આ છે તમારા કામમાં આવે તેવા જરૂરી નુસખાઓ

Lemon-and-Honey-Direct-Application-1

*  ચહેરાને ચમકદાર અને એક્ને ફ્રી બનાવવા માટે રોજ લીંબુ ઘસવું. આનાથી તમારી સ્કીન પણ સોફ્ટ બનશે. આ એક નેચરલ અને સૌથી સારો ઉપાય છે.

*  લીંબુને કોણીમાં ઘસવાથી કોણીની કાળાશ દુર થાય છે.

*  જો તમને હાર્ટની બીમારી હોય તો સોડીયમની માત્રા ઓછી કરો. દિલની બીમારીમાં મીઠાનું સેવન બને ત્યાં સુધી ઓછુ જ કરવું. કારણકે આના સેવનથી બ્લડ પ્રેશર અને રક્તચાપ વગેરેની સમસ્યાનો સામનો કરવો પડે છે.

*  શું તમને ખબર છે વધાર પડતા બટેટાને ખાવાથી તમારા વાળ મજબુત બને છે?  ન્હાયા પહેલા માથામાં બટેટાનો રસ ઘસવો અને ૨૦ મિનીટ પછી માથું ધોઈ લેવું. પોટેટો માં મળતા વિટામીનથી તમારા વાળ લાંબા થશે, ગ્રોથ વધશે અને મજબૂત બનશે.

*  ચહેરાની ચમક માટે જરૂરી છે સ્ક્રબિંગ. આના માટે માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ્સ અવેઈલેબલ હોય છે. આ પ્રોડક્ટ્સને તમારે સીધી મોઠા પર ન લગાવવી. આને લગાવતી વેળાએ ક્રીમને હાથમાં કાઢી પાણીના બે ત્રણ ટીપાઓ નાખવા. ત્યારબાદ જ આનો ઉપયોગ કરવો.

*  બાદમ, વરીયાળી અને ખાંડને બરાબર માત્રામાં લઇને તેને પીસી લેવી. આ મિશ્રણમાથી ૧૦ ગ્રામ જેટલો ભાગને ૨૫૦ મિલી દૂધની સાથે રાત્રે સુતા પહેલા લેવું. ૪૦ દિવસ સુધી વારંવાર આનો ઉપયોગ કરવાથી તમારી આંખની રોશની વધશે. યાદ રાખવું કે આને લીધા પછી બે કલાક સુધી પાણી ન પીવું.

*  રાત્રે સુતા પહેલા કોફી ન પીવો. આમાં રહેલ તત્વ કૈફીનથી મગજ એક્ટીવ રહે છે. આનાથી રાત્રે મોડી ઊંધ આવે છે.

*  ડોક્ટર્સ મુજબ મહિલાઓને સારા સ્વાસ્થ્ય માટે માસિક ધર્મ નિયમિત અને સામાન્ય હોવું ખુબ જ જરૂરી છે. તેમનું સંપુર્ણ સ્વાસ્થ્ય તેની પર જ ટકેલુ હોય છે. અચાનક માસિક ધર્મ બંધ થઈ જવું, ઓછુ આવવું કે વધારે પડતો રક્તસ્ત્રાવ થવો અસ્વસ્થ્યતાનું સુચક છે. આનાથી તમને મોટી બીમારીઓ થઇ શકે છે. તેથી આવી સમસ્યામાં ડોક્ટર્સ પાસેથી ચેકઅપ અવશ્ય કરાવવો.

*  મસાઓથી છુટકારો મેળવવા ફ્રેશ કોથમીર ખુબજ ફાયદાકારક છે. લીલી કોથમીરને પીસીને તેની પેસ્ટ બનાવવી. હવે આ પેસ્ટને રોજ મસાઓ પર લગાવવી. આ નેચરલ ઉપાયથી તમને જરુરુ ફરક લાગશે.

*  ન્હાતા સમયે શરીર પર બેસન અને દહીંની પેસ્ટ લગાવવી. આનાથી ત્વચા સાફ થઇ જશે અને બંધ છીદ્રો ખુલી જશે. આમ કરવાથી તમારા શરીરમાં દુર્ગંધ નહિ આવે.

*  મોઢાની દુર્ગંધ દુર કરવા માટે તમે તુલસીના પાન, વરિયાળી કે એલચી ખાઈ શકો છો. આને નેચરલ માઉથ ફ્રેશનર માનવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


20,837 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>