી જોઈને તમને એવું લાગશે કે જાણે ધરતી પર સ્વર્ગ ઉતારી આવ્યું હોય. મુન્નારની સુંદરતા એવી છે કે આપણને આ કુદરતનો દેશ લાગે. તમે અહી જાઓ પછી તમને અહી આવવાનું મન ન થાય.

This beautiful hill station in India, called earthly paradise.

અહીના પ્રમુખ તળાવો અને ઘાટા જંગલો અહીની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે. અહીના ફોરેસ્ટમાં એકમાત્ર વનસ્પતિ અને ઘાસના મેદાનોની વચ્ચે નીલકુરંજી નામનું ફૂલ જોવા મળે છે. લીલા ઘાસના મેદાનમાં નીલકુરંજી ફૂલ આખા પહાડને વાદળી રંગમાં રંગી દે છે. આ ફૂલ બાર વર્ષમાં એક જ વાર ખીલે છે. જયારે આ ફૂલ ખીલે છે ત્યારે તેની સુંદરતા જોવા લાયક હોય છે.

This beautiful hill station in India, called earthly paradise.

મુન્નાર પહોચવા માટે તમે હવાઈ મથક અને રેલ્વે માર્ગ દ્વારા જઈ શકો છે. મુન્નારમાં જોવા લાયક જગ્યાઓ છે જેમકે આનામૂડી શિખર, રાજ્માલા, ચીતીરાપુરમ અને ઈકોપાઈટસ વગેરે. મુન્નારની સુંદરતા પૌતેમેદુમાં છે, જ્યાં વિશાલ ચાનો બગીચો છે.

જો તમે આકર્ષક રમતોના શોખીન છો તો મુન્નારમાં તમારા માટે ઘણી બધી રમતો છે. જેમકે ટ્રેકિંગ, રોપ કલાઈબિંગ, બોટીંગ અને હાઈકિંગ. તમે મુન્નારમાં બારેમાસ જઈ શકો છો પણ અહીની ખૂબસૂરતીનો સારો નઝારો જોવો હોય તો તમે ડિસેમ્બર અને જાન્યુઆરીના મહિનામાં જઈ શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,691 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>