પહેલા વહેલા સ્લિંગ બેક Rockstud શૂ 2010માં ડેબ્યૂ થયા હતા અને ત્યારથી લઈને આજ સુધી તેણે ટ્રેન્ડ રડાર પર પોતાની સ્ટ્રૉંગ પકડ બનાવી રાખી છે. એવી તે કંઈ વસ્તુ છે જે તેને યુનિક બનાવે છે? પોઈન્ટેડ ટોઝ અને બકલ્ડ એંકલ સ્ટ્રેપ્સ તમને સિક્યોરિટી અને અદ્દભૂત ફિટીંગ આપે છે.
The Rockstud shoes એકદમ સેક્સી અને કમ્ફર્ટેબલ છે. તેનું ફિનિશીંગવાળો લુક અને વેઅરેબિલિટીના કારણે આ શૂઝ તમારા વૉર્ડરોબમાં મસ્ટ હોવા જ જોઈએ. સામાન્ય રીતે જે ઓરિજનલી ડિઝાઈન થયેલા 2.5 ઈંચની હિલવાળા હતા તે ખુબ જ સિમ્પલ હતા. પરંતુ ત્યાર બાદ તેમાં જે સ્ટડ લગાવવામાં આવ્યા તેના કારણે તે સેક્સી બની ગયા. એંકલ સ્ટ્રેપ્સ અને સ્ટડ જડાઉ કામના કારણે, જે લોકો શૂઝના દિવાના છે તેમને તે ચોક્કસથી લલચાવે છે. આ શૂઝની રેંજ ઓફ કલર્સ, ટેક્ષ્ચર્સ અને મટરિયલ્સની જે વેરાયટી બજારમાં ઉપલ્બધ છે તે ખરેખર માઈન્ડ બ્લોઈંગ છે. રેડ અને પીંકથી લઈને વ્હાઈટ અને ગ્રીન સુધી, આ શૂઝ નંબર ઓફ શેડ્સમાં તમને મળી રહેશે. આ શૂઝ સાથે લેસ કવર્ડ, સ્નેક સ્કિન અને બ્લેક સ્ટડ જેવા ઘણા અખતરા પણ કરવામાં આવ્યા છે.
1999થી Valentino પોતાના આ બ્રાન્ડને ક્યૂટોર બ્રાન્ડથી લઈને રેડી-ટૂ-વેઅર બનાવવા માંગતા હતા અને આ કામ કર્યું રૉકસ્ટડ શૂઝે. ત્યારથી લઈને આ બ્રાન્ડમાં શૂઝ, બેગ્સ અને સનગ્લાસિસ જેવી એક્સેસરિઝ શોકેસ થવા લાગી. આ બ્રાન્ડનો દરેક પીસ સેક્સી, શાર્પ અને સ્ટડેડ હોય છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર