આજે અમે તમને દુનિયાના સૌથી નાના દેશ વિષે જણાવવાના છીએ. જેની વસ્તી છે ફક્ત ૨૭ લોકો. આ દેશની જનસંખ્યા અને વિસ્તાર જાણીને તમે હેરાન થઇ જશો.
આ દેશનું નામ છે સિલેંડ. જેની જનસંખ્યા ફક્ત ૨૭ લોકોની જ છે. સિલેંડ ઇંગ્લેન્ડ પાસે આવેલ દેશ છે. ઇંગ્લેન્ડ ના સફોલ્ક સમુદ્રથી લગભગ 10 કિલોમીટર ના અંતરે આવેલ સિલેંડ ખંડેર થઇ ચૂકેલ સમુદ્રી કિલ્લા પર સ્થિત છે.
આ દેશને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટેને બનાવ્યો હતો. 9 ઓક્ટોબર 2012 માં ‘રોય બેટ્સ’ નામના વ્યક્તિએ પોતાને સિલેંડ નો પ્રિન્સ જાહેર કર્યો હતો. રોય બેટ્સ ના મૃત્યુ પછી આના પર તેમનો પુત્ર માઈકલ નું શાસન ચાલે છે.
સિલેંડ નું ક્ષેત્રફળ ખુબ ઓછુ છે, એવામાં આની પાસે આજીવિકા નું કોઈ પણ સાધન નથી. જયારે પ્રથમ વખતે ઇન્ટરનેટ ના મારફતે લોકોને આ વિષે ખબર પડી તો તેમણે ખુબજ ડોનેશન આપ્યું. આનાથી અહી રહેતા લોકોને પણ ખુબ મદદ મળી.
જોકે, સિલેંડ ને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા નથી મળી. અત્યાર સુધી દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સિટી છે, જેનું ક્ષેત્રફળ 0.44 ચોરસ કિલોમીટર છે. વેટિકન સિટી ની જનસંખ્યા 800 છે.