આ છે દુનિયાના 8 સૌથી સુંદર પુલો, અચૂક જાણો

most beautiful bridges in the world | Janvajevu.com

પુલ ફક્ત એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવાનું માત્ર માધ્યમ જ નહિ પરંતુ, લોકોને એક બીજા સાથે જોડે છે. આ એવા બ્રીજ્સ છે, જે પોતાની સુંદરતાને કારણે લેન્ડમાર્ક બની ગયા છે.

હેલિક્સ બ્રિજ

most beautiful bridges in the world | Janvajevu.com

સિંગાપુરના આ બ્રિજને જોતા એવું લાગે છે કે, જાણે કોઈ નીલા આસમાન નો નઝારો આપણી આંખો સમક્ષ હોય. આ બ્રિજ રાતમાં ખુબજ આકર્ષક લાગે છે.

ટાવર બ્રિજ

most beautiful bridges in the world | Janvajevu.com

લન્ડન નો ટાવર બ્રિજ લન્ડન ની શાન છે. આની ફોલ્ડિંગ ટેકનિક આને અટ્રેકટીવ બનાવે છે. જયારે પુલ નીચેથી કોઈ જહાજ નીકળે છે ત્યારે, આ બ્રીજને બે ભાગમાં ફોલ્ડ કરવામાં આવે છે.

રિયાલટો બ્રિજ

most beautiful bridges in the world | Janvajevu.com

ઇટાલી એક એવું શહેર છે, જે પાણી પર વસેલું છે. આ શહેર પોતાની યુનિક સંરચના ને કારણે પ્રસિદ્ધ છે. આ શહેરની સુંદરતા માં ચાર ચાંદ લગાવે છે અહીનું રિયાલટો બ્રિજ.

ગોલ્ડન ગેટ બ્રિજ

most beautiful bridges in the world | Janvajevu.com

1937 માં નિર્માણ થયેલ આ પુલને સાન ફ્રાન્સિસ્કોની અંતિમ નિશાની માનવામાં આવે છે. જયારે આ પુલ તૈયાર કરવામાં આવ્યો ત્યારે, આ વિશ્વનો સૌથી લાંબો પુલ હતો. જે ફ્લેક્સિબલ ની સાથે સાન ફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયા નું આંતરરાષ્ટ્રીય પ્રતીક ચિન્હ બની ગયું છે.

મિલા વયાડક્ટ બ્રિજ

most beautiful bridges in the world | Janvajevu.com

આ બ્રિજ ફ્રાન્સ અને એફિલ ટાવર કરતાં સહેજ વધારે ઉંચો અને ન્યૂ યોર્કની  એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કરતાં માત્ર 38 મીટર ટૂંકો છે. કેબલ ના ઉપયોગથી બનેલ આ પુલની ગણતરી દુનિયાના બેજોડ બ્રિજમાં થાય છે.

ચેગયાંગ બ્રિજ

most beautiful bridges in the world | Janvajevu.com

આનું નિર્માણ ચીનના દાંગ સમુદાયે કર્યું હતું. આ પથ્થર અને લાકડામાંથી બનેલ છે. આ પુલને તૈયાર કરવામાં કોઇપણ પ્રકારના મશીનરીનો ઉપયોગ નથી થયો. આજે પણ આની મજબૂતી પહેલા જેવી જ અખંડિત છે.

પોન્ટે વેકીચઓ

most beautiful bridges in the world | Janvajevu.com

આખા વિશ્વમાં ઇટાલીનો પોન્ટે વેકીચઓ એકમાત્ર એવો પુલ છે, જ્યાં માર્કેટ ભરાય છે. લોકો ટ્રાવેલિંગ દરમિયાન અહી શોપિંગની મજા માણે છે.

બ્રુકલિન બ્રીજ

most beautiful bridges in the world | Janvajevu.com

આ પુલના નિર્માણ વિશે કહેવાય છે કે જોન રોબ્લીંગે આનું નિર્માણ શરુ કર્યું હતું ત્યારે તેમનું સપનું હતું કે તે તેમના મૃત્યુ પહેલા આ નિર્માણ પૂરું કરી શકે. પરંતુ બ્રીજના નિર્માણ દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

10,715 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>