આ ક્રિકેટરોના ઘર સાબિત કરે છે કે “શોખ બડી ચીઝ હે”

ઘરના મામલામાં સેલીબ્રીટીઝ, ક્રિકેટર્સ અને બિઝનેસમેન નો મુકાબલો કોઈ ના કરી શકે. આ લોકોના ઘર એટલા બધા આલીશાન અને શાનદાર હોય છે કે બસ, આપણે જોતા જ રહી જઈએ. જયારે મુકેશ અંબાણીની ઘર “એન્ટીલા” લોકોને ઉંચી નજર કરી જોવા માટે મજબુર કરી દે છે. જયારે સામાન્ય લોકો માટે આવા ઘરની ઈચ્છા રાખવી એ તો એક સપના જેવું છે.

તમે  ક્રિકેટર્સને જોયા જ હશે, પરંતુ શું તમે તમારા ફેવરીટ ક્રિકેટર્સના ઘર જોયા છે?? તો જુઓ…

સૌરવ ગાંગુલી

Indian cricketers with the most luxurious homes | janvajevu.com

કોલકાતાના સૌથી શ્રીમંત પરિવારો માંથી એક ‘પ્રિન્સ ઓફ કોલકાતા’ એક અદ્ભુત ઘરમાં રહે છે. આ ઘરમાં તેના દાદા-દાદીની પસંદગીની બધી વસ્તુઓ છે. ઘરમાં 45 રૂમ છે, જેમાં 50 લોકો રહે છે.

સચિન તેંડુલકર

Indian cricketers with the most luxurious homes | janvajevu.com

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું ઘર કોઈ આલીશાન બંગલાથી ઓછુ નથી. આ 5 માળનું ઘર છે, જે 6,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. ઘરમાં ફક્ત કાર માટે જ બેઝમેન્ટ બનાવવામાં આવ્યું છે. તેના ઘરનું ગ્રાઉન્ડ ફ્લોર માત્ર એવોર્ડ્સ પ્રદર્શિત માટે જ છે.

ક્રિસ ગેલ

Indian cricketers with the most luxurious homes | janvajevu.com

ક્રિસ ગેલનુ ઘર એવા યુવાનોને ખુબજ પસંદ આવે જે ડિસ્કો અને ક્લબના શોખીન હોય. આ ઘરમાં બધીજ લક્ઝરી સુવિધાઓ છે. ક્રિસ ગેલનુ કહેવું છે કે “જો એક ક્રિકેટરના ઘરમાં સ્ટ્રિપ ક્લબ નથી, તો એ ક્રિકેટર જ નથી”.

માઈકલ ક્લાર્ક

Indian cricketers with the most luxurious homes | janvajevu.com

230 એકરમાં ફેલાયેલ આ ઘરમાં તમામ સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે. આમાં પ્રાઇવેટ પીચની સાથે સાથે સ્વીમીંગ પૂલ, ટેનિસ કોર્ટ અને Alpacas નામના 7 પાલતું જાનવર છે. આ ઘર 6.5 મિલિયન $ નુ છે, જે અત્યારે વેચાણમાં છે.

રિકી પોન્ટિંગ

Indian cricketers with the most luxurious homes | janvajevu.com

ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પોતાના 10 મિલિયન ડોલર ના આલીશાન ઘરમાં નિવૃત્ત થયા બાદ તમામ સુવિધા ભોગવી રહ્યા છે. 7 બેડરૂમની સાથે સાથે આ ઘરમાં સ્વિમિંગ પૂલ, પ્રાઇવેટ થિયેટર અને સંપૂર્ણ કદનું એક ટેનિસ કોર્ટ પણ છે.

ડેવિડ વોર્નર

Indian cricketers with the most luxurious homes | janvajevu.com

વિશ્વ કક્ષાના સલામી બેટ્સમેન ડેવિડ વોર્નર પોતાના પરિવાર સાથે 5 બેડરૂમ અને 5 બાથરૂમ વાળા આ ભવ્ય અને આલીશાન ઘરમાં રહે છે. તેના ઘરેથી જે પ્રાકૃતિક દ્રશ્ય દેખાય છે તે જોવાવાળા નું મનમોહી લે છે. તેમણે આ આલીશાન ઘરને 6,500,000 ડોલરમાં પોતાનું બનાવ્યું છે.

શેન વોર્ન

Indian cricketers with the most luxurious homes | janvajevu.com

રાજાઓની જેમ રહેવાનું તો કોઈ ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલર પાસેથી શીખે. આના બંગલામાં 10 કારો માટે અંડરગ્રાઉન્ડ ગેરેજ છે. સ્વીમીંગ પૂલની સાથે સાથે ઘરમાં મનોરંજનની અનેક સુખ સગવડો ઉપલબ્ધ છે. આ ઇટાલિયન મેન્શનમાં 4 બેડરૂમની સાથે બધી સુવિધા ઉપલબ્ધ છે.

બ્રેટ લી

Indian cricketers with the most luxurious homes | janvajevu.com

ઓસ્ટ્રેલિયાની ટીમના નિવ્રુત્ત બોલર બ્રેટ લી પોતાની આક્રમક ઝડપ માટે ઓળખાય છે. તેમને પોતાની 2 મિલિયન સંપત્તિ વેચીને સિડનીના હાર્બર પર એક ભવ્ય સીફોર્ડ હવેલી લીધી છે. બ્રેટ લીના આ આલીશાન ઘરમાં પૂલ, સ્પા અને સાથે સાથે એક જિમ પણ છે, જે 20 ચોરસ મીટરમાં ફેલાયેલ છે. આ બધા માટે તેમણે 4 મિલિયન ડોલરનો ખર્ચો કર્યો છે.

કુમાર સંગાકારા

Indian cricketers with the most luxurious homes | janvajevu.com

કુમાર સંગાકારાના ઘરનું નામ “એન્ગેલટીન કોટેજ” છે. આ નામ 81 વર્ષ પહેલાં આ બંગલાના ભૂતપૂર્વ માલિકે આપ્યું હતું. આ સફેદ બંગલામાં એક ગાર્ડન પણ છે, જેમાં ફળ અને ફૂલો છે. આ બંગલાની સુંદરતા તમને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. ઘરમાં કરેલ લાકડાનું ફર્નિચર અદભૂત કલાનો નમુનો છે. આ ઘર સંગાકારા જેવી પર્સનાલિટી વાળા વ્યક્તિને જ સુટ કરે. તે આ ઘરમાં પોતાના પરિવારની સાથે રહે છે.

શેન વોટસન

Indian cricketers with the most luxurious homes | janvajevu.com

શેન વોટસને ટેસ્ટ ક્રિકેટથી સન્યાસ લીધા પછી આ ઘર ખરીધ્યું. આકર્ષક અને અદભૂત હોવાની સાથે ઘરમાં 4 બેડરૂમ અને ૧ સ્વીમીંગ પૂલ પણ છે. આની કીમત 9,000,000 ડોલર છે.

Comments

comments

8,529 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 × 2 =