વિદેશોમાં લોકો બહાર ખાવાના ખુબ શોખીન હોય છે. અહી ડિફરન્ટ થીમ પર રેસ્ટોરન્ટ ખોલવામાં આવે છે. દુનિયામાં એવી થીમ પર રેસ્ટોરન્ટ બનેલ છે, જેના નામ સાંભળીને તમે હેરાન થઇ જશો. વિચિત્ર હોવાને કારણે અહી લોકોની ભીડ જોવા મળે છે. આજે અમે અલગ અલગ થીમ બેસ્ડ રેસ્ટોરન્ટ બતાવવાના છીએ.
ડ્રોન થીમ રેસ્ટોરન્ટ
સિંગાપુરના ‘ટીંબે ધ સબસ્ટેશન’ નામના રેસ્ટોરન્ટમાં ભોજનને ડ્રોન વડે સર્વ કરવામાં આવે છે. અહી વેઈટર તો છે પરંતુ એ ડ્રોનના ઈશારાથી કામ કરે છે. આ કિચન એરિયાથી કયા ટેબલ પર શું સર્વ કરવું તેને ઝૂમ કરે છે. અહી ઓર્ડર ડ્રોન પહોચાડે છે.
ન્યુડ થીમ રેસ્ટોરન્ટ
હાલમાં જ લંડનમાં એક એવું રેસ્ટોરન્ટ ખુલ્યું છે જેમાં નગ્ન થઈને ભોજન કરવાનું હોય છે. તાજેતરમાં આ વિચિત્ર રેસ્ટોરન્ટ ખુબ ચર્ચામાં છે. આ રેસ્ટોરન્ટમાં બે સેક્શન છે. જો વ્યક્તિને કપડા પહેરીને ભોજન કરવું હોય તો તે ભોજન કરી શકે છે અને ન્યુડ સેક્શનમાં જવું હોય તો ત્યાં જઈ શકે છે. જો ન્યુડ સેક્શનમાં જવું હોય તો ફોન કે કોઇપણ આધુનિક ચીજોને તમારી પાસેથી જપ્ત કરવામાં આવે છે. આમાં લાઈટ વગેરે નથી હોતું.
કોન્ડોમ ટોપી થીમ રેસ્ટોરન્ટ
બેંગકોક માં પ્રવાસીઓની મનપસંદ જગ્યામાંથી એક છે આ જગ્યા. સેક્સ વિષે લોકોને અવેયર કરવા માટે અહીના વેઈટરો ટોપીની જગ્યાએ કોન્ડોમ પહેરે છે.
ટોઇલેટ થીમ રેસ્ટોરન્ટ
ચીનના શેનજેન ના આ રેસ્ટોરન્ટની ખાસવાત એ છે કે અહી બેસવાની સીટ ટોઇલેટ સીટ જેવી છે. અહી ફક્ત ખુરશી જ નહિ પણ ટેબલ્સની ડીઝાઇન પણ ટોઇલેટ થીમ પર બનાવેલ છે. જેના પર પકવાન અને ડ્રીન્કસ પીરસવામાં આવે છે. આ વિચિત્ર રેસ્ટોરન્ટમાં બધુ જ ટોઇલેટ જેવું છે.