આ છે દુનિયામાં સૌથી મોંધા સીટીઓ, અચૂક જાણો

કોઈપણ દેશની નાણાંકીય સ્થિતિ ત્યાં રહેતા નાગરિકોની આવક અને રહેણીકરણી પર આધારિત હોય છે. આજે અમે તમને વિશ્વના સૌથી મોંધા પાંચ શહેરો વિષે જણાવવાના છીએ. જોકે આ સીટીઓ પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. જેમાં લોકો બ્રાન્ડેડ વસ્તુઓ, ફરવાનું અને આલીશાન શહેરમાં રહેવાનો શોખ હોય તો ચાલો જાણીએ આ મોંધા સીટીઓ વિષે….

જ્યુરીક, સ્વીત્ઝરલૅન્ડ

top 5 most expensive cities the world | Janvajevu.com

જ્યુરીકએ સ્વીત્ઝરલૅન્ડનું સૌથી મોંધુ શહેર છે, જ્યાં નું જીવનધોરણ ખુબ ઊંચું છે. તે દુનિયાનું સૌથી મોંધુ શહેર છે. અહી તમે એક બીયર માટે ૧૦ ડોલર અને એક ફિલ્મની ટિકિટ માટે ૨૦ ડોલર ખર્ચવા પડે.  સ્વીત્ઝરલૅન્ડને દુનિયામાં અમીર દેશ માનવામાં આવે છે. તો તમે જ્યુરીકમાં  રજા માણવાનું વિચારી રહ્યા હોય તો આ વિચાર પણ સસ્તો નથી.

ટોક્યો, જાપાન

top 5 most expensive cities the world | Janvajevu.com

જાપાન એશિયાના પૂર્વ છેડે આવેલો દ્વિપદેશ છે. જાપાનની રાજધાની ટોક્યો છે. પહેલા ટોક્યોને દુનિયાનું સૌથી મોંધુ શહેર માનવામાં આવતું હતું. પણ આજે તે બીજા ક્રમાંકે છે. જાપાનવાસીઓ પોતાના દેશ ને “નિપ્પોન” (Nippon) કહે છે, જેનો અર્થ “ઊગતા સૂર્યનો દેશ” થાય છે. યોકોહામા, ઓસાકા અને ક્યોટો જાપાન ના પ્રસિદ્ધ શહેરો છે. આ સુંદર શહેરમાં એક ડઝન ઈંડા માટે તમારે ૭ ડોલર અને સોડા માટે ૨ ડોલર ચુકવવા પડે.

જિનેવા, સ્વીત્ઝરલૅન્ડ

top 5 most expensive cities the world | Janvajevu.com

જિનેવા સ્વીત્ઝરલૅન્ડમાં વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરનો દેશ છે. જિનેવાએ દુનિયાનું ત્રીજા નંબરનું મોંધુ શહેર છે. પોતાની વાસ્તુકલા, રીતિરિવાજ અને સંગ્રહાલયોની સાથે આ યુરોપિયન લોકો માટે પસંદગી નું શહેર છે. સસ્તા ભોજન અને રહેવાનું સ્થળ જિનેવામાં સરળ નથી. આ શહેરની રસપ્રદ વાત એ છે કે તે દુનિયા આઠમું સૌથી સારું શહેર છે.

નાગોયા, જાપાન

top 5 most expensive cities the world | Janvajevu.com

નાગોયા જાપાનમાં બીજા અને દુનિયામાં ચોથું મોંધુ શહેર છે. આ શહેર મહાસાગરના કિનારા પર સ્થિત છે અને અહી હોન્શું તેના મધ્યમાં છે. જે ઓટમબીલનું મેન્યુફેક્ચરિંગ હબ છે. જેમાં લગભગ ૫૦ ટકા ઓટમબીલનું ઉત્પાદન થાય છે. નાગોયામાં તમારે સોદા માટે ૧.૫૦ ડોલર અને બીયર માટે ૧૧ ડોલર ખર્ચવા પડે.

ઓસ્લો, નોર્વે

top 5 most expensive cities the world | Janvajevu.com

ઓસ્લોનું સ્થાન છેલ્લા દર વર્ષથી પાંચ સૌથી મોંધા શહેરોમાં શામેલ છે. ઓસ્લોએ નોર્વેની રાજધાની છે. તે દુનિયાનું પાંચમું અને યુરોપનું બીજા નંબરનું સૌથી મોંધુ શહેર છે. રોકાણકારો માટે આ શહેર સુરક્ષિત છે. અહી એક ફિલ્મના ટીકીટ માટે તમારે લગભગ ૧૮ ડોલર આપવા પડે. આ શહેર પગાર અને ખરીદીના પ્રમાણમાં ચોથા સ્થાન પર આવે છે.

Comments

comments


8,383 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − 3 =