આ છે નવો નવો યમ્મી ‘સોનાનો આઈસ્ક્રીમ’, અહી આવો ખાવા માટે…

9001299_gold-wrapped-ice-cream-exists-because-japan_8f15d8ff_m

ગરમીની સિઝનમાં બધા ને ઠંડીનો અહેસાસ કરાવતો આઈસ્ક્રીમ તો યાદ આવે જ. આમ તો ઘણા બધા અલગ અલગ ફ્લેવર વાળા આઈસ્ક્રીમ ખાધા હશે પણ સોનાનો આઈસ્ક્રીમ તો નહિ જ ખાધો હોય.

સોનાનો આઈસ્ક્રીમ ખાવા માટે તમારે જાપાન જવું પડે. તમે જાપાન ના કાનાજાવા માં ‘હકુઈચી આઈસ્ક્રીમ પાર્લર’ માં ગોલ્ડ આઈસ્ક્રીમનો ટેસ્ટ કરી શકો છો. અહી ખુબજ અલગ અલગ વેરાઈટી માં આઈસ્ક્રીમ મળે છે.

સોનાનો આઈસ્ક્રીમ મતલબ કે આખો સોનાનો ન બનેલ હોય પણ આની ઉપર સોનાની પરત લગાવવામાં આવી હોય. આ સોનાની પરત ખાવા લાયક હોય છે. કાનાજાવા ગોલ્ડના પાન માટે પ્રખ્યાત સીટી છે.

a-japanese-shop-is-selling-soft-serve-ice-cream-covered-in-real-gold-and-its-only-8

જણાવી દઈએ કે જયારે આ સોનાની પરત ખાવામાં આવે ત્યારે મોંઢામાં આનો કોઈ સ્વાદ નથી આવતો. જોકે, આને સ્વાદ માટે નથી બનાવવામાં આવ્યો. કહેવાય છે કે સોનું ખાવાથી લોકો જુવાન રહી શકે છે. તેથી તમે આને ખાશો તો જુવાન રહેશો. આને મોં માં નાખતા ટુકડા થઈને તરત જ પીગળી જાય છે.

જાપાન માં આ આઈસ્ક્રીમ ને 8 ડોલરમાં વહેચવામાં આવે છે એટલેકે લગભગ 639 રૂપિયા. કાનાજાવા માં આવતા પર્યટકોને આ ખુબજ પસંદ છે તેઓ ચોક્કસ આનો ટેસ્ટ કરે છે. આ આઈસ્ક્રીમ જેટલો સ્વાદિષ્ટ છે તેટલો જ પૌષ્ટિક પણ છે.

ઉલ્લેખનીય છે કે આના પહેલા અમે તમને જાપાનમાં મળતી સોનાની કિટકેટ વિષે જણાવી ચુક્યા છીએ.

Untitled-design-5

awtksvemcbhvyqwtcuev

Comments

comments


6,467 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 − = 5