ટેક્નોલોજી ક્ષેત્રની આ છે 5 પાવરફુલ મહિલાઓ

ભારતની તમામ મહિલાઓ પોત પોતાના ક્ષેત્રોમાં ખૂબ નામના મેળવી રહી છે. સરકારી અને ખાનગી ક્ષેત્ર બન્નેમાં ખૂબ ખ્યાતી મેળવી છે. તેમાંથી એક ટેકનીક ક્ષેત્ર પણ છે અને ઘણી ટેક કંપનીઓનો કારભાર ભારતીય મહિલાઓના હાથમાં જ છે. Janvajevu તમને આવી જ 5 મહિલાઓ વિશે જણાવી રહ્યું છે, જે ટેકનીક ક્ષેત્ર મોટી કંપનીઓમાં એમડી અને સીઈઓના પદ પર કામ કરી રહી હોય. આ પાવરફુલ મહિલાઓના હાથમાં કંપનીના અબજો રૂપિયાના ટર્નઓવરનો કમાન્ડ છે.

વનિતા નારાયણન

5 powerful women in the technology sector, which handles billions of business

મેનેજિંગ ડાયરેક્ટરઃ આઈબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ

વનિતા નારાયણન આઇબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર છે. તેની સાથે જ તેમના પર ભારત અને દક્ષિણ એશિયા પ્રાંત (આઈએસએ) માટે ક્ષેત્રીયની પણ જવાબદારી છે. જાન્યુારી 2013માં આ ભૂમિકા માટે પસંદ કરાયા બાદ તેઓ ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા સહિત દક્ષિણ એશિયામાં આઈબીએમ માટે વેચાણ, માર્કેટિંગ, સેવાઓ અને વૈશ્વિક વિતરણના સંચાલનની જવાબદારી સંભાળે છે.

આ રીતે શરૂ થઈ સફર

વનિતા વર્ષ 1987માં અમેરિકામાં આઇબીએમની સાથે જોડાયા. તેમણે અલગ અલગ દેશમાં ઘણા હોદ્દાઓ પર રહીને કંપની માટે કામ કર્યું છે. વર્ષ 2009 બાદથી તેઓ આઇબીએમના આઇએએસ કારોબારનો હિસ્સો બન્યા. આ દરમિયાન તેમણએ વેચાણ અને ડિસ્ટ્રીબ્યૂશન લીડરની ભૂમિકા ભજવી. હાલમાં જ તેઓ કંપનીના ગ્લોબલ બિઝનેસ સર્વિસીસ માટે મેનેજિંગ પાર્ટનરના રૂપમાં પસંદ થયા છે. આ પહેલા તેઓ એશિયા-પ્રશાંત ક્ષેત્રની સંચાર શાખાના ઉપાધ્યક્ષ રહેવા ઉપરાંત આઇબીએમની દૂરસંચાર સમાધાન પ્રસ્તાવોની વૈશ્વિક ઉપાધ્યક્ષના પદ પર હતા. તેઓએ મદ્રાસ યૂનિવર્સિટીમાંથી માર્કેટિંગમાં એમબીએ કરવા ઉપરાં હ્યૂસ્ટન યૂનિવર્સિટીથી સૂચના પ્રણાલીમાં એમબીએની ડિગ્રી મેળવી છે.

નીલમ ધવન

5 powerful women in the technology sector, which handles billions of business

મેનેજિંગ ડાયરેક્ટરઃ એચપી ઇન્ડિયા

નીલમ ધવન હેવલેટ-પેકર્ડ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર છે. કંપનીમાં તેમનું કામ સર્વિસ, પર્સનલ સિસ્ટમ્સ અને ઇમેજિંગ અને મુદ્રણ વ્યવસાયોમાંથી કંપનીની આવક અને નફાને સુનિશ્ચિત કરવાનું છે.

આ રીતે થઈ શરૂઆત

નીલમને બીપીઓ, સોફ્ટવેર એન્જીનિયરિંગ, સંશોધન અને આઇટી સેવાઓ જેવા ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ છે. નીમલ કંપનીના વ્યાપારિક એજન્ડાને આકાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલા નીલમ વર્ષ 2005થી 2008 સુધી માઇક્રોસેફ્ટ ઇન્ડિયાની સાથે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. પોતાના કાર્યકાળ દરમિયાન નીલમે માઈક્રોસોફ્ટન રણનીતિને વધુ સારી બનાવવા ઉપરાંત ઓપરેશન ક્ષમતા અને કાર્યોમાં સુધારા કર્યા. તેમણે કંપનીના નાણાંકીય પ્રદર્શનનું ધ્યાન રાખ્યું. એચપીમાં જવાબદારી સંભાળતા પહેલા તેઓ એચસીએલ અને આઇબીએમ સહિત ઘણી મુખ્ય ભારતીય આઇટી કંપનીઓમાં મહત્ત્વપૂર્ણ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે.

અરૂણા જયંતિ

5 powerful women in the technology sector, which handles billions of business

સીઈઓઃ કેપજૈમિની ઇન્ડિયા

અરૂણા જયંતિ કેપજૈમિની સમૂહની સૌથી મોટા વ્યાપારિક એકમમાંથી એક એવા કેપજૈમિની ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી છે. અરૂણા કંપનીના તમામ એકમોના સંચાલનની જવાબદારી સંભાળે છે. તેની સાથે જ તેઓ 40 હજાર કરતાં વધુ કર્મચારિઓના કામ પર નજર રાખે છે. સાથે જ ભારતમાં કન્સલટન્સી, પ્રૌદ્યોગિકી અને આઉટસોર્સિંગ સેવાઓ માટે પણ કામ કરે છે.

આ રીતે થઈ શરૂઆત

જાન્યુઆરી 2011માં સીઈઓની ભૂમિકા સંભાળતા પહેલા અરૂણા કેપજૈમિની આઉટસોર્સિંગના ગ્લોબલ ડિલીવરી અધિકારી હતા. આ હોદ્દા પર કામ કરતા તેણમે વૈશ્વિક સ્તરે કેપજૈમિની માટે ઘણી જવાબદારી સંભાળી. અરૂણાને આઇટી સેવા ઉદ્યોગમાં કામ કરવાનો બે દાયકાનો અનુભવ છે. તેઓ બહુરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બન્ને પ્રકારની કંપનીઓમાં કામ કર્યું છે. તેઓ યૂરોપ અને ઉત્તર અમેરિકાની બહાર કામ કરી ચુક્યા છે અને હજુ પણ ઉપભોક્તાઓ અને વિશ્લેષકો ઉપરાંત કંપનીના કર્મચારીઓને મળવા, ગ્રાહકોની અપેક્ષાઓ અને બજારની ચાલ સમજવા માટે સતત પ્રવાસ કર્યા કરે છે. સીઈઓ પદ પર પોતાની નિમણૂંકના ખૂબ ઓછા સમયમાં તેમણે ભારતીય માર્કેટમાં પોતાની એક અલગ છોડવામાં સફળતા મેળવી છે. તેમણે ફોર્ચ્યુન ઇન્ડિયાના વર્ષ 2012ના વ્યાપાર ક્ષેત્રના 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ત્રીજનું સ્થાન મળ્યું હતું.

કીર્થિગા રેડ્ડી

5 powerful women in the technology sector, which handles billions of business

કાર્યાલય પ્રમુખઃ ફેસબુક ઇન્ડિયા

કાર્થિગા રેડ્ડી ભારતમાં ગ્લોબલ માર્કેટિંગ સોલ્યૂશ ટીમનું નેતૃત્વ કરે છે. ઉપરાંત ટોચની ક્ષેત્રીય સંસ્થાઓ અને ઉપભોક્તાઓની સાથે સામરિક સંબંધો માટે નિર્માણ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કીર્થિગાએ જુલાઈ 2010માં ફેસબુક ઇન્ડિયાના પ્રથમ મહિલા કર્ચારીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો અને વિશ્વભરમાં કંપનીના યુઝર્સ, એડવર્ટાઈઝર અને ડેવલપર્સની વધતી સંખ્યાનો સાથ આપતા હૈદરાબાદમાં ભારતીય કારોબારની શરૂઆત કરી.

આ રીતે થઈ શરૂઆત

ફેસબુક પહેલા કીર્થિકા ફીનિક્સ ટેક્નોલોજીમા ભારતીય ક્ષેત્રના ઓપરેશન અને ઉપભોક્તા સુરક્ષા કારોબાર એકમના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર હતા. તેમણે અમેરિકા, ભારત, જાપાન, કોરિયા અને તાઈવાનમાં સ્થિત એક વૈશ્વિક ટીમનું નેતૃત્વ કર્યું. તેમણે મોટોરોલાની સાથે ઉત્પાદન મેનેજમેન્ટમાં ડાયરેક્ટરના પદ પર કાર્ય કરવા ઉપરાંત સિલિકોન ગ્રાફિક્સમાં એન્જીનિયરિંગના ડાયરેક્ટર પર અને બુજ એલન હેમિલ્ટનમાં એસોસિએટના રૂપમાં કામ કર્યું છે. તેમણે પોતાના પ્રોફેશન જીવનનો મોટા ભાગનો સમય કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં વિતાવ્યો છે. તેમણે સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયથી એમબીએ કર્યું છે. ઉપરાંત તેણમે સિરેક્યૂઝ વિશ્વવિદ્યાલયથી કોમ્પ્યુટર એન્જીનિયરિંગમાં એમ.એસ. અને ભારતના આંબેડકર વિશ્વવિદ્યાલયથી કોમ્પ્યુટર વિજ્ઞાનમાં બી.ઈ. કર્યું છે. કીર્થિગા વર્ષ 2013માં ફાસ્ટ કંપની તરફથી વ્યાપારની દુનિયામાં 100 સૌથી રચનાત્મક લોકોની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યા છે. તેઓ ફોર્ચ્યુન ઇન્ડિયાના ભારતના 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે.

કુમુદ શ્રીનિવાસન

5 powerful women in the technology sector, which handles billions of business5 powerful women in the technology sector, which handles billions of business

અધ્યક્ષઃ ઇન્ટેલ ઇન્ડિયા

કુમુદ શ્રીનિવાસન ઇન્ટેલ ઇન્ડિયાના કારોબારી મેનેજમેન્ટ સંભાળે છે. તેઓ રણનીતિ, વ્યાપારનું સંચાલન, સંગઠનાત્મક વિકાસ, ઇન્જીનિયરિંગ અને બજારના વિકાસ માટે કામ કરવા ઉપરાંત સરકાર, ઉદ્યોગ જગત અને શિક્ષિણ સંસ્થા સાથે સારા સંબંધ બનાવવાનું કામ સંભાળે છે.

આ રીતે થઈ શરૂઆત

થોડા વર્ષ પહેલા કુમુદ સિલિકોન સોફ્ટવેર અને સર્વિસીસના આઇટી વિભાગના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર હતા. ત્યાં તેઓ ઇન્ટેલના સોફ્ટવેર અને હાર્ડવેર એન્જીનિયર માટે આઇટી સમાધાન અને સેવાઓના વિતરણનું કામ સંભાળતા હતા. કુમુદ વર્ષ 1987માં ઇન્ટેલમાં સામેલ થયા અને ઇન્ટેલના મેન્યુફેક્ચરિંગ અને આઇટી સંગઠનોમાં ઘણી મહત્ત્વપૂર્ણ વ્યાપારિક અને સૂચના પ્રણાલી સાથે સંબંધિત હોદ્દાઓ સંભાળ્યા. ઉપરાંત શ્રીનિવાસન સિરેક્યૂઝ વિશ્વવિદ્યાલયના સ્કૂલ ઓફ ઇન્ફોર્મેશન સ્ટડીઝના સલાહકાર બોર્ડના સભ્ય પણ છે. તેઓ બેંગલુરુના ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની ગવર્નિંગ બોડીના સભ્ય પણ છે. તેમણે 1981માં કોલકાતા વિશ્વવિદ્યાલયથી આર્થશાસ્તરમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યાર બાદ વર્ષ 1984માં સિરેક્યૂઝ વિશ્વવિદ્યાલયમાંથી સૂચના અને પુસ્તકાલય અધ્યયનમાં માસ્ટર ડિગ્રી મેળવી. ઉપરાંત કુમુદ કેલિફોર્નિયાના બર્કલે વિશ્વવિદ્યાલયથી સૂચના વિજ્ઞાનમાં પીએચ.ડીની પદવી મેળવી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,063 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>