* ડુંગળીના રસને થોડો ગરમ કરીને કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો દુર થાય છે.
* હાલમાં ચિકનગુનિયા ની બીમારીઓનો વધારે ફેલાવો છે. તેથી આ સમસ્યાથી છુટકારો મેળવવા તુલસી અને અજમાના દાણા ફાયદાકારક છે. આના ઉપચાર માટે એક ગ્લાસમાં અજમા, કિશમિશ (દ્રાકસ), તુલસી અને કડવા લીંબડાના સુકા પાન લઇ ઉકાળો. બાદમાં આને ગાળ્યા વગર જ પી જવું. આનાથી તમને ફાયદો થશે.
* તુલસીના પાન, બેકિંગ સોડા, સ્ટ્રોબેરી, કેળા અને વિનેગર (આમાંથી કોઈ પણ એક નો યુઝ કરી શકો છો) દાંતને ચમકાવવા કાફી છે. આ વસ્તુથી દાંતની પીળાશ દુર થશે. ઉપરાંત મોઢામાં થતા ઝીણા ઝીણા રોગો પણ મટશે. અહી દર્શાવેલ બધી વસ્તુઓ ખાવી પણ તુલસીના પાનને તડકામાં સુકવી તેનો પાવડર બનાવવો. બાદમાં આને ટુથપેસ્ટ સાથે મેળવીને બ્રશ કરવું.
* શિયાળો આવી ગયો તેથી બધાને શરદી, ઉધરસની સમસ્યા રહે. આ માટે તુલસીના પાનનો રસ, આદુનો રસ અને મધ બરાબર માત્રામાં મેળવીને દિવસમાં એક ચમચી લઇ ૩ થી ૪ વખત સેવન કરવાથી ખાંસી, ઉધરસ મટશે.
* એક ગ્લાસ નવશેકા પાણીમાં થોડી પીસેલી મરી અને અડધું લીંબુ નાખીને પીવાથી એસીડીટી ચપટીમાં છુમંતર થઇ જશે.
* ફેસ પર આવતા અન્વોન્ટેડ વાળને રોકવા માટે કોર્નફલોર (મકાઈનો લોટ) સારો ઉપચાર છે. આનું સ્ક્રબ બનાવવા માટે એક ઈંડાનો સફેદ ભાગ, થોડી ખાંડ અને કોર્નફલોરને બરાબર મેળવી લો. હવે આ સ્ક્રબને ગરદન અને ફેસ પર ૧૫ મિનીટ સુધી મસાજ કરો. આ લેપ સુકાઈ એટલે મસાજ કરેલ ભાગને ધોઈ લેવો. આ પ્રક્રિયા અઠવાડીમાં ત્રણ વખત કરવી. આનાથી તમને ઘણો ફરક પડશે.
* ચાર પાંચ ખારેક, બે-ત્રણ કાજુ, બે બદામને ૩૦૦ ગ્રામ દુધમાં સારી રીતે ઉકાળો અને ૨ ચમચી મિશ્રી નાખીને રોજ રાત્રે સુતા સમયે લેવું. આનાથી યૌન ઈચ્છા અને કામ કરવાની શક્તિ વધે છે.
* ભીંડાનું શાક ખાવાથી પેશાબની બળતરા દુર થાય છે. તથા પેશ સાફ આવે છે.
* કડવા લીંબડાના પાનને ગરમ પાણીમાં ઉકાળી અને તડકામાં સૂકાવવા દેવા. પછી આ કકડા થાય એટલે ભુક્કો કરીને રોજ રાત્રે સુતા સમયે આમાં પાણી નાખીને પેસ્ટ બનાવી ફેસ પર જ્યાં ખીલના દાગ-ધબ્બા થયા હોય ત્યાં લગાવવું. આને આખી રાત સુધી રાખવું. આ પેસ્ટ ૧૦ મીનીટમાં સુકાય જાય છે તેથી તમે આરામથી સુઈ શકો છો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે.