આ છે દુનિયાના ઉટપટાંગ અને બ્યુટીફૂલ રેલ્વે ટ્રેક, જેને અચૂક જોવા જોઈએ!

engadin-valley-swiss-alps-3119-1280x800

દુનિયાના એવા ઘણા બધા દેશો છે જ્યાંનો રેલ્વે ટ્રેક વિચિત્ર છે તો કોઈ દેશની પહેચાન પણ રેલ્વે ટ્રેકથી બનેલ છે. દુનિયામાં એવી ઘણી જગ્યા છે જ્યાં કોઈ ટ્રેન વાદળો માંથી નીકળે છે તો કોઈ એરપોર્ટ, ઊંડી  ટનલ, સમુદ્ર કે નદીઓ પર બનેલ વિશિષ્ટ પુલ કે વાંકાચૂકા પર્વતોથી નીકળે છે.

તમે જયારે ઉટપટાંગ અને બ્યુટીફૂલ રેલ્વે ટ્રેકની સવારી કરશો ત્યારે તમારો સફર કરવાની મજા ડબલ થઇ જશે. જયારે તમે આ ટ્રેનોને પહેલી વાર જોશો ત્યારે તમને એક ક્ષણ માટે તમારી આંખો પર વિશ્વાસ નહિ આવે. કદાચ આ જ કારણે લોકોમાં નવીનતમ ટ્રેનો જોવાની ઉત્સુકતા વધે છે. જુઓ નીચે દર્શાવેલ વિચિત્ર રેલ્વે ટ્રેક.

મેકલોંગ માર્કેટ રેલવે, થાઇલેન્ડ

16

આ રેલ્વે ટ્રેક કોઈ આશ્ચર્યથી ઓછો નથી. ચોકાવનારી વાત એ છે કે અહી ટ્રેન ઘરોની વચ્ચે નીકળે છે. જયારે આ ટ્રેન નીકળે છે ત્યારે લોકોને પોતાના ઘરના દરવાજા બંધ કરવા પડે છે. અહી રહેતા બાળકો અહી રમીને જ મોટા થયા છે. આ ટ્રેન વિયેતનામની રાજધાની હિનોઈમાં નીકળે છે.

પાછલા થોડા વર્ષોથી આ ટ્રેન ચર્ચાનો વિષય બની છે. અહી રહેતા લોકો પોતાના ઘરના સામાનને ટ્રેનના પાટાઓ પર જ ફેલાવી રાખે છે કારણકે આ માર્કેટનો એરિયા છે. જયારે ટ્રેન આવવાનો સમય થાય ત્યારે લોકો પોતાનો સમાન ઊંચકવા માંડે છે. અહીના વેપારીઓ રેલ્વેના પાટા પર શાકભાજી, માછલી, ઈંડા અને અન્ય સામાનો વેચે છે.

ટ્રેન ટુ ધ ક્લાઉડ, આર્જેન્ટીના

14

આર્જેન્ટીના ની આ રેલ્વેને દુનિયાની ત્રીજી સૌથી ઉંચી રેલ્વે ટ્રેક કહેવામાં આવે છે. આ ટ્રેન વાદળો પર ચાલે છે. આર્જેન્ટીનાના સમુદ્રતટ થી ચાર હજાર મીટરની ઉંચાઈએ એન્ડીઝ પર્વત શ્રુંખલાથી એક એવી ટ્રેન નીકળે છે જેને ટ્રેન ટુ ધ ક્લાઉડ કહેવામાં આવે છે.

આ ટ્રેન વાદળોને ચીરીને આગળ વધતી રહે છે. આ અનોખા રેલ્વેરૂટનું નિર્માણ ૧૯૨૦માં અમેરિકી એન્જિનિયર રિચર્ડ ફોન્ટેન મરે એ કર્યું હતું. આ રેલ્વેનની બંને બાજુ ભારે વાદળો હોય છે જેનાથી આવું દ્રશ્ય પ્રગટ થાય છે. જેણે જોઈને કોઈને પણ લાગી શકે કે આ ટ્રેન વાદળોની ઉપરથી ચાલી રહી છે.

નૅપીયર ગિસબૉર્ન રેલવે, ન્યુઝિલેન્ડ

Gisy Airport Fieldair DC3

આ ખુબજ સુંદર છે. આ રેલ્વે, એરપોર્ટના મુખ્ય રનવેથી પસાર થાય છે. જયારે ટ્રેન એરપોર્ટના મેદાનમાંથી પસાર થાય છે ત્યારે તેને એર ટ્રાફિક કન્ટ્રોલ રૂમ પાસેથી પરમીશન લેવી પડે છે. દુનિયાનું આ પ્રથમ મેદાન છે જ્યાં તમે રેલ્વે અને એરપોર્ટને એકસાથે જોઈ શકશો.

ન્યુઝિલેન્ડમાં આ નઝારો જોવાલાયક છે. જો તમે આ વ્યુ જોવાની ખ્વાહિશ રાખતા હોવ તો તમારે જવું પડશે ન્યુઝિલેન્ડમાં.

લેન્ડ વાસર વીડકટ, સ્વિટ્ઝર્લૅન્ડ

engadin-valley-swiss-alps-3119-1280x800

સ્વિટ્ઝર્લૅન્ડનું લેન્ડ વાસર વીડકટ રેલ્વે બ્રીજ લેન્ડ વાસર નદીની ઉપર બન્યું છે, જે હવે એક વિશ્વ હેરિટેજ છે. આની ખાસવાત એ છે કે આ ટ્રેન બ્રીજને પસાર કર્યા બાદ ટનલમાં પ્રવેશે છે. આ ટનલની એકબાજુ ગહેરી ઊંડાઈ તો બીજીબાજુ ધોર અંધકાર સાથે ૬૩ કિલોમીટરનો સફર પસાર કરે છે.

આર્કિટેક્ટની અનોખી મિસાઈલ એ છે તેમણે આ બ્રીજમાં ૬ કર્વ (વળાંક) કર્યા છે, જે સફરને રોમાંચક બનાવી દે છે. જયારે આ ટ્રેન બ્રીજમાંથી પસાર થાય છે ત્યારે તેની એક તરફ ઊંડી નદી છે તો બીજી તરફ પહાડો છે.

ગેઓનગ્વા સ્ટેશન, દક્ષિણ કોરિયા

jinhae7

દક્ષિણ કોરિયામાં આ રેલ્વેની આજુબાજુ 340,000 ચેરીના વૃક્ષો છે. આ વૃક્ષોમાંથી તેના ફૂલો જમીન ઉપર પડે છે અને ફેલાય જાય છે. આ જગ્યા રોમેન્ટિક કપલ્સની વચ્ચે પ્રખ્યાત છે. ઉપરાંત દક્ષિણ કોરિયામાં પણ પર્યટકો વચ્ચે આ ફેમસ છે.

ટનલ ઓફ લવ, યુક્રેન

85b3a7581c1a6e1aa324027a00096f4a

દુનિયામાં એવી ઘણી પ્લેસીસ છે જે લોકોને ખુબજ પસંદ આવે છે. એવી પ્લેસમાંથી એક છે યુક્રેનની ટનલ ઓફ લવ પ્લેસ. જેણે જોઇને કોઇપણ કપલ ત્યાં જવાનું વિચારી શકે છે. કપલ્સની વચ્ચે આ ફેમસ હોવાને કારણે આને ‘ટનલ ઓફ લવ’ નું નામ આપવામાં આવ્યું છે.

અહી કપલ્સ રોમેન્ટિક મૂડમાં ફોટાઓ પાડતા જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે અહી માંગેલી મન્નત પૂરી થાય છે. જયારે શિયાળો આવે છે ત્યારે આ ટનલ ઉપર બરફનો વરસાદ થાય છે જેણે જોતા એવું લાગે કે જાણે ટનલ ઉપર વ્હાઈટ ચાદર ફેલાય ગઈ હોય. અહી મોસમ અનુસાર ટનલનો રંગ બદલાતો રહે છે.

Comments

comments


12,906 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 13