આ રહી ભારતની ટોપ ઈ-કોમર્સ વેબસાઈટ્સ

દેશમાં ઈ-શોપિંગનું ચલણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને તેની સાથે ઈ-કોમર્સ વેબસાઈટના વપરાશકારોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આજે ભારતમાં એક પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જેમાં ઈ-કોમર્સે પ્રવેશ નહીં કર્યો હતો. ઈન્ટરનેટ એનાલિટીક ફર્મ કોમસ્કોર ડેટા દ્વારા થોડાં સમય પહેલાં આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં એમેઝોન ઈન્ડિયા પ્રથમ નંબરે રહી હતી.

1. એમેઝોન ઈન્ડિયાઃ

This is the India's most popular e-commerce websites, Amazon top

ભારતની ટોચની ઈ-કોમર્સ વેબસાઈટ તરીકે એમેઝોન ઈન્ડિયા ઉભરી આવી છે. અમેઝોન ઈન્ડિયાના વપરાશકારોની સંખ્યમાં 142 ટકાનો વધારો થયો છે. આ સાઈટ પર કપડાં, ઈલેકટ્રોનિક્સ, ઈ-કાર્ડ્સ, બુક્સ તથા અન્ય સામાન બેસ્ટ ઓફર સાથે ઉપલબ્ધ છે.

2. ફ્લિપકાર્ટઃ

This is the India's most popular e-commerce websites, Amazon top

ટેકનોલોજીનો ઉપયોગ કરતાં વ્યક્તિ પૈકી ભાગ્યે જ કોઈ એવો હશે જેણે ફ્લિપકાર્ટનું નામ સાંભળ્યું નહીં હોય. દેશની બીજા નંબરની સૌથી લોકપ્રિય ઈ-કોમર્સ વેબસાઈટના વપરાશકારોમાં 80 ટકાનો વધારો થયો છે. ભારતની સૌથી શ્રેષ્ઠ ઈ-કોમર્સ શોપિંગ સાઈટ પર કપડાં, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, એક્સેસરીઝ, હોમ ફર્નિશ સહિતની વસ્તુઓ બેસ્ટ ડીલ સાથે મળી રહે છે. ફ્લિપકાર્ટે સેલર્સ માટે થોડાં દિવસો પહેલાં જ ફાયનાન્સિયલ અસિસ્ટન્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.

3. સ્નેપડીલઃ

This is the India's most popular e-commerce websites, Amazon top

ભારતની દિગ્ગજ ઈ-કોમર્સ વેબસાઈટ પૈકીની એક સ્નેપડીલ પર તમામ કેટેગરીની પ્રોડક્ટ પર યોગ્ય ડિસ્કાઉન્ટ મળતું હોય છે. સ્નેપડીલના વપરાશકારોમાં 90 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. સર્વેમાં જણાવ્યા મુજબ મે 2015માં 17.9 કરોડ લોકોએ આ વેબસાઈટની મુલાકાત લીધી હતી.

4. જબોન્ગઃ

This is the India's most popular e-commerce websites, Amazon top

ભારતીય ફેશન પોર્ટલ જબાંગ પર કપડાં, ગેજેટ્સ, ઘરેલું સામાનથી લઈને તમામ પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ છે.

5. શોપક્લૂસઃ

This is the India's most popular e-commerce websites, Amazon top

શોપક્લૂસ વેબસાઈટ પર દરેક કેટેગરીના સામાન પર ડિસ્કાઉન્ટ મળે છે. શોપક્લૂસે સેલર્સ માટે ગત વર્ષે જૂન મહિનામાં ફાયનાન્સિયલ અસિસ્ટન્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. જેનો સારો પ્રતિસાદ મળતાં થોડાં દિવસો પહેલાં ફ્લિપકાર્ટે પણ આવો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.

6.  આસ્ક મી બજારઃ

This is the India's most popular e-commerce websites, Amazon top

ભારતની વધુ એક બેસ્ટ શોપિંગ સાઈટ છે. અહીં જરૂરિયાત મુજબનો સામાન્ય યોગ્ય દરે મળી રહે છે. કંપનીની વીકએન્ડ સેલમાં લોકોને વધારે સારી ઓફર આપવામાં આવે છે. આ ઉપરાંત ફ્લાવર, કેક સહિત અનેક જાણીતી બ્રાન્ડની તમામ વસ્તુઓ મળી રહે છે.

7. ઈબેઃ

This is the India's most popular e-commerce websites, Amazon top

આ લોકપ્રિય ઓનલાઈન સ્ટોર ઈલેકટ્રોનિક, કપડાં, ડિજિટલ કેમેરા જેવી વસ્તુઓ ગ્રાહકોને સારા ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરે છે. આ સાઈટ પર વેચાતી વસ્તુઓમાં ડિજિટલ કેમેરા અને ઈલેકટ્રોનિક્સ આઈટમો મોખરે હોય છે.

8. મિન્ત્રાઃ

This is the India's most popular e-commerce websites, Amazon top

આ ઓનલાઈન ફેશન સ્ટોર પર લેટેસ્ટ ફેશન ખિસ્સાને પોસાય તેવા ભાવે મળી રહે છે. વીકએન્ડમાં ફેશન સેલ માટે મિન્ત્રાની સીધી જ સ્પર્ધા સ્નેપડીલ સાથે હોય છે. કંપની કેટલાંક પસંદગીના ક્રેડિટ-ડેબિટ કાર્ડ પર વધારાના 10 ટકા કેશબેકનો લાભ આપે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,108 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>