આ છે ભારતની 10 સૌથી નાની BRANDS, કમાણી છે કરોડોમાં

This is India's 10 youngest BRANDS, tens of earnings

રોજબરોજના ઉપયોગમાં આવતી એવી ઘણી પ્રોડક્ટ છે, જે ઘણી નાની છે પરંતુ તેનું નામ તમામ લોકોના મોઢે ચડેલું છે. લગભગ દરરોજ આપણને તેની જરૂરત પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ નાના દેખાતા ઉત્પાદનો કંપનીઓ માટે કરોડોની કમાણી કરી આપે છે. અમે તમને જણાવીએ આવી 10 ભારતીય બ્રાન્ડ્સ વિશે જે કંપની માટે મોટી બ્રાન્ડ વેલ્યૂ બની ગઈ છે. આ પ્રોડક્ટ્સે વિદેશી પ્રોડક્ટ્સને પણ જોરદાર સ્પર્ધા આપી રહી છે.

This is India's 10 youngest BRANDS, tens of earnings

નટરાજ પેન્સિલઃ 300 કરોડ

એવું કહી શકાય કે આ બાળકોની ફેવરીટ પેન્સિલ છે. એટલું જ નહીં થોડા દિવસ પહેલા પરીક્ષામાં આ જ પેન્સિલનો ઉપોયગ કરવાની સલાહ આપવામાં આવતી હતી. હિંદુસ્તાન પેન્સિલની આ પ્રોડક્ટની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા છે.

This is India's 10 youngest BRANDS, tens of earnings

સેલો પેનઃ 1000 કરોડ

ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેવા સ્ટાર આ પેનની જાહેરાત કરી રહ્યા છે. શાળા, કોલેજોમાં સેલો પેનની સારી એવી માગ રહે છે. તેની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે.

This is India's 10 youngest BRANDS, tens of earnings

નિરમાઃ 3550 કરોડ

ડિટરજન્ટ લેવા દુકાન પર જતા જ લોકોના મોં પર પ્રથમ શબ્દ નીકળે છે નિરમા આપોને!! બ્રાન્ડની વાત બાદમાં થાય છે. લગભગ આ જ જાદુએ નિરમાને એશિયામાં સૌથી વધુ વેચાતા ડિટરજન્ટનું સ્થાન મળ્યું છે. નિરમાની કુલ સંપત્તિ 3550 કરોડ રૂપિયા છે.

This is India's 10 youngest BRANDS, tens of earnings

પાસ-પાસઃ 300 કરોડ

આ માઉથ ફ્રેશનર લોકોની પસંદીદા છે. પાસ-પાસ લગભગ દરેક પાનની દુકાન પર મળી રહે છે. તેને ડીએસ ગ્રુપ બનાવે છે, જેની સૌથી વધુ વેચાતી બ્રાન્ડ રજનીગંધા છે. આ પ્રોડક્ટની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા છે.

This is India's 10 youngest BRANDS, tens of earnings

શિપ મેચબોક્સઃ 130 કરોડ

આ મેચબોક્સને વિમકો કંપની બનાવે છે. મોટા ભાગની પાનની દુકાન પર આ મેચબોક્સ મળી રહે છે. તેની દિવાસળીની વિશેષતા એ છે કે તે ઝડપથી સળઘે છે. તેની કુલ સંપત્તિ 130 કરોડની આસપાસ છે.

This is India's 10 youngest BRANDS, tens of earnings

ઘડી ડિટરજન્ટઃ 2000 કરોડ

દેશમાં ઘણું બધું બદલાઈ ગયું છે, પરંતુ કંઈ બદલાવ ન થયો હોય તે છે આ લાઇન ‘પહેલે ઇસ્તમાલ કરે, ફિર વિશ્વાસ કરે’. આ જ લાઇને ઘડી ડિટર્જન્ટને નવી ઊંચાઈ પર પહોંચાડી છે. આરએસપીએલ કંપની તરફથી તૈયાર થનારી ઘડી ડિટર્જન્ટની કુલ સંપત્તિ 2000 કરોડની આસપાસ છે.

This is India's 10 youngest BRANDS, tens of earnings

રૂહ-અફઝાઃ 500 કરોડ

ગરમીની સીઝનમાં આ ડ્રિંક ભારતમાં ઘણું પસંદીદા છે. તેને બનાવનારી કંપની હમદર્દનો દાવો છે કે, આ દેશની બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે. રૂહ-અફઝાની કુલ સંપત્તિ 500 કરોડ રૂપિયા છે.

This is India's 10 youngest BRANDS, tens of earnings

મિલ્ટન બોટલઃ 200 કરોડ

શાળાએ જતા બાળકોના હાથમાં મિલ્ટનની બોટલ જોઇને ક્યારેય તમે આ પ્રોડક્ટની કુલ સંપત્તિનો અંદાજ લગાવ્યો છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે મિલ્ટનની કુલ સંપત્તિ 200 કરોડ રૂપિયા છે.

This is India's 10 youngest BRANDS, tens of earnings

એક્શન શૂઝઃ 1000 કરોડ

શાળાના યૂનિફોર્મ માટે સૌથી શ્રેષ્ઠ ગણાતા એક્શન શૂઝની કુલ સંપત્તિ એક હજાર કરોડ રૂપિયા છે.

This is India's 10 youngest BRANDS, tens of earnings

કાંગારૂ સ્ટેપલર્સઃ 100 કરોડ

મોટા ભાગની ઓફિસમાં મળી આવતી આ નાની પ્રોડક્ટ લોકોની પસંદીદા છે. કાંગારૂ સ્ટેપલર્સની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

5,167 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>