જગન્નાથ પૂરીનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહી મંદિરનું ભવ્ય નિર્માણ કોઈને પણ મંત્રમુગ્ધ કરે દે છે.
– આ મંદિરની ઊંચાઈ ૨૧૪ ફૂટ છે. આ મંદિરના શીર્ષ પર લાગેલ સુદર્શન ચક્રને જોતા જ એવો અનુભવ થશે કે તે તમારી સામે જ લાગેલું છે.
– અહી મંદિરની ટોચ પરનો ધ્વજ હમેશા હવાની વિપરીત દિશામાં જ લહેરાતો હોય છે.
– તમે કોઈ પણ વિમાનો કે પક્ષીને મંદિરની ઉપર ઉડતા ન જોય શકો.
– જગન્નાથ પૂરી મંદિરના મુખ્ય ગુંબજનો પ્રકાશ દિવસે પડતો દેખાતો નથી.
– જગન્નાથ પૂરી મંદિરના રસોઈઘરને દુનિયામાં સૌથી મોટું રસોઈઘર માનવામાં આવે છે. મંદિરમાં રસોઈ માટે ૭ વાસણોને એક બીજા ઉપર મુકવામાં આવે છે અને રસોઈને લાકડા ઉપર જ બનાવવામાં આવે છે.
– મંદિરના સિંહદ્વારમાં પહેલા પગે પ્રવેશ કરતા જ તમે બહારનો કોઈપણ અવાજ ને ન સાંભળી શકો. જયારે તમે મંદિરની બહાર પગ રાખો છે ત્યારે જ તમે અવાજ સાંભળી શકો છે.
– દરરોજ દિવસ આથમતા મંદિરની ઉપર રહેલ ધ્વજને ઉન્ધો કરીને બદલવામાં આવે છે.
– મંદિરમાં રસોઈ માટીના બનાવેલા વાસણોમાં બનાવાય છે જગન્નાથ પૂરી મંદિરમાં જગન્નાથ ભગવાનને થાળ જમાડવા માટે મહાપ્રસાદ ના નિર્માણ હેતુ ૫૦૦ પ્રકારની રસોઈ અને ૩૦૦ લોકો એકસાથે કામ કરે છે.