સાઇકલની દુનિયામાં ખુબજ મોટો બદલાવ આવવાનો છે. કેલીફોર્નીયાની વિશેષ ડીઝાઇન રોબર્ટ એજરે fUCI નામની એક એવી સાઇકલ તૈયાર કરી છે જે સ્માર્ટફોન કંટ્રોલની સાથે તમને રસ્તો પણ બતાવશે.
fUCI નામની આ બાઈકમાં જીપીએસ સીસ્ટમ છે. જે ચલાવનારને જાતે જ રસ્તો બતાવી આપશે. અત્યારે ફક્ત આ એક કોન્સેપ્ટ બાઈક છે. જેની બજારમાં લાવવાની તૈયારી ચાલી રહી છે. fUCIમાં એક એવું ફ્લાઈવ્હીલ છે જે પેન્ડલ નહિ મારે અને ઉર્જા મેળવીને બાઈક ચલાવે છે. આ ઈ- બાઈકમાં સુપર ફાસ્ટ એક્સલેરેશન માટે લિથિયમ બેટરી લગાવેલ છે.
ઈ- બાઈકના કોન્સેપ્ટ વિષે જણાવતા નિર્માતા રોબર્ટ એજરે કહ્યું કે આ બાઈકને સ્માર્ટફોનથી કન્ટ્રોલ કરી શકાય છે. સ્માર્ટફોનથી આને લોક કરવાથી તેના પર લાગેલા બધા ફંકશન ડીએક્ટીવેટ થઈ જશે.
આ સ્માર્ટ બાઈક રાત અને દિવસમાં તફાવત કરી શકશે અને રાત્રીના સમયે તેની લાઈટ જાતે જ થવા લાગશે. કોઇપણ બીજા વાહનો સામે આવતા આ બાઈકનું સેન્સર ચલાવનારને જોખમનું સિગ્નલ આપશે. આ ઉપરાંત રોબર્ટ એજરે જણાવ્યું કે આ બાઈક વીજળી પેદા કરવા જેવી ઘણી બધી સુવિધાઓ આપવા માટે સક્ષમ છે.