બે પૈંડાવાળી ઇલેક્ટ્રિક કાર જે ચાર્જ થવા પર 320 KMનું કાપશે અંતર

The electric car is a dog, a charge to cover the distance of 320 KM

એક એવી કાર હોય જે માત્ર બે પૈંડા પર ચાલે તો કેટલું સારું. આવી કારમાં તમે કાર સેફ્ટીની મજા પણ લઈ શકો છો, તો મોટરસાયકલની શાનદાર સવારીની પણ મજા લઈ શકો છો. હાં તો ખુશખબરી એ છે કે આવી કાર લગભગ તૈયાર છે. અમે તમને આ ખાસ ઇલેક્ટ્રિક કાર વિશે જણાવી રહ્યા છીએ. આ કાર સાથે એક અન્ય ખાસ વાત એ છે કે, તેને બનાવવામાં ભારતીયોનો ફાળો પણ મહત્ત્વપૂર્ણ છે.

આ કાર લિટ મોટર્સે બનાવી છે. તેમના અનુસાર, સી-1ને હાઈ સ્પીડ ટ્રાવેલ માટે બનાવવામાં આવી છે. આ કારના એક્સટીરિયર સ્કેંડિનેવિયન ડિઝાઇનથી પ્રેરિત છે, અને ઘણી જ સરળ છે. કારની ડિઝાઇન કંઈક એવી છે કે, ભીડભાડવાળા ટ્રાફિકમાં પણ તમે કારને સરળતાથી બહાર કાઢી શકો છો, કારણ કે અન્ય કારની તૂલનામાં આ કાર ઓછી જગ્યા રોકે છે.

કારમાં જરૂરત પડ્યે બે લોકો પણ બેઠી શકે છે. ઉપરાંત રોજીંદા ઉપયોગમાં લેવાતો સામાન પણ આ કારમાં લઈ જઈ શકાય છે. આ કાર બનાવતી કંપનીનો દાવો છે કે, આ કારમાં લગભગ એ બધુ જ છે જે ગ્રાહક એક સામાન્ય કારમાં ઇચ્છે છે, ક્લાઇમેટ કન્ટ્રોલથી લઇને પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ સુધી બધુ જ છે કારમાં. આ કારમાં તમને તમામ સેફ્ટી ફીચર્સ, સીટ બેલ્ટ્સ, મલ્ટિપલ એરબેગ્સ અને એક સ્ટીલ-રિઇનફોર્સ્ડ ચેસિસ પણ છે.

આ કારના ઇન્ટરફેસના કારણે સી-1 ચલાવવી સરળ છે. કંપનીનું કહેવું છે કે, સામાન્ય કાર ચલાવનાર કોઈપણ વ્યક્તિ સી-1 કાર ચલાવી શકે છે. સી-1માં હાઈ-ટોર્ક ઇન-હબ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારમાં એક સ્માર્ટફોન અને ક્લાઉડ કનેક્ટિવિટી જેવી અત્યાધુનિક ટેકનીક પણ હશે. કારને ગાઇરો સિસ્ટમથી ઉર્જા મળે છે. આ કંપનીની પેટેન્ટેડ સિસ્ટમ છે.

કંપનીનું કહેવું છે કે, આ કારને ઇલેક્ટ્રોનિકલી કન્ટ્રોલ મોમેન્ટ ગાઇરોસ્કોપ્સ (સીએમજી)થી ઉર્જા મળે છે. સી-1 એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર છે. આ કારમાં 10 કિલોવોટની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક વખત ચાર્જ થવા પર આ કાર લગભગ 320 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

આ કારની ગતિ પણ ઓછી નથી. સી-1 160 કિમી/કલાકની ગતિએ દોડી શકે છે. 0-100 પ્રતિ કલાકની ઝડપ પકડવામાં આ કારને માત્ર 6 સેકન્ડનો સમય લાગે છે.

The electric car is a dog, a charge to cover the distance of 320 KM

The electric car is a dog, a charge to cover the distance of 320 KM

The electric car is a dog, a charge to cover the distance of 320 KM

The electric car is a dog, a charge to cover the distance of 320 KM

The electric car is a dog, a charge to cover the distance of 320 KM

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,785 views

facebook share

One thought on “બે પૈંડાવાળી ઇલેક્ટ્રિક કાર જે ચાર્જ થવા પર 320 KMનું કાપશે અંતર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>