આપણા ગુજરાતી એટલેકે ગુજ્જુ લોકો જોવામાં ખુબ જ ક્યુટ, થોડા સિમ્પલ. થોડા ફેશનેબલ અને પોલાઇટ હોય છે. તેઓ ક્યારેય કોઈ જગ્યાએ પાછા પડે તેવા હોતા નથી. જેઓ લોંગ ડ્રાઈવ કરવા માટે પણ અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવેને પસંદ કરે છે.
અન્ય રાજ્યના લોકો પણ જો ગુજરાતમાં આવે તો તે સંપૂર્ણપણે ગુજરાતીઓના રંગમાં રંગાઈ જાય ખરુંને? અહી આપણા ગુજરાતીઓની વાત કહી છે, જેના વિષે તમે જાણતા હશો પણ તમને વાંચવામાં ખરેખર ખુબ મજા પડી જશે.
આ ગુજરાત છે કે જ્યાં ;
” યમદૂત પહોંચે એ પહેલાં 108 પહોંચી જાય છે ”
આ ગુજરાત છે કે જ્યાં ;
” વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે ન આવે ”
આ ગુજરાત છે કે જ્યાં ;
“ગરબા વગર તો એકય તહેવાર જ ખાલી ન જાય.”
આ ગુજરાત છે કે જ્યાં ;
” કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી ”
આ ગુજરાત છે કે જ્યાં ;
” મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે ”
આ ગુજરાત છે કે જ્યાં ;
” લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય”
આ ગુજરાત છે કે જ્યાં ;
” રાજકોટના પેંડા, અમદાવાદના ફાફડા, વડોદરાની સેવખમણી, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા અને જામનગર ની કચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે ”
આ ગુજરાત છે કે જ્યાં ;
” લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરના ,
મંગળવારે ગણપતિના, ગુરુવારે સાંઈના અને શનિવારે હનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય ન મારે ”
આ ગુજરાત છે કે જ્યાં ;
” અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે ”
આ ગુજરાત છે કે જ્યાં ;
” દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે ”
આ ગુજરાત છે કે જ્યાં ;
“ફેસબુક માં મિત્રો ઘરનાં ની જેમ વર્તાવ કરતા હોય છે ”
.
છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ?
જેમ કે,…
* શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત એ ચલાવે.
* ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.
* અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય.
લાસ્ટ બટ નોટ લીસ્ટ (કેર ફુલ)
* દરેક ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે.
મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!