આ છે ગુજરાતની રહસ્યમય જગ્યાઓ, શું તમે આમાંથી કોઈ જગ્યા વિષે જાણો છો!

img_5841

ગુજરાત રાજ્ય એટલે આપણા નરેન્દ્ર મોદીનું રાજ્ય. તેઓ ગુજરાતમાં ૩ વખત મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે અને આમ પણ વિશ્વભરમાં ગુજરાત ટુરિસ્ટ વચ્ચે ખુબજ ફેમસ છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યા અન્ય રાજ્યોની સંખ્યામાં વધારે છે. ગુજરાતમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જેમાં વૈજ્ઞાનિકો પણ આજ સુધી હલ નથી કાઢી શક્યા.

ગુજરાત પોતાના ભૌગોલિક સ્થાન વિષે વિશ્વભરમાં પ્રખ્યાત છે. બધી વસ્તુને જોવામાં લોકોને પોતાની અલગ દ્રષ્ટિ હોય છે. અમુક જગ્યાઓ અહી એવી છે જેણે લોકો ઈશ્વરીય ચમત્કાર માને છે. ચાલો જાણીએ આજે આપણા ગુજરાતની મિસ્ટેરીયસ પ્લેસીસ વિષે…

તુલસીશ્યામ

magnethill-guj-1

આ જગ્યા અમરેલી જીલ્લામાં આવેલી છે. તુલસીશ્યામ નામની જગ્યા ‘ગરમ પાણી નો કુંડ’ માટે વિશ્વવિખ્યાત છે. પરંતુ, અહી હવે એક નવું રહસ્ય જોડાય ગયું છે. તુલસીશ્યામ થી ફક્ત ૩ કિલોમીટર દુરના રસ્તા પર એક એવો રોડ છે જેની ખાસીયત એ છે કે, જો તમે ઢાળ આવે ત્યારે ગાડીને બંધ કરી દો તો તે ગાડી નીચે આવવાની જગ્યાએ ઉપરની તરફ ચાલવા માંડે.

ફક્ત આટલું જ નહિ જો તમે આ રસ્તામાં પાણી નાખો તો પણ નીચે આવવાની જગ્યાએ ઉપર જશે. તુલસીશ્યામ નો આ રસ્તો એટલો બધો ફેમસ થઇ ગયો છે કે અહી સેકડો પર્યટકો મુલાકાત લેવા માટે આવે છે.

કાળો ડુંગર

img_5841

તુલસીશ્યામના રોડની જેમ આ જગ્યા પણ જાદુઈ છે. આ કચ્છનો સૌથી ઉંચો ડુંગર છે. અહીના રસ્તાની ખાસીયત એ છે કે ઢાળથી ઉતરતા સમયે અચાનક જ ઝડપ વધવા માંડે છે. એવું લાગે કે નીચીને તરફથી કોઈ શક્તિ આપણને ખેંચી રહી છે. માત્ર આટલું જ નહિ રસ્તાનો ઢાળ ચડતા સમયે પણ ગાડીની ઝડપ વધવા લાગે છે.

સામાન્ય રીતે ઢાળની ઉપર ચઢવાથી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. પરંતુ, આ રહસ્યમય જગ્યા કઈક ઉલટી જ છે.

અમદાવાદની સિદી બશીર મસ્જિદ

d1dfb6962fc07c9c68a753a20880125d

અમદાવાદ સ્થિત સિદી બશીર મસ્જિદને લોકો ‘ઝૂલતો મીનાર’ ના નામે પણ ઓળખે છે. આ મસ્જિદની ખાસીયત એ છે કે અહી કોઇપણ એક મીનારને હલાવવાથી બીજી મીનાર પોતાની જાતે જ હલવા લાગે છે. તેથી આ મસ્જિદની મીનારને ‘ઝૂલતી મીનાર’ પણ કહેવામાં આવે છે.

અહી ઝૂલતી મીનારનું રહસ્ય આજે પણ છે. કેટલાક સાઈન્ટીસ્ટ નું કહેવું છે કે આખરે આવું કેવી રીતે શક્ય બને કે એક મીનારને હલાવવાથી બીજી મીનાર આપમેળે જ હલવા લાગે. આ મિસ્ટ્રીને સોલ્વ કરવા માટે યુકે (બ્રીટન) થી ધણા બધા એન્જિનિયર્સને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, તેમની કોશિશ નાકામ રહી.

નગારીયો પહાડ

43919854

જૂનાગઢ સ્થિત પવિત્ર ગિરનારની બાજુમાં જ ‘દાતાર’ નામનો પર્વત છે, જેના નગારીયા પથ્થર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પહાડના પથ્થરની ખાસીયત એ છે કે આની ઉપર કઈ વસ્તુ અથડાય તો નગારા વાગતા હોય તેવો અવાજ આવે છે. આ સ્થળ જૂનાગઢથી માત્ર ૨ કિલોમીટરના અંતરે છે.

ચમત્કારી પથ્થર

e0568b21c043bd6043a281ac0fdffdb0

આ પથ્થર પણ નગારીયો પહાડના પથ્થર જેવો છે. આ પથ્થર અમરેલી જિલ્લામાં બાબરા શહેરથી 7 કિમી દૂર કરીયાણા ગામમાં એક આકર્ષક પહાડી પથ્થર છે.

આ પહાડી પથ્થરની ખાસીયત એ છે કે અહી ઘણા બધા એવા પથ્થર છે જેને ઠપકારવાથી ઝાલરનો રણકાર ઉત્પન્ન થાય છે. આ પહાડીમાં ગ્રેનાઈટના પથ્થરો ઓછા છે.

આ પથ્થરોની સાથે એક ધાર્મિક માન્યતા એવી જોડાયેલ છે કે, અહી પ્રાચીન સમયમાં એક વાર ‘સ્વામિનારાયણ ભગવાન’ પધાર્યા હતા. કહેવાય છે કે તેમણે પૂજા દરમિયાન અહીના પથ્થરોને ઘડિયાળની ઘંટીના સ્વરૂપે ઉપયોગ કર્યો હતો.

Comments

comments


17,465 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1