આ ગામમાં બધા લોકો કમાય છે ૮૦ લાખ રૂપિયા, શું છે આની ખાસિયત

275532,xcitefun-huaxi-village14

જયારે પણ આપણી સમક્ષ ગામડાનું નામ આવે એટલે આપણને કાચા રસ્તાઓ, પ્રદુષણ, કાચા ઘર યાદ આવી જાય. આજે અમે તમને ચાઈના ના સૌથી મોંધા ગામ વિષે જણાવવાના છીએ જ્યાં રહેતા લોકોના આલીશાન ઘર, મોંધી ગાડીયો, યોગ્ય શિક્ષા અને બીજી બધી જરૂરી સુખ-સુવિધા જે શહેરમાં રહેતા લોકોને મળે છે, તેના કરતા પણ સારી આ ગામમાં મળે છે.

આ ગામ ચીનના ‘હુઆઝી‘ માં આવેલ છે અને આ ગામ બધા જ પ્રકારની સુખ-સુવિધાથી સજ્જ છે. આ ગામ ચીનના જિયાંગયીન શહેરની પાસે સ્થિત છે. આને આખા દેશનું સૌથી અમીર ‘કૃષિ ગામ’ માનવામાં આવે છે. આ ગામમાં રહેતા તમામ રજીસ્ટર્ડ ૨૦૦૦ લોકોને આખા વર્ષનો પગાર એક લાખ યુરો (લગભગ ૮૦ લાખ રૂપિયા) છે. માત્ર આટલું જ નહિ આ ગામમાં રહેતા બધા કરોડપતિઓની સંખ્યા ચીનના બધા ગામ કરતા વધારે છે.

જોકે, શરુઆતમાં હુઆઝી ગામની તસ્વીર ઈંટરનેટ પર નહોતી આવી. 1961 માં આ ગામની સ્થાપના થઇ ત્યારબાદ અહી ખેતીની સ્થિતિ ખુબ ખરાબ થઇ. પરંતુ ગામમાં કોમ્યુનિસ્ટ પક્ષના ભૂતપૂર્વ ચેરમેન વુ રેનવાએ આ ગામની સુંદરતા બદલી નાખી. તેમણે ન ફક્ત ઔદ્યોગિક વિકાસ માટે યોજના બનાવી પણ કૃષિ પ્રણાલી માટે ખાસ નિયમ પણ બનાવ્યા. તેમણે મલ્ટી ક્ષેત્ર કંપની (ઉદ્યોગ) ની રચના કરી અને 1990 માં કંપનીને શેરબજારમાં લિસ્ટિંગ પણ કરાવી. આ કંપનીની ખાસ વાત એ છે કે આના શેરધારકોમાં (શેરહોલ્ડર્સ) ગામ વાળા લોકોના નામ સૂચિત કર્યા.

Untitled

આ ગામમાં સ્ટીલ, રેશમ અને ટ્રાવેલ ઉદ્યોગ વિકસિત છે અને આ ગામે ૨૦૧૨ માં મુખ્યરૂપે 9.6 અરબ ડોલર ની કમાણી કરી. ગામના લોકોને લાભનો હિસ્સો કંપનીએ શેરધારકોને આપ્યો. પોતાના શેરને કારણે ગામવાસીઓ જે કમાય છે તેનો મોટો ભાગ એટલેકે 80 ટકા કરવેરા માં કપાય જાય છે. પરંતુ, આના બદલામાં ગામના લોકોને બંગલો, કાર, મફત આરોગ્ય સંભાળ, મફત શિક્ષણ, શહેરના હેલિકોપ્ટર વગેરે મફતમાં વાપરી શકે છે અને હોટલોમાં મફત ખાવાની સુવિધા પણ મળે છે.

લોકોને માત્ર આટલી જ ફેસિલિટી નથી મળતી પણ 50 વર્ષથી વધુ ઉમરની મહિલાઓ અને 55 વર્ષથી વધુ વયના પુરૂષોને દર મહિનાના પેન્શનની સાથે ચોખા અને શાકભાજી પણ ફ્રી માં આપવામાં આવે છે.

ચીનના આ હુઆઝી ગામને જોતા એવું નથી લાગતું કે આપણે જે રીતે એક ગામડાને વિચારતા હોય તેવું હોઈ. અહી ઉંચી બિલ્ડીંગો, વિશાળ રસ્તાઓ, સુંદર પાર્ક, સ્વિમિંગ પુલ અને અન્ય આરામદાયી સુવિધાઓ જોઇને વિશ્વના મોટા મોટા શહેરો પણ આની આગળ ફીકા પડી જાય. આ ગામ માત્ર ધનિક જ નહિ પણ અહી જોવા લાયક પણ ઘણું બધું છે. આ ગામમાં સેકડો પર્યટકો આવે છે.

huaxi

171562-china-s-richest-village-gets-a-skyscraper

article-0-0E4BEF1F00000578-109_634x417

article-0-0E4BF07B00000578-277_634x423

article-0-0E499CCD00000578-132_634x418

171568-chinas-richest-village

china-skyscapers-yuan-2

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,527 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>