જાણો દુનિયા ના શાનદાર malls વિષે

શોપિંગ થઇ જાય અને એડવેન્ચરનો પણ લુફ્ત ઉઠાવી શકાય, એવા મોલ કોને પસંદ ન હોય. પોતાની ખાસ ડિઝાઇન, ઇન્ટિરિયર અને વિશેષ સુંદરતાના કારણે દુનિયાના ઘણાં શહેરોમાં બનેલા આ મોલ ફકત લોકોને આકર્ષિત જ નથી કરતા પરંતુ સહેલાણીઓને ત્યાં ફરવાનું પસંદ આવે છે. ખાસ કરીને યુવાનો માટે તો આ મોલ ઘણાં જ ખાસ છે. અમે આપને બતાવી રહ્યા છીએ દુનિયાના આવા જ કેટલાક ખાસ મોલ્સ અંગે, જે પોતાની ખાસિયતોના પગલે દુનિયાભરમાં છવાયેલા છે.

ઇજિપ્તની કલાકૃતિથી પ્રેરિત છે સનવે પિરામિડ

This is the world's most magnificent mall, this is a very special things

આ મોલ મલેશિયાના સુબંગ જયા શહેરમાં છે. આ મોલ ૧૯૯૭માં બનીને તૈયાર થયો હતો. મોલ પોતાની શ્રેષ્ઠ ડિઝાઇનના કારણે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. મોલનું નિર્માણ પિરામિડની જેમ કરવામાં આવ્યું છે. મોલના પ્રવેશ દ્ધાર પર વિશાળકાય સિંહની પ્રતિમા બનાવાઇ છે. જેને જોવા સહેલાણીઓ ત્યાં આવે છે. તેમાં ૮૦૦થી વધુ દુકાનો છે. મોલનું ઇન્ટિરિયર અને ડિઝાઇન ઇજિપ્તની કલાકૃતિથી પ્રેરિત છે.

ન્યૂ સાઉથ ચાઇના મોલ

This is the world's most magnificent mall, this is a very special things

લીજિંગ સ્પેસના જણાવ્યા અનુસાર આ દુનિયાનો સૌથી મોટો મોલ છે. ચીનના ડોંગુઆનમાં બનેલા આ મોલનો ફેલાવો અંદાજે ૭૧ લાખ ચોરસ વર્ગ મીટર છે. ૨૦૦૫માં આ મોલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. મોલમાં ૨૩૫૦ સ્ટોર છે. આ મોલ સાત ઝોનમાં ફેલાયેલો છે. જેના નામ છે, એમ્સ્ટર્ડમ, કેલિફોર્નિયા, કેરેબિયન, ઇજિપ્ત, પેરિસ, રોમ અને વેનિસ. દરેક પાર્ટની ડિઝાઇન આ શહેરો અનુસાર કરવામાં આવી છે. આ મોલ એક ફેમસ ટુરિસ્ટ પેલેસ પણ છે.

બેસ્ટ એડમોન્ટો મોલ

This is the world's most magnificent mall, this is a very special things

અંદાજે ૩.૫ લાખ ચોરસ મીટર એરિયામાં બનેલો આ મોલ કેનેડાના એડમોન્ટો અલ્બર્ટામાં છે. જેમાં અંદાજે ૮૦૦ સ્ટોર છે અને એક સાથે ૨૦ હજાર ગાડીઓ અહીં પાર્ક કરી શકાય છે. આ મોલમાં એક વર્ષમાં અંદાજે ૨૮૨ લાખ લોકો આવે છે. મોલમાં એન્ટરટેનમેન્ટ માટે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. પાર્ટી કરવા, જન્મદિવસ સેલિબ્રેટ કરવા અહીં ખાસ સુવિધાઓ મળે છે.

એસએમ મોલ ઓફ એશિયા

This is the world's most magnificent mall, this is a very special things

આ મોલ ફિલીપાઇન્સના ક્યુઝોન શહેરમાં છે. મોલ ૧૯૮૫માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો. આ મોલને દક્ષિણ એશિયાનો સૌથી મોટો મોલ માનવામાં આવે છે. જેનું ક્ષેત્રફળ ખુબ જ વિકસિત છે. જેનો વિસ્તાર અને પુર્નવિકાસનું કામ હજી સુધી થઇ રહ્યું છે. આ મોલમાં ૧૧૦૦ થી વધુ દુકાનો અને ૪૦૦ ફૂડ કોર્ટ છે. આ ઉપરાંત, એક રેસિડેન્શિયલ એરિયા પણ છે. મોલનું વિભાજન આંઠ ભાગોમાં કરવામાં આવ્યું છે, સિટી સેન્ટર, ઇન્ટીરિયર ઝોન, ધ એનેક્સ, ધ બ્લોક, ધ વેરહાઉસ ક્લબ, સ્કાય ગાર્ડન, નાથલિંક અને ગ્રાસ રેસિડેન્સ. આ બધા ભાગની ડિઝાઇન તેને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. મોલમાં એક સાથે ૧૦ હજાર કાર પાર્કિંગની સુવિધા છે.

શહવીર મોલ, ઇસ્તમ્બુલ

This is the world's most magnificent mall, this is a very special things

તુર્કીના ઇસ્તામ્બુલ શહેરમાં આ મોલ ૪ લાખ ૨૦ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલો છે. આ મોલનું આખુ નામ ઇસ્તામ્બુલ શહવીર શોપિંગ અને એન્ટરટેન્મેન્ટ સેન્ટર પણ છે. ૨૦૦૫થી આ મોલ પોતાની સેવા આપી રહ્યો છે. યૂરોપીય મહાદ્ધીપમાં આ સૌથી મોટો મોલ માનવામાં આવે છે. આ મોલમાં ૩૪૩ શોપ્સ અને ૪૮ રેસ્ટોરન્ટ, ૧૨ મલ્ટીપ્લેક્સ, એક શો સ્ટેજ, એક બોલિંગ હોલ અને એક રોલર કોસ્ટર રાઇડની સુવિધા છે. આ મોલમાં છ ફ્લોરમાં રિટેલ ઝોન છે.

સેન્ટ્રલ વર્લ્ડ મોલ, બેંગકોક

This is the world's most magnificent mall, this is a very special things

સેન્ટ્રલ વર્લ્ડ મોલ વર્લ્ડના મોટા મોલમાંનો એક છે. આ મોલમાં આકર્ષણનું કેન્દ્ર ડાસિંગ ફાઉન્ટેન છે. ૪૦૦ ડાન્સિંગ ફાઉન્ટેન પ્લાઝા જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં આવે છે. આ મોલમાં ઇન્ડોર સ્કેટિંગ રિંક, બાળકોના રમવા માટે પ્લેગ્રાઉન્ડ, લાયબ્રેરી અને ઇન્ટરનેટ સેન્ટર છે. અહીં પર ઇલેકટ્રોનિક ગુડ્સ અને હોમ ફર્નિચરની મોટી બ્રાન્ડ્સ મોજુદ છે. આ મોલને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પણ કહેવામાં આવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,000 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 3