આ છે દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો ભારતીય દરિયાકિનારો

CHENNAI_BEACH_269819f

તમિલનાડુની રાજધાની મદ્રાસ હવે ચેન્નાઇના નામે ઓળખાય છે. દુનિયાનો સૌથો મોટો બીચ ચેન્નાઇમાં છે. ચેન્નાઇને દક્ષિણ ભારતનું ગેટવે પણ કહેવામાં આવે છે. અહી ‘મરીના બીચ’ છે, જે ચેન્નાઈનું એક સુંદર એવું સ્થળ છે. મરીના દરિયાકિનારાની કુલ લંબાઈ આશરે 13 કિમી છે. આ દરિયાકિનારો ભારત અને આખા વિશ્વમાં બીજા નંબરનો મોટો દરિયા કિનારો છે.

પૃથ્વી ના 70.8% ટકા ભાગમાં સમુદ્ર છે જેમાં 14% ટકા ભાગ પર વિશાળ હિન્દ મહાસાગર છે. ભારત ત્રણે તરફથી સમુદ્રથી ઘેરાયેલ છે અને જેમાં 13 રાજ્યોની સીમાએ સમુદ્ર લાગેલ છે. વીસમી સદી સુધી મદ્રાસ પ્રેસિડેન્સીની રાજધાની અને મુખ્ય વહીવટી કેન્દ્ર બની ગયું હતું. ચેન્નાઈમાં ઓટોમોબાઇલ, ટેકનોલોજી, હાર્ડવેર ઉત્પાદન અને હેલ્થકેરના ઉદ્યોગ વસેલા છે.

તમિલનાડુનું શહેર ચેન્નાઇનું આ એક ટુરિસ્ટ સ્થળ છે, જે સેન્ટ જ્યોર્જ કિલ્લાની વચ્ચેથી મહાબલિપુરમ સુધી વિસ્તરેલ છે. મરિના બીચ સૂર્યાસ્તના સમયે ખુબજ આકર્ષક લાગે છે.

આ બીચ પોતાના અનુપમ સોંદર્યને કારણે પર્યટકોની વચ્ચે ખુબજ પ્રખ્યાત છે. ચેન્નાઇનો મરીના બીચ વિશ્વનો સૌથી મોટો બીચ છે. ચેન્નાઈમાં આવતા પર્યટકોને અહીની મોહક અને લોભાવનારી સાંજ ખુબ આકર્ષિત કરે છે. વિવિધતાઓ વાળું આ નગર ભારતના ચાર શહેરો પૈકીનું એક છે

આધુનિકતાની સાથે સાથે અહી પ્રાચીન સંસ્કૃતિ પણ સુરક્ષિત છે. મરીના મહાસાગર નજીક રસ્તાની એકતરફ અનેક વિખ્યાત હસ્તીઓ (સ્ટેચ્યુ) ની પ્રતિમા લાગેલ છે. આની નજીક એક માછલી ઘર છે જ્યાં તમે ઘણી પ્રજાતિઓની માછલી જોઈ શકો છો. મરિના બીચના દક્ષિણ ભાગમાં અન્નાદુરાઈનું સમાધિ સ્થળ છે. અહીનું એમ.જી.આર સ્મારક પણ ખુબ આકર્ષક અને લોકપ્રિય છે.

Chennai_India

ચેન્નાઇના યુવાઓ દ્વારા ચેન્નાઇ શહેરના દક્ષિણ બાજુ સહેલગાહનું સ્થળ (હરવાફરવા), રેસ્ટોરાં અને કોફી શોપ્સથી યુક્ત વસંત નગરમાં ‘ઇલિયટ બીચ’ ને વધારે પસંદ કરવામાં આવે છે. ચેન્નાઇના દર્શનીય સ્થળની વાત કરીએ તો સૌથી પહેલા બધાના મોઢામાં મરીના બીચનું નામ જ આવે. ચેન્નાઇમાં થિયેટર  સંસ્કૃતિ પણ ખુબ ઊંચા સ્થાને છે. ચેન્નાઇ એ ભારતનાટ્યમ એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.

અહીનો તમિલ ફિલ્મ ઉદ્યોગ, જેણે ‘કોલીવુડ’ પણ કહેવામાં આવે છે. ચેન્નાઈમાં ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ફીલ્મોધ્યોગ છે. મોટાભાગે તમિલ અને તેલુગુ ફિલ્મ્સ અહી જ શૂટ થાય છે. તમિલ ફિલ્મ ઉદ્યોગનું ઘર હોવાને કારણે આ શહેરમાં અમુક બહુપાટિય થિયેટર સહીત ૧૦૦ થી વધારે વિશાળ સીનેમા થિયેટર છે. જેમાં તમિલ, ઇંગલિશ, હિન્દી, તેલુગુ અને મલયાલમ ફિલ્મો પ્રદર્શિત થાય છે.

wk-tollywood

તમે અહીંથી ઇલિયટ બીચની પણ મુલકાત લઇ શકો છો. આ પીકનીક માટે સૌથી બેસ્ટ સ્થળ છે. આ બીચના કિનારે અષ્ટલક્ષ્મી મંદિર અને  બેલાકની ચર્ચા છે. ઇલિયટ બીચની નજીક એક મોટા બગીચામાં થિયોસોફિકલ સોસાયટીની અંદર જતા નીરવ શાંતિનો અનુભવ થાય છે.

અહી ગ્રીનરી લવર્સ માટે શ્રેષ્ઠ સ્થાન હારટી પાર્ક છે, જે બાવીસ એકર જમીનમાં ફેલાયેલ છે. આ ઉદ્યાન પોતના અલગ અલગ પ્રકારના ફૂલો અને વૃક્ષોને કારણે તમારું મન મોહી લેશે.

રેલવે સ્ટેશનથી મરિના બીચ લગભગ 6 કિમી દૂર છે. અહી લાંબો રેતાળ મેદાન પાર કરીને છે સમુદ્ર કિનારો, જમણી બાજુ રસ્તા જેવું છે, જ્યાં બંને બાજુ દુકાનો છે. આ દુકાનો દરિયાઇ ઓઇસ્ટર, છીપ અને મોતીની વસ્તુઓ મળે છે.

જેવી રીતે ચેન્નાઈ બીચ માટે ફેમસ છે તેવી જ રીતે શોપિંગ માટે પણ. આ શહેરમાં આર્ટસ અને હસ્તકલા, સમકાલીન અને પરંપરાગત કલાકારીગરી પ્રાચીન વસ્તુઓ અને ઘરેણાં વગેરે ઉપલબ્ધ છે. અહી નજીકના બર્મા બજારમાં તમે નકલી ઇલેક્ટ્રોનિક સામાન અને મોટી માત્રામાં પુસ્તકો ખરીદી શકો છો.

weekend1-kREI--621x414@LiveMint

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,118 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 8