આ છે બ્યૂટીના 5 ગોલ્ડન નિયમો, ક્યારેય તોડવા નહીં

The 5 Golden Rules of Beauty, will not ever breakસૌજન્ય
દિવ્ય ભાસ્કર

સૂતા પહેલા મેક અપ ચોક્કસ નીકાળવો-

કેટલા પણ થાકી ગયા હોવ અથવા તો ઉંઘ આવી રહી હોય, પણ પોતાની સ્કિન માટે 2 મિનિટ જરૂરથી નીકાળો. અને જો નહીં નીકાળો તો તમે વિચારી પણ નહીં શકો એવી ખરાબ હાલત તમારી સ્કિનની થઈ જશે. મોઢા પર ખીલ, ડલ કોમ્પ્લેક્શન ઘણું બધું થઈ શકે છે. જી હા, જો તમે ચહેરા પરથી મેક અપ નહીં નીકાળો તો તમે તમારા ચહેરા પર ઘણી બધી સમસ્યાઓને નોંતરી લો છો. કારણ કે, આખી રાત બધો જ મેક અપ તમારા ચહેરાના છિદ્રોને બ્લોક કરી દે છે. અને જો તમે શ્વાસ ના લો તો શું થાય? બસ એવું જ તમારી સ્કિન શ્વાસ ના લઈ શકે ત્યારે થઈ શકે છે.

ખીલને ક્યારે પણ ના ફોડો-

આ એક સૌથી મોટી ભૂલ છે, જે બધા જ લોકો કરતા હોય છે. ચહેરા પર પિંપલ નીકળે છે અને આપણે હાથથી જ આપણા ચહેરાને સ્વચ્છ બનાવવામાં લાગી જઈએ છીએ. પરંતુ આમ કરવાથી તમને એ સમયે સારૂં લાગે છે, બાદમાં એ તમારા ચહેરાને વધારે ખરાબ બનાવી દે છે. કારણ કે, પિંપલમાં રહેલા બેક્ટેરિયા તમારા નખ અને આંગળીઓ દ્રારા ચહેરાના બીજા ભાગમાં ફેલાય છે. આમ કરવાથી તમારા ચહેરા પર વધારે પિંપલ્સ થઈ જાય છે.

વધારે પડતું ફાઉન્ડેશન-

સ્કિન ટોનને એક સરખું રાખવા માટે ફાઉન્ડેશન ખુબ જ હેલ્પ કરે છે. પરંતુ ચહેરા પર વધારે પડતું ફાઉન્ડેશન તમને પ્લાસ્ટિક ડૉલ બનાવી દે છે. આથી ચહેરા પર બને તેટલું ઓછું ફાઉન્ડેશન જ લગાવો. ત્યાં જ બીજી તરફ ક્યારેય ભૂલથી પણ તમારા ક્લિવેજ પર ફાઉન્ડેશન લગાવતા નહીં. જો તમે તમારા ચહેરાના જેવું કોમ્પ્લેક્શન ઈચ્છો છો તો ગળા સુધી જ ફાઉન્ડેશન લગાવો. ત્યાર બાદ બિલકુલ નહીં.

સનસ્ક્રીન-

સનસ્ક્રીન માત્ર ગરમીમાં જ નહીં પરંતુ બધી જ ઋતુમાં લગાવવી જોઈએ. કારણ કે, બાકીની ઋતુમાં પણ તડકો તમારા ચહેરા અને હાથોંને નુક્સાન પહોંચાડી શકે છે.

હેર સ્પ્રે-

હા, હેર સ્પ્રે પણ તમારી બ્યૂટી મિસ્ટેક્સમાં આવી શકે છે. કારણ કે, વાળને સેટ કરવા માટે આપણે વધારે હેર સ્પ્રે લગાવી દઈએ છીએ. જેના કારણે વાળ ડેમેજ થઈ જાય છે. એ ન માત્ર તમારા વાળના સ્ટ્રક્ચરને ખરાબ કરે છે. પરંતુ એ તેમનું ટેક્ષ્ચર પણ બગાડી દે છે. આથી હેર સ્પ્રે હંમેશા ધ્યાનથી લગાવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,140 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>