આ છે નાના નાના ‘તલ’ ના મોટા મોટા ફાયદાઓ

sesame-seeds-shutterstock-86999342

આજ લગભગ બધા જ ઘરમાં તલનો ઉપયોગ થતો હોય. બધા લોકો તલને પકવાનો બનાવવા કે પછી ફરસાણમાં એમ અલગ અલગ રીતે વાપરતા હોય છે. તલ જોવામાં જેટલા જ નાના છે તેટલા જ તેના મોટા મોટા ફાયદાઓ છે.

આ ત્રણ પ્રકારના હોય છે. સફેદ, કાળા અને લાલ. ભારતીય ક્વીઝીનમાં આનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. ચાલો જાણીએ આના ફાયદાઓ વિષે….

*  તલ અને ગોળ બંને એકમાત્રામાં લેવા. પછી આના લાડુ બનાવવા. પ્રતિદિન બે વાર એક એક લાડુ દૂધ સાથે ખાવાથી માનસિક દુર્બળતા તથા સ્ટ્રેસ દુર થાય છે. શરીરને શક્તિ મળે છે. જયારે આપણે કઠોર પરિશ્રમ કરીએ છીએ ત્યારે જે થાક લાગે છે એ પણ આનાથી બંધથી જાય છે.

*  તલ કે તલના તેલની માથામાં માલીશ કરવાથી વાળ ભરાવદાર અને ચમકદાર બને છે. ખરતા વાળ પણ બંધ થઇ જાય છે.

*  રોજ સવારે ઉઠીને તલને ખુબ ચાવતા ચાવતા ખાવા. આનાથી દાંત અને ગમ સ્વસ્થ અને મજબુત બને છે.

*  જો ઉધરસ આવતી હોય તો આદુંવાળી ચા માં બે ગ્રામ જેટલા તલ નાખીને થોડા સમય સુધી ઉકાળી લો. પછી આ ચા પીવી.

sesame-seeds

*  કબજીયાત થઇ હોય તો પણ ફાયદાકારક છે. આના માટે ૫૦ ગ્રામ તલને પીસીને તેમાં ખાંડ નાખી ખાવું. આનાથી કબજીયાતની સમસ્યા ચપટીમાં છુમંતર થઇ જશે.

*  આના ઉપયોગથી ચહેરા પર સુંદરતા આવે છે. તલને દુધમાં નાખીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરા પર પ્રાકૃતિક સુંદરતા આવે છે. આના તેલથી માલીશ કરવાથી સ્કીન ચમકદાર બને છે.

*  જો શરીરનો કોઇપણ અંગ બળી જાય તો તલને પીસીને ધી અને કપૂર સાથે ઘાવ પર લગાવવું. આનાથી ધાવ ઠીક થઇ જશે.

*  પાણીમાં પલાળેલ તલને કઢાઈમાં હલકા શેકી લેવા. પછી આમાં દૂધ કે પાણી નાખી મિક્સરમાં પીસી લેવું. હવે આ મિશ્રણ પીવાથી લોહીની ઉણપ (કમી) ઓછી થાય છે.

*  મોઢામાં ચાંદી પડી જાય તો તલના તેલમાં થોડું સિંધવ મીઠું નાખીને ચાંદી પર મિશ્રણ લગાવવું. આનાથી ચાંદી પુરાઈ જશે.

*  જો ખીલ (એક્ને) થાય તો તલને પીસીને માખણમાં મેળવી ચહેરાના ખીલ પર લગાવવાથી આ સમસ્યા પણ દુર થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,893 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>