આ છે દુનિયાના સૌથી મોટા હીરાઓ, અચૂક જાણો

દુનિયામાં એકથી એક ચઠીયાતા ડાયમંડ તમને જોવા મળે છે. અમુક હીરાનો ભાવ તો બોલી પણ ન શકાય તેમ હોય છે. દુનિયામાં સૌથી મોટો અને અમૂલ્ય ડાયમંડ સાઉથ આફ્રિકામાં છે, જેનું નામ “ધ ગોલ્ડન જુબલી” છે. આ અત્યંત તેજસ્વી હીરો છે. માઇનિંગ ગ્લોબલના રીપોર્ટના આધારે અમે તમને દુનિયાના સૌથી મોટા હીરા વિષે જણાવવાના છીએ.

ધ ગોલ્ડન જુબલી

top 10 largest diamonds of the world | janvajevu.com

કેરેટ: ૫૪૭.૬૭

દેશ: સાઉથ આફ્રિકા

વર્ષ: ૧૯૮૫

૧૯૮૫માં સાઉથ આફ્રિકા માંથી મળેલ આ હીરાને ખુબજ ખાસ માનવામાં આવે છે. ૫૪૫ કેરેટથી વધારે આ હીરો ડાયમંડની દુનિયામાં સૌથી બેસ્ટ ડાયમંડ છે.

ઘ કુલ્લીનન-૧

top 10 largest diamonds of the world | janvajevu.com

કેરેટ: ૩૧૭.૧૪

દેશ: દક્ષીણ આક્રિકા

વર્ષ: ૧૯૦૫

૩૧૦૬ કેરેટનો કુલ્લીનન પથ્થર માંથી કાપીને બનાવેલ આ બીજો સૌથી મોટો ડાયમંડ છે. રાજા એડવર્ડે આને ખજાના માં શાહી મુકુટનો હિસ્સો બનાવ્યો છે. આની અંદાજિત કિંમત ૪૦ કરોડ ડોલર છે. ઘ કુલ્લીનન ટાવર ઓફ લન્ડનમાં આ હીરાને પ્રદર્શન માટે રાખ્યો છે.

ઘ કુલ્લીનન-૨

top 10 largest diamonds of the world | janvajevu.com

કેરેટ: ૫૩૦.૨૦

દેશ: સાઉથ આફ્રિકા

વર્ષ: ૧૯૦૫

આ ડાયમંડનુ બીજું નામ “સ્ટાર ઓફ આફ્રિકા” છે. વાસ્તવમાં કુલ્લીનનથી કપાયેલ નવ ભાગોમાંથી આ સૌથી મોટો ભાગ છે. આ ડાયમંડ ૫૩૦.૨૦ કેરેટનો છે, જે દુનિયામાં મળતો બીજા નંબરનો હીરો છે. આ હીરો ગ્રેટ બ્રિટનના ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉનના મધ્યથી જડેલ છે.

ધ ઇનકંપેયરેબલ

top 10 largest diamonds of the world | janvajevu.com

કેરેટ: ૪૦૭.૪૮

દેશ: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો

વર્ષ: ૧૯૮૦

આ ડાયમંડ વિષે કહેવામાં આવે છે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ૧૯૮૪ દરમિયાન એક નાનો બાળક આ હીરા સાથે રમી રહ્યો હતો. આ હીરાની અંદાજીત કીમત ૨ કરોડ ડોલર છે.

ધ સ્પ્રીટ ઓફ ગ્રીસોગોનો

top 10 largest diamonds of the world | janvajevu.com

કેરેટ: ૩૧૨.૨૪

દેશ: સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક

વર્ષ: અજાણ્યો

ધ સ્પ્રીટ ઓફ ગ્રીસોગોનો દુનિયાનો પાંચમો સૌથી મોટો અને દુનિયાનો પહેલો મોટો કાળો હીરો છે. વેસ્ટર્ન સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકન માં આ હીરો મળ્યો હતો. આજે આ હીરો સફેદ સોનાની અંગુઠીમાં લાગેલ છે. આની ચારે બાજુ ૭૦૨ સફેદ હીરા જડેલ છે, અને આનુ વજન ૩૬.૬૯ કેરેટ છે.

ધ સેન્ટેનરી

top 10 largest diamonds of the world | janvajevu.com

કેરેટ: ૨૭૩.૮૫

દેશ: દક્ષીણ આક્રિકા

વર્ષ: ૧૯૮૬

આ પણ એક અમૂલ્ય હીરો છે, જેની શોધ ૧૭ જુલાઈ ૧૯૮૬માં થઈ હતી. આનો વાસ્તવિક પથ્થર ૫૯૯ કેરેટનો હતો. હાલમાં, આના માલિક, સ્થાન અને કિમતનો અંદાજ કોઈ ને પણ નથી. ૧૯૯૧માં આની કીમત ૧૦ કરોડ ડોલર નક્કી કરી હતી.

ધ જુબલી

top 10 largest diamonds of the world | janvajevu.com

કેરેટ: ૨૪૫.૩૫

દેશ: દક્ષીણ આક્રિકા

વર્ષ: ૧૯૮૫

૧૯૮૫માં દક્ષીણ આક્રિકા ની જેગર્સફોન્ટેન નામની ખાણમાંથી ધ જુબલી હીરો મળ્યો હતો. ધ જુબલી હીરાને “રિટ્ઝ” ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ડાયમંડને આ નામ દક્ષિણ આફ્રિકાના ફ્રી સ્ટેટ પ્રાંતના રાષ્ટ્રપતિ ફ્રાન્સિસ વિલિયમ રિટ્ઝ ના નામ પરથી મળેલ છે.

ધ ડી બીયર કેરેટ

top 10 largest diamonds of the world | janvajevu.com

કેરેટ: ૨૩૪.૬૫

દેશ: દક્ષીણ આક્રિકા

વર્ષ: ૧૮૮૮

વર્ષ ૧૯૮૮માં દક્ષીણ આક્રિકામાં આ ડાયમંડ નીકળ્યો હતો. દક્ષીણ આક્રિકાના કિમ્બર્લી પરિસરમાં મળેલ આ સૌથી મોટો ડાયમંડ છે. આ દુનિયાનો ૮મો સૌથી મોટો હીરો છે.

ધ રેડ ક્રોસ

top 10 largest diamonds of the world | janvajevu.com

કેરેટ: ૨૦૫.૦૭

દેશ: દક્ષીણ આક્રિકા

વર્ષ: ૧૯૦૫

આ ડાયમંડ પોતાના પીળા રંગ માટે જીણીતો છે. ૨૦૫.૦૭ કેરેટનો આ હીરાને તકિયાના આકારમાં કાપીને બનાવેલ છે. આને ઘણી બધી ડાયમંડ કંપનીએ “દુર્લભ હીરા” નો ખિતાબ આપ્યો છે.

ધ મિલેનિયમ સ્ટાર

top 10 largest diamonds of the world | janvajevu.com

કેરેટ: ૨૦૩.૦૪

દેશ: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો

વર્ષ: ૧૯૯૦

આ ડાયમંડની શોધ બાદ દુનિયાની સૌથી મોટી ડાયમંડ કંપની “ડી-બીયર” એ આ હીરાને ખરીદ્યો હતો. ત્યારબાદ ડાયમંડ કંપની સ્ટાઇન્મેનટ્સ ગ્રુપની સબસીડીયરી કંપની એસ્કોટ ડાયમંડે આ હીરાને કાપવામાં અને આકાર આપવામાં ૩ વર્ષ લગાડ્યા હતા. ડી-બીયરના ચેરમેન રહેલ હેરી ઓફેનહાઈમરે એક વાર કહ્યું હતું કે “આ મારી જિંદગીનો સૌથી ખૂબસૂરત હીરો છે.”

Comments

comments


8,984 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 6