આમ તો બધા લોકો કહેતા હોય છે કે પાણીનો કોઈ રંગ નથી હોતો. પણ અહી એવું નથી. કદાચ આ લેક વિષે તમે પહેલી વાર જ જાણ્યું હશે. આ તળાવ ગુલાબી રંગનું છે તેથી લોકો તેને ‘પિંક લેક’ ના નામે ઓળખે છે.
આમ તો દેશ-વિદેશમાં તમે ઘણા તળાવો જોયા હશે પણ આની જેવું તો કોઈ જ જગ્યાએ નહિ જોયું હોય. આજે આના વિષે જ અમે તમે જણાવવાના છીએ.
ખરેખર, આ તળાવ ઓસ્ટ્રેલિયામાં આવેલ છે. આ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. આ તળાવ લંબાઈ અને પહોળાઈમાં વિશાળ નથી, ઘણું નાનું છે. સાચે જ દુરથી જોતા આને સ્ટ્રોબેરી જેવું લાગે. આ લેકનું અસલી નામ ‘સલીના ધ ટોરેવીયેજા’ છે. આ પોતાના દેશની વિશિષ્ટ ખાસિયત છે.
આ તળાવનું ક્ષેત્રફળ ફક્ત ૬૦૦ મીટર જ છે. આ ચારેકોર પેપરબાર્ક અને યુકેલીષ્ટ્સના વૃક્ષોથી ઘેરાયેલ છે.
વાસ્તવમાં તળાવનું પાણી ગુલાબી એટલા માટે છે કારણકે આમાં મીઠાની માત્રા (આયોડીન) ખૂબ જ વધારે છે. તેથી જયારે સૂર્યના કિરણો આના પર પડે ત્યારે આ સ્ટ્રોબેરી જેવા ગુલાબી રંગમાં બદલાય જાય છે. કહેવાય છે કે આ બેક્ટેરિયાઓથી ભરી પડેલ છે પણ આમાં ન્હાવાથી વ્યક્તિના શરીરને કોઈ જ નુકશાન નથી થતું. છે ને interesting …!!