આ છે દુનિયાની પ્રથમ રેતીથી બનેલ હોટેલ, એક રાત રહેવા માટે ચુકવવા પડે 11 હજાર રૂ.

World's first sand hotel in netherlands | Janvajevu.com

તમે એકથી એક ચઢીયાતી અને મોંધી હોટલોને તો જોઈ જ હશે. પરંતુ, શું તમે એવી હોટેલ વિષે સાંભળ્યું છે જે રેતીથી બનેલ હોય, જો નહિ તો અમે તમને એક એવી જ હોટેલ વિષે જણાવવાના છીએ જે રેતીથી તૈયાર થયેલ છે. આ હોટેલ નેધરલેન્ડ માં આવેલ છે. અહી પર્યટકોને આકર્ષિત કરવાની દ્રષ્ટિએ એક હોટેલ ગ્રુપે રેતીથી બનેલ વન બેડરૂમ ની બે હોટેલ બનાવી છે.

નેધરલેન્ડની આ હોટેલ ઓસ અને સ્નીકના ડચ ટાઉનમાં આવેલ છે. જ્યાં, ફ્રાઇસલેન્ડ અને બ્રેબેન્ટ સેન્ડ સ્કલ્પચર ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. આ ખૂબસૂરત હોટેલમાં એક રાત રહેવા માટે તમારે 168 $ એટલેકે લગભગ 11 હજાર રૂપિયા ચુકવવા પડે.

અહી લાઈટ, પાણી અને Wi-Fi સહિત તમામ સવલતોને પૂરી પાડવામાં આવે છે. આ હોટેલમાં રેતીથી બનેલ સુંદર કલાકૃતિઓ પણ છે. બ્રેબેન્ટ સેન્ડ સ્કલ્પચર ફેસ્ટિવલ 28 સપ્ટેમ્બરે સ્નીક અને ફ્રાઇસલેન્ડમાં મનાવવામાં આવે છે.  જયારે ઓસ અને બ્રેબેન્ટમાં 4 ઓક્ટોબરે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે.

દુનિયાના કલાકારો માટે આ એક આકર્ષણનુ કેન્દ્ર છે. અહી અસ્થાયી ધોરણે પોપ અપ પેલેસ બનાવવામાં આવ્યો છે. જયારે આ ફેસ્ટિવલ પૂરો થાઈ ત્યારે આ હોટેલને પણ બંધ કરવામાં આવે છે. આ હોટેલ ૨૦૧૫ માટે પહેલાથી જ બુક થવા લાગે છે. જેન્ડ હોટેલે, આગલા વર્ષે ફેસ્ટિવલમાં બંને હોટલોને ખોલવાની યોજના બનાવી છે.

World's first sand hotel in netherlands | Janvajevu.com

World's first sand hotel in netherlands | Janvajevu.com

World's first sand hotel in netherlands | Janvajevu.com

World's first sand hotel in netherlands | Janvajevu.com

World's first sand hotel in netherlands | Janvajevu.com

World's first sand hotel in netherlands | Janvajevu.com

World's first sand hotel in netherlands | Janvajevu.com

World's first sand hotel in netherlands | Janvajevu.com

World's first sand hotel in netherlands | Janvajevu.com

Comments

comments

12,242 views

Leave a Reply

Your email address will not be published.

7 − 3 =